Ahmedabadના સાબરમતી બ્લાસ્ટ મુદ્દે મુખ્ય આરોપી રૂપેણ બારોટની પોલીસે કરી ધરપકડ

Dec 22, 2024 - 10:00
Ahmedabadના સાબરમતી બ્લાસ્ટ મુદ્દે મુખ્ય આરોપી રૂપેણ બારોટની પોલીસે કરી ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદના સાબરમતીમાં ગઈ કાલે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટને પાર્સલ આપી બ્લાસ્ટ કરવા મુદ્દે પોલીસે મુખ્ય આરોપી રૂપેણ બારોટની ધરપકડ કરી છે.સાથે સાથે બોમ્બ બનાવવામાં મદદ કરનાર રોહન રાવળની પણ ધરપકડ કરવામાં આવી છે,પોલીસને આરોપી પાસેથી બે તૈયાર પાર્સલ બોમ્બ મળી આવ્યા છે.આરોપી પાસેથી એક તમંચો અને 5 જીવતા કારતૂસ મળી આવ્યા છે.આ કેસમાં કુલ 4 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે અને પોલીસ તપાસ કરી રહી છે.

ફરાર બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી

ગઈકાલે બ્લાસ્ટ બાદ રૂપેણ આરોપી અને તેની સાથેનો એક આરોપી ફરાર હતો ત્યારે પોલીસે 24 કલાક પહેલા તમામ આરોપીઓની ધરપકડ કરી દેવામાં આવી છે,પોલીસને સવારે મેસેજ મળ્યો હતો કે સાબરમતી વિસ્તારમાં પાર્સમાં બ્લાસ્ટ થયો છે અને ત્યારબાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ,એટીએસ અને પોલીસની ટીમ કામે લાગી ગઈ હતી,આરોપી રૂપેણના ઘરે ગઈકાલે પોલીસે તપાસ કરતા બોમ્બ બનાવવાનો સામાન પણ મળી આવ્યો હતો.

આરોપી રૂપેણ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે

મુખ્ય આરોપી રૂપેણના ઘરેથી હથિયાર મળી આવ્યા છે જેના કારણે પોલીસ પણ ચૌંકી ઉઠી છે,આરોપી રૂપેણ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને પહેલીથી ક્રાઈમના અલગ-અલગ ગુનાઓ આરોપી આચરી ચૂકયો છે,આરોપીએ અમદાવાદમાં અને અમદાવાદ બહાર કેટલા ગુના કર્યા છે તે દિશામાં લોકલ પોલીસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી છે,પોલીસે આસપાસના લોકોના નિવેદન પણ લીધા છે,આરોપી રૂપેણ કેટલા સમયથી ફલેટમાં રહેતો હતો અને કોણ-કોણ અવર-જવર કરતુ હતુ તે દિશામાં પણ પોલીસે તપાસ કરી છે.

જાણો શું હતી સમગ્ર ઘટના

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. સાબરમતી એરિયામાં આવેલા શિવમ રો હાઉસ ખાતે એક પાર્સલમાં બેટરી બ્લાસ્ટની ઘટના બનતાં બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. પાર્સલમાં રહેલી બેટરીમાં બ્લાસ્ટ થતાં પાર્સલ રિસિવ કરનાર બળદેવભાઈના કાકાનો દીકરો અને પાર્સલ લઈને આવનાર ઘાયલ થતાં લોહી લુહાણ થયા હતા. પાર્સલ લાવનારનો હાથ ફાટી ગયો છે. જેમને તાત્કાલિક હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં પોલીસે ગૌરવ ગઢવી નામના યુવકની ધરપકડ કરી હતી.પાર્સલ રિસિવ કરતી વખતે અચાનક ધડાકાભેર બેટરી ફાટતાં મોટો બ્લાસ્ટ થયો હતો. જેના લીધે આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા.   

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0