ખેડા જિલ્લામાં પંચાયત હસ્તકના 10 રસ્તાઓ હજૂ પણ બંધ
- જિલ્લામાં રિપેરિંગ બાદ 60 રોડ પુનઃ શરૂ- પાણી ઉતર્યા બાદ બંધ રસ્તાઓની ચકાસણી કરી અવર- જવર માટે ખોલાશેનડિયાદ : ખેડા જિલ્લામાં માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ હસ્તકના ૭૦ રસ્તાઓ ભારે વરસાદને કારણે વાહન વ્યવહાર અર્થે બંધ થયા હતા. જે પૈકી ૬૦થી વધુ રસ્તાઓ કાર્યરત કરાયા છે. જ્યારે બાકીના રસ્તાઓ પર રિપેરિંગની કામગીરી હાલ ચાલી રહી છે. મહુધા સસ્તાપુર ખલાડી રોડ, મહોળેલ અલીન્દ્રા રોડ, તોરણીયા એપ્રોચ રોડ, કપડવંજના પાણીયારા ભાટેરા રોડ, દહીઅપ દુજેવાર નવાપુરા રોડ, નાયકા કલોલી રોડ, કાવઠ લોટીયા રોડ, માલ ઇટાડી દેવના મુવાડા રોડ, ગળતેશ્વરના અંઘાડી ચપટીયા રોડ અને માતરના દેથલી મઘરોલ રોડ, વસ્તાના હાડેવા વાલોત્રી રોડની મરામત કામગીરી કરી રોડ પુનઃ કાર્યરત કરવામાં આવી રહ્યા છે. ભારે વરસાદના કારણે જે રસ્તાઓમાં નુકશાન થયેલું તે રસ્તાઓની મરામતની કામગીરી હાલ પ્રગતિમાં છે. તેમજ જે રસ્તાઓ હાલ બંધ છે તે રસ્તાઓ પરથી પાણી ઉતરેથી રસ્તાઓની ચકાસણી કરી અવર જવર માટે રસ્તાઓ વહેલી તકે કાર્યરત કરવામાં આવશે એમ ખેડા જિલ્લામાં માર્ગ, મકાન (પંચાયત) વિભાગ દ્વારા જણાવાયું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- જિલ્લામાં રિપેરિંગ બાદ 60 રોડ પુનઃ શરૂ
- પાણી ઉતર્યા બાદ બંધ રસ્તાઓની ચકાસણી કરી અવર- જવર માટે ખોલાશે
જે પૈકી ૬૦થી વધુ રસ્તાઓ કાર્યરત કરાયા છે. જ્યારે બાકીના રસ્તાઓ પર રિપેરિંગની કામગીરી હાલ ચાલી રહી છે. મહુધા સસ્તાપુર ખલાડી રોડ, મહોળેલ અલીન્દ્રા રોડ, તોરણીયા એપ્રોચ રોડ, કપડવંજના પાણીયારા ભાટેરા રોડ, દહીઅપ દુજેવાર નવાપુરા રોડ, નાયકા કલોલી રોડ, કાવઠ લોટીયા રોડ, માલ ઇટાડી દેવના મુવાડા રોડ, ગળતેશ્વરના અંઘાડી ચપટીયા રોડ અને માતરના દેથલી મઘરોલ રોડ, વસ્તાના હાડેવા વાલોત્રી રોડની મરામત કામગીરી કરી રોડ પુનઃ કાર્યરત કરવામાં આવી રહ્યા છે. ભારે વરસાદના કારણે જે રસ્તાઓમાં નુકશાન થયેલું તે રસ્તાઓની મરામતની કામગીરી હાલ પ્રગતિમાં છે. તેમજ જે રસ્તાઓ હાલ બંધ છે તે રસ્તાઓ પરથી પાણી ઉતરેથી રસ્તાઓની ચકાસણી કરી અવર જવર માટે રસ્તાઓ વહેલી તકે કાર્યરત કરવામાં આવશે એમ ખેડા જિલ્લામાં માર્ગ, મકાન (પંચાયત) વિભાગ દ્વારા જણાવાયું છે.