Ahmedabadની શાન ગણાતી AMTS બસે છેલ્લા 6 વર્ષમાં 72 નાગરિકોના લીધા જીવ

અમદાવાદની શાન ગણાતી એએમટીએસ બસ કે જેનો રોજ બરોજ હજારો સ્થાનિકો મુસાફરી માટે ઉપયોગ કરી રહ્યાં છે,ત્યારે આ બસ હંકારતા ડ્રાઈવરોએ છેલ્લા 6 વર્ષમાં 72 નાગરિકોના જીવ લીધા છે.વર્ષ 2023-24માં AMTSની ટક્કરથી 12નાં મોત થયા છે.10 ખાનગી ઓપરેટરો પાસે છે AMTSની કમાન,6 વર્ષમાં 1790 અકસ્માત AMTSએ સર્જ્યા છે,બીજી તરફ અકસ્માતના કેસમાં માત્ર પેનલ્ટી વસૂલ કરે છે તંત્ર. જાણો કેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો એએમટીએસ બસના ડ્રાઈવરો દ્રારા અકસ્માત કરતા 1100 અકસ્માતના કિસ્સામાં માત્ર 65.49 લાખ દંડ વસુલ્યો છે,એટલે કે અકસ્માત દીઠ માત્ર રૂ.5953નો દંડ વસૂલ કરવામાં આવે છે.કેમ આવા અકસ્માત સર્જનારા સામે પગલાં નહી લેવાતા ? કેમ આવા ઓપરેટરોનો બ્લેક લિસ્ટ નથી કરાતા? ખાનગી ઓપરેટરો પર કોના છે ચાર હાથ? અન્ય વાહનો માટે કડક નિયમો તો AMTS માટે કેમ નહી? અકસ્માત થાય તો ડ્રાઇવર બસ મૂકી ફરાર થઇ જાય છે સાથે સાથે બસ ડ્રાઇવરની ધરપકડ થાય છે, ઓપરેટરનું શું? બસ સંચાલનની જવાબદારી તો ઓપરેટરની છે આ બધા સવાલ અમને થાય છે તો તંત્રને મનમાં નહી થતા હોય. ખાનગી બસ ઓપરેટર્સે સર્જયા અકસ્માત મારુતિ ટ્રાવેલ્સ 22 અકસ્માતટાંક બસ ઓપરેશન પ્રા. લી. 20 અકસ્માતઆદિનાથ બલ્ક કેરીયર્સ પ્રા. લી. 15 અકસ્માતમારુતિ ટ્રાવેલ્સ (દાગા) 6 અકસ્માતમારુતિ ટ્રાવેલ્સ (દાદા) 6 અકસ્માતમાતેશ્વરી ટ્રાવેલ્સ 5 અકસ્માતએર્હમ ટ્રાન્સપોર્ટેશન પ્રા. લી. 3 અકસ્માતકુલ અકસ્માત 77 અકસ્માત12મે 2024ના રોજ એએમટીસ બસે 8 વાહનોના ભુક્કા કાઢયા અમદાવાદના જોધપુર વિસ્તારમાં 12મે ના રોજ એએમટીએસ બસે એક સાથે આઠ વાહનો સાથે અકસ્માત સર્જયો હતો જેના કારણે વાહનોને ભારે નુકસાન થયુ હતુ સાથે સાથે અકસ્માત સર્જાતા ટ્રાફિકજામ પણ થયો હતો. ઈલેકટ્રીક બસ પણ દોડે છે રોડ પર AMTS દ્વારા પર્યાવરણ અને મુસાફરોની સવલતને ધ્યાને રાખી એક મોટો નિર્ણય લીધો છે. વાત જાણે એમ છે કે, તાજેતરમાં અમદાવાદમાં ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસની શરૂઆત કરાઇ હતી. જોકે હવે આ ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસની લોકપ્રિયતા અને પર્યાવરણ સુધારણાને ધ્યાને રાખી નવી 60 ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસ દોડાવવાનો નિર્ણય લેવાયો છે.હાલમાં સાત જેટલી ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસ લાવવામાં આવી છે તે ખાનગી ઓપરેટરોને સોંપી દેવાઇ છે. આવી સ્થિતિમાં નવી 60 ઇલેક્ટ્રિક બસ ખરીદવામાં આ‌વનાર છે તે ખાનગી ઓપરેટરોને જ ચલાવવા અપાશે કે કેમ તે જોવું રહ્યું.

