Dhanghdhra હરિપર પાસે બ્રિજ પરથી યુવાને કેનાલમાં મોતની છલાંગ લગાવી દીધી
સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલમાં અવારનવાર ડુબી જવાથી મોતના બનાવો બને છે. ત્યારે લખતર તાલુકાના લીલાપુર ગામની મહિલાનું કેનાલમાં પાણી ભરવા જતા લપસી જતા ડુબી જવાથી મોત થયુ છે.જયારે ધ્રાંગધ્રાના હરિપર પાસે યુવાને બ્રીજ પરથી કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી. લખતરના લીલાપુર ગામે રહેતા 60 વર્ષીય ચંદ્રીકાબેન રમેશભાઈ પટેલ ખેતરેથી માળીયા બ્રાંચ કેનાલમાં પાણી ભરવા ગયા હતા. લાંબો સમય વિતવા છતાં ચંદ્રીકાબેન પરત ન આવતા પરિવારજનોએ શોધખોળ આદરી હતી. જેમાં કેનાલની બહાર તેમના ચપ્પલ મળી આવ્યા હતા. આથી પરિવારજનોએ પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી. જેમાં ફાયરની ટીમે કેનાલમાં જઈ તપાસ હાથ ધરતા ચંદ્રીકાબેનનો મૃતદેહ મળી આવ્યો હતો. લખતર પોલીસના ઘનશ્યામભાઈ મસીવાયા, કમલેશભાઈ વાઘેલા સહિતાઓએ લાશને સરકારી દવાખાને પીએમ માટે મોકલી અમોત નોંધવાની કાર્યવાહી કરી હતી. જયારે ધ્રાંગધ્રા તાલુકાના હરિપર ગામ પાસે પસાર થતી કેનાલના બ્રીજ પરથી એક અજાણ્યા યુવાને નર્મદા કેનાલમાં છલાંગ લગાવી હતી. બનાવની જાણ થતા ધ્રાંગધ્રા પાલિકાના ફાયર ફાઈટર અને તાલુકા પોલીસની ટીમ દોડી ગઈ હતી. અને મૃતક યુવાનની લાશને પીએમ માટે સરકારી દવાખાને મોકલી તેના વાલી વારસની શોધખોળ આદરી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલમાં અવારનવાર ડુબી જવાથી મોતના બનાવો બને છે. ત્યારે લખતર તાલુકાના લીલાપુર ગામની મહિલાનું કેનાલમાં પાણી ભરવા જતા લપસી જતા ડુબી જવાથી મોત થયુ છે.
જયારે ધ્રાંગધ્રાના હરિપર પાસે યુવાને બ્રીજ પરથી કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી. લખતરના લીલાપુર ગામે રહેતા 60 વર્ષીય ચંદ્રીકાબેન રમેશભાઈ પટેલ ખેતરેથી માળીયા બ્રાંચ કેનાલમાં પાણી ભરવા ગયા હતા. લાંબો સમય વિતવા છતાં ચંદ્રીકાબેન પરત ન આવતા પરિવારજનોએ શોધખોળ આદરી હતી. જેમાં કેનાલની બહાર તેમના ચપ્પલ મળી આવ્યા હતા. આથી પરિવારજનોએ પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી. જેમાં ફાયરની ટીમે કેનાલમાં જઈ તપાસ હાથ ધરતા ચંદ્રીકાબેનનો મૃતદેહ મળી આવ્યો હતો. લખતર પોલીસના ઘનશ્યામભાઈ મસીવાયા, કમલેશભાઈ વાઘેલા સહિતાઓએ લાશને સરકારી દવાખાને પીએમ માટે મોકલી અમોત નોંધવાની કાર્યવાહી કરી હતી. જયારે ધ્રાંગધ્રા તાલુકાના હરિપર ગામ પાસે પસાર થતી કેનાલના બ્રીજ પરથી એક અજાણ્યા યુવાને નર્મદા કેનાલમાં છલાંગ લગાવી હતી. બનાવની જાણ થતા ધ્રાંગધ્રા પાલિકાના ફાયર ફાઈટર અને તાલુકા પોલીસની ટીમ દોડી ગઈ હતી. અને મૃતક યુવાનની લાશને પીએમ માટે સરકારી દવાખાને મોકલી તેના વાલી વારસની શોધખોળ આદરી હતી.