Mahisagarમાં આજીવન કેદની સજા કાપી રહેલો દુષ્કર્મનો આરોપી પેરોલ પર ફરાર થયો
મહીસાગરના વીરપુરમાં દુષ્કર્મનો આરોપી પેરોલ પર સાત દિવસ માટે બહાર આવ્યો હતો અને તે ફરાર થઈ ગયો હતો,રાજકોટ જેલમાંથી પેરોલ પર આવ્યો હતો આરોપી અને ફરાર થઈ જતા પોલીસ પણ દોડતી થઈ હતી,પોલીસે સમગ્ર ઘટનાને લઈ નાકાબંધી કરી છે અને આરોપીને ઝડપી પાડવા માટે કવાયત હાથધરી છે,વર્ષ 2022માં દુષ્કર્મ કર્યુ હતુ અને આરોપી સંજય બારૈયા ફરાર છે. 7 દિવસની પેરોલ પર રજા પર આવ્યા બાદ ફરાર વર્ષ 2022માં દુષ્કર્મ કેસમાં સજા કાપી રહેલા આરોપી સંજય બારૈયા ફરાર થઈ ગયો છે,કોર્ટે વર્ષ 2024મા આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી ત્યારે દિવાળીના સમયમાં આરોપી પેરોલ પર બહાર આવ્યો હતો અને તે ફરાર થઈ ગયો હતો પોલીસને આ બાબતની જાણ થતાની સાથે જ અલગ-અલગ ટીમો બનાવીને આરોપીની શોધખોળ શરૂ કરી છે.સાથે સાથે આસપાસના સીસીટીવી પણ પોલીસે જપ્ત કર્યા છે.રાજકોટ જેલમાંથી પેરોલ પર છૂટ્યા બાદ વીરપુરથી આરોપી ભાગી જતા પોલીસ દોડતી થઈ છે. પોલીસે બનાવી અલગ-અલગ ટીમો આ સમગ્ર કેસમાં પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને આરોપીની શોધખોળ શરૂ કરી છે.વર્ષ 2022માં સગીરા સાથે દુષ્કર્મ કરવાના કેસમાં બે વર્ષથી જેલની સજા કાપી રહ્યો હતો અને ત્યારબાદ કોર્ટે હુકમ કર્યો હતો કે આરોપીને આજીવન કેદ કરો ત્યારે તે સજા કાપી રહ્યો હતો,જેલમાંથી બહાર નિકળતાની સાથે જ આરોપી ભાગી ગયો હતો.આ સમગ્ર કેસમાં જીલ્લા પોલીસ દ્રારા અલગ-અલગ ટીમો બનાવી છે અને આસપાસના વિસ્તારોમાં તપાસ હાથધરી છે. જાણો કેદી પેરોલ એટલે શું કોર્ટ દ્વારા કેદની સજા ભોગવતા કેદીને વાજબી કારણસર અપાતી કામચલાઉ શરતી મુક્તિ. કેદીને ફરમાવવામાં આવેલ કુલ સજામાંથી અમુક સજા ભોગવ્યા પછી જ તેને પરોલ પર છોડવામાં આવે છે. આવી રીતે છોડવામાં આવેલ કેદીએ પરોલ દરમિયાન કારાવાસની બહાર સારા વર્તનની બાંયધરી આપવાની હોય છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મહીસાગરના વીરપુરમાં દુષ્કર્મનો આરોપી પેરોલ પર સાત દિવસ માટે બહાર આવ્યો હતો અને તે ફરાર થઈ ગયો હતો,રાજકોટ જેલમાંથી પેરોલ પર આવ્યો હતો આરોપી અને ફરાર થઈ જતા પોલીસ પણ દોડતી થઈ હતી,પોલીસે સમગ્ર ઘટનાને લઈ નાકાબંધી કરી છે અને આરોપીને ઝડપી પાડવા માટે કવાયત હાથધરી છે,વર્ષ 2022માં દુષ્કર્મ કર્યુ હતુ અને આરોપી સંજય બારૈયા ફરાર છે.
7 દિવસની પેરોલ પર રજા પર આવ્યા બાદ ફરાર
વર્ષ 2022માં દુષ્કર્મ કેસમાં સજા કાપી રહેલા આરોપી સંજય બારૈયા ફરાર થઈ ગયો છે,કોર્ટે વર્ષ 2024મા આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી ત્યારે દિવાળીના સમયમાં આરોપી પેરોલ પર બહાર આવ્યો હતો અને તે ફરાર થઈ ગયો હતો પોલીસને આ બાબતની જાણ થતાની સાથે જ અલગ-અલગ ટીમો બનાવીને આરોપીની શોધખોળ શરૂ કરી છે.સાથે સાથે આસપાસના સીસીટીવી પણ પોલીસે જપ્ત કર્યા છે.રાજકોટ જેલમાંથી પેરોલ પર છૂટ્યા બાદ વીરપુરથી આરોપી ભાગી જતા પોલીસ દોડતી થઈ છે.
પોલીસે બનાવી અલગ-અલગ ટીમો
આ સમગ્ર કેસમાં પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને આરોપીની શોધખોળ શરૂ કરી છે.વર્ષ 2022માં સગીરા સાથે દુષ્કર્મ કરવાના કેસમાં બે વર્ષથી જેલની સજા કાપી રહ્યો હતો અને ત્યારબાદ કોર્ટે હુકમ કર્યો હતો કે આરોપીને આજીવન કેદ કરો ત્યારે તે સજા કાપી રહ્યો હતો,જેલમાંથી બહાર નિકળતાની સાથે જ આરોપી ભાગી ગયો હતો.આ સમગ્ર કેસમાં જીલ્લા પોલીસ દ્રારા અલગ-અલગ ટીમો બનાવી છે અને આસપાસના વિસ્તારોમાં તપાસ હાથધરી છે.
જાણો કેદી પેરોલ એટલે શું
કોર્ટ દ્વારા કેદની સજા ભોગવતા કેદીને વાજબી કારણસર અપાતી કામચલાઉ શરતી મુક્તિ. કેદીને ફરમાવવામાં આવેલ કુલ સજામાંથી અમુક સજા ભોગવ્યા પછી જ તેને પરોલ પર છોડવામાં આવે છે. આવી રીતે છોડવામાં આવેલ કેદીએ પરોલ દરમિયાન કારાવાસની બહાર સારા વર્તનની બાંયધરી આપવાની હોય છે.