Ahmedabadની શાન ગણાતી AMTS બસે છેલ્લા 6 વર્ષમાં 72 નાગરિકોના લીધા જીવ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદની શાન ગણાતી એએમટીએસ બસ કે જેનો રોજ બરોજ હજારો સ્થાનિકો મુસાફરી માટે ઉપયોગ કરી રહ્યાં છે,ત્યારે આ બસ હંકારતા ડ્રાઈવરોએ છેલ્લા 6 વર્ષમાં 72 નાગરિકોના જીવ લીધા છે.વર્ષ 2023-24માં AMTSની ટક્કરથી 12નાં મોત થયા છે.10 ખાનગી ઓપરેટરો પાસે છે AMTSની કમાન,6 વર્ષમાં 1790 અકસ્માત AMTSએ સર્જ્યા છે,બીજી તરફ અકસ્માતના કેસમાં માત્ર પેનલ્ટી વસૂલ કરે છે તંત્ર.

જાણો કેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો

એએમટીએસ બસના ડ્રાઈવરો દ્રારા અકસ્માત કરતા 1100 અકસ્માતના કિસ્સામાં માત્ર 65.49 લાખ દંડ વસુલ્યો છે,એટલે કે અકસ્માત દીઠ માત્ર રૂ.5953નો દંડ વસૂલ કરવામાં આવે છે.કેમ આવા અકસ્માત સર્જનારા સામે પગલાં નહી લેવાતા ? કેમ આવા ઓપરેટરોનો બ્લેક લિસ્ટ નથી કરાતા? ખાનગી ઓપરેટરો પર કોના છે ચાર હાથ? અન્ય વાહનો માટે કડક નિયમો તો AMTS માટે કેમ નહી? અકસ્માત થાય તો ડ્રાઇવર બસ મૂકી ફરાર થઇ જાય છે સાથે સાથે બસ ડ્રાઇવરની ધરપકડ થાય છે, ઓપરેટરનું શું? બસ સંચાલનની જવાબદારી તો ઓપરેટરની છે આ બધા સવાલ અમને થાય છે તો તંત્રને મનમાં નહી થતા હોય.

ખાનગી બસ ઓપરેટર્સે સર્જયા અકસ્માત

મારુતિ ટ્રાવેલ્સ 22 અકસ્માત

ટાંક બસ ઓપરેશન પ્રા. લી. 20 અકસ્માત

આદિનાથ બલ્ક કેરીયર્સ પ્રા. લી. 15 અકસ્માત

મારુતિ ટ્રાવેલ્સ (દાગા) 6 અકસ્માત

મારુતિ ટ્રાવેલ્સ (દાદા) 6 અકસ્માત

માતેશ્વરી ટ્રાવેલ્સ 5 અકસ્માત

એર્હમ ટ્રાન્સપોર્ટેશન પ્રા. લી. 3 અકસ્માત

કુલ અકસ્માત 77 અકસ્માત

12મે 2024ના રોજ એએમટીસ બસે 8 વાહનોના ભુક્કા કાઢયા

અમદાવાદના જોધપુર વિસ્તારમાં 12મે ના રોજ એએમટીએસ બસે એક સાથે આઠ વાહનો સાથે અકસ્માત સર્જયો હતો જેના કારણે વાહનોને ભારે નુકસાન થયુ હતુ સાથે સાથે અકસ્માત સર્જાતા ટ્રાફિકજામ પણ થયો હતો.

ઈલેકટ્રીક બસ પણ દોડે છે રોડ પર

AMTS દ્વારા પર્યાવરણ અને મુસાફરોની સવલતને ધ્યાને રાખી એક મોટો નિર્ણય લીધો છે. વાત જાણે એમ છે કે, તાજેતરમાં અમદાવાદમાં ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસની શરૂઆત કરાઇ હતી. જોકે હવે આ ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસની લોકપ્રિયતા અને પર્યાવરણ સુધારણાને ધ્યાને રાખી નવી 60 ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસ દોડાવવાનો નિર્ણય લેવાયો છે.હાલમાં સાત જેટલી ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસ લાવવામાં આવી છે તે ખાનગી ઓપરેટરોને સોંપી દેવાઇ છે. આવી સ્થિતિમાં નવી 60 ઇલેક્ટ્રિક બસ ખરીદવામાં આ‌વનાર છે તે ખાનગી ઓપરેટરોને જ ચલાવવા અપાશે કે કેમ તે જોવું રહ્યું.