Surat : લો બોલો કેવી લોકોની માનસિકતા, સિવિલ હોસ્પિટલમાંથી 50 નળની ચોરી

સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં ચોરીની ઘટના સામે આવી છે જેમાં તસ્કરોએ બાથરૂમમાંથી 50 નળની ચોરી કરી છે તો 15 દિવસથી ચોરો આપી રહ્યા છે ચોરીને અંજામ,બીજી તરફ દર્દીઓના સંબંધીઓના મોબાઈલની પણ ચોરી થઈ હોવાની વાત સામે આવી છે,સિવિલ હોસ્પિટલની સિક્યુરિટી પર અનેક સવાલ ઉભા થઈ રહ્યાં છે,શું સિકયુરિટી ખાલી બેસી જ રહે છે હોસ્પિટલમાં ? સુરત શહેરમાં તસ્કરો બેફામ બન્યા સુરતમાં તસ્કરો બેફામ બની ગયા છે અને હોસ્પિટલના નળને પણ નથી છોડતા,સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં 50 જેટલા નળની ચોરી થઈ ગઈ છે,સંદેશ ન્યૂઝ દ્રારા આ બાબતે ચકાસણી પણ કરી અને તેમાં સામે આવ્યું કે બોશ બેઝિનની ઉપર રહેલા નળની ચોરી કરવામાં આવી છે,બીજી તરફ એવી પણ ફરિયાદ ઉઠી છે કે દર્દીના મોબાઈલ ફોનની પણ ચોરી થઈ રહી છે,સિવિલ તંત્ર આ બાબતે જરા નજીકથી ડોકિયુ કરીને નજર રાખો તો જ ચોરી અટકશે. સિકયુરિટી સામે ઉભા થયા સવાલો આ સમગ્ર ઘટનામાં સિકયુરિટી શંકાના દાયરામાં હોય તેમ લાગી રહ્યું છે,હજી નળ પણ નવા હતા અને તેની ચોરી થવી એ કોઈ સામાન્ય વાત નથી,હોસ્પિટલના સત્તાધીશો જરા આ બાબતે નજર રાખો અને જો સિકયુરિટી તેની ફરજ બરોબર ના બજાવતી હોય તો તેના બદલામાં અન્ય સિકયુરિટીને રાખો તો ચોરીની ઘટના બંધ થાય.સિકયુરિટી તેની દુનિયામાં મસ્ત હોય તેમ લાગી રહ્યું છે,ત્યારે આગામી સમયમાં સિવિલ હોસ્પિટલમાં દર્દીના મોબાઈલ ફોન અને નળની ચોરી ના થાય તે જરૂરી બન્યું છે. ટ્રાફિકની પણ છે સમસ્યા સુરતના મજુરાગેટ વિસ્તારમાં સિવિલ હોસ્પિટલ આવી છે અને આ હોસ્પિટલમાં દક્ષિણ ગુજરાત જ નહી પરંતુ ગુજરાતની સરહદને જોડીને આવેલા રાજ્યમાંથી પણ દર્દીઓ સારવાર માટે આવે છે. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી સિવિલ હોસ્પિટલના મુખ્ય ગેટ પર ખાણી પીણી અને ગુટખાનું વેચાણ કરનારાનો કબજો છે. માથાભારે દબાણ કરનારાઓનો ફુટપાથ પર કબ્જો હોવાથી સારવાર માટે આવતા દર્દીઓ અને તેમના સગાઓએ અવર-જવર માટે રોડ પરથી પસાર થવું પડે છે તેથી અકસ્માતનો ભય રહેલો છે. આ ઉપરાંત આ ગેટ બહાર રીક્ષાવાળાઓનો જમેલો પણ રહે છે તેથી પણ ટ્રાફિક ભારે સમસ્યા થઈ રહી છે.  

Surat : લો બોલો કેવી લોકોની માનસિકતા, સિવિલ હોસ્પિટલમાંથી 50 નળની ચોરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં ચોરીની ઘટના સામે આવી છે જેમાં તસ્કરોએ બાથરૂમમાંથી 50 નળની ચોરી કરી છે તો 15 દિવસથી ચોરો આપી રહ્યા છે ચોરીને અંજામ,બીજી તરફ દર્દીઓના સંબંધીઓના મોબાઈલની પણ ચોરી થઈ હોવાની વાત સામે આવી છે,સિવિલ હોસ્પિટલની સિક્યુરિટી પર અનેક સવાલ ઉભા થઈ રહ્યાં છે,શું સિકયુરિટી ખાલી બેસી જ રહે છે હોસ્પિટલમાં ?

સુરત શહેરમાં તસ્કરો બેફામ બન્યા

સુરતમાં તસ્કરો બેફામ બની ગયા છે અને હોસ્પિટલના નળને પણ નથી છોડતા,સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં 50 જેટલા નળની ચોરી થઈ ગઈ છે,સંદેશ ન્યૂઝ દ્રારા આ બાબતે ચકાસણી પણ કરી અને તેમાં સામે આવ્યું કે બોશ બેઝિનની ઉપર રહેલા નળની ચોરી કરવામાં આવી છે,બીજી તરફ એવી પણ ફરિયાદ ઉઠી છે કે દર્દીના મોબાઈલ ફોનની પણ ચોરી થઈ રહી છે,સિવિલ તંત્ર આ બાબતે જરા નજીકથી ડોકિયુ કરીને નજર રાખો તો જ ચોરી અટકશે.


સિકયુરિટી સામે ઉભા થયા સવાલો

આ સમગ્ર ઘટનામાં સિકયુરિટી શંકાના દાયરામાં હોય તેમ લાગી રહ્યું છે,હજી નળ પણ નવા હતા અને તેની ચોરી થવી એ કોઈ સામાન્ય વાત નથી,હોસ્પિટલના સત્તાધીશો જરા આ બાબતે નજર રાખો અને જો સિકયુરિટી તેની ફરજ બરોબર ના બજાવતી હોય તો તેના બદલામાં અન્ય સિકયુરિટીને રાખો તો ચોરીની ઘટના બંધ થાય.સિકયુરિટી તેની દુનિયામાં મસ્ત હોય તેમ લાગી રહ્યું છે,ત્યારે આગામી સમયમાં સિવિલ હોસ્પિટલમાં દર્દીના મોબાઈલ ફોન અને નળની ચોરી ના થાય તે જરૂરી બન્યું છે.

ટ્રાફિકની પણ છે સમસ્યા

સુરતના મજુરાગેટ વિસ્તારમાં સિવિલ હોસ્પિટલ આવી છે અને આ હોસ્પિટલમાં દક્ષિણ ગુજરાત જ નહી પરંતુ ગુજરાતની સરહદને જોડીને આવેલા રાજ્યમાંથી પણ દર્દીઓ સારવાર માટે આવે છે. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી સિવિલ હોસ્પિટલના મુખ્ય ગેટ પર ખાણી પીણી અને ગુટખાનું વેચાણ કરનારાનો કબજો છે. માથાભારે દબાણ કરનારાઓનો ફુટપાથ પર કબ્જો હોવાથી સારવાર માટે આવતા દર્દીઓ અને તેમના સગાઓએ અવર-જવર માટે રોડ પરથી પસાર થવું પડે છે તેથી અકસ્માતનો ભય રહેલો છે. આ ઉપરાંત આ ગેટ બહાર રીક્ષાવાળાઓનો જમેલો પણ રહે છે તેથી પણ ટ્રાફિક ભારે સમસ્યા થઈ રહી છે.