Sarangpur કષ્ટભંજનદેવ ભોજનાલયમાં 200KWનો સોલાર પ્લાન્ટ થયો શરૂ

ગુજરાતમાં સૌથી મોટા કષ્ટભંજનદેવ ભોજનાલયમાં 200કિલો વોટના સોલર પ્લાન્ટનું ઉદ્ધાટન કેન્દ્ર સરકાર પણ ગ્રીન એનર્જી માટે સોલાર રૂફટોપ સિસ્ટમને પ્રોત્સાહન આપી રહી છે દર વર્ષે સંસ્થાને 35 થી 40 લાખનો ફાયદો થશે મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા- (સહકારીતા મંત્રી- ગુજરાત રાજ્ય), પૂજ્ય કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી- અથાણાવાળા (શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુરધામ)ના વરદ્ હસ્તે તેમજ ઈશ્વરભાઈ ધોળકિયા (ફાઉન્ડર, ગોલ્ડી સોલાર)ની ઉપસ્થિતિમાં કરાયું હતું.આ 200 કિલો વોટના સોલાર પ્લાન્ટ પર ડે 1 હજાર યુનિટ જનરેટ કરશે જેથી વર્ષે સંસ્થાને 35 થી 40 લાખનો ફાયદો થશે. મંદિરને થશે ફાયદો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પણ ગ્રીન એનર્જી માટે સોલાર રૂફટોપ સિસ્ટમને પ્રોત્સાહન આપી રહી છે. ત્યારે સ્વામિનારાયણ મંદિર-વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણા અને કોઠારી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથીગુજરાતના સૌથી મોટા કષ્ટભંજનદેવ ભોજનાલયના ટેરેસ ઉપર 200 કિલો વોટના સોલાર પ્લાન્ટનું ઉદ્ધાટન કરાયું. પીએમ સૂર્ય ઘર મુફ્ત બીજલી યોજનામાં ગુજરાતનું ૫૨% યોગદાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી તાજેતરમાં જ ભારત સરકાર દ્વારા રૂ. ૭૫,૦૦૦ કરોડ કિંમતની મહત્વકાંક્ષી “પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુફ્ત બીજલી યોજના” જાહેર કરી છે, જેનો ઉદ્દેશ્ય ૩૦૦ યુનિટ સુધી મફત વીજળી પૂરી પાડીને એક કરોડ પરિવારોને લાભ આપવાનો છે. આ યોજના હેઠળ ગુજરાતમાં કુલ ૨.૪૯ લાખથી વધુ અરજીઓ નોંધાઈ હતી. આ અરજીઓ પૈકી અત્યાર સુધીમાં કુલ ૫૩૨ મેગાવોટ ક્ષમતાની ૧.૪૫ લાખથી વધુ સોલાર રૂફ્ટોપ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે. પીએમ સૂર્ય ઘર યોજનાના અમલીકરણમાં સમગ્ર રાષ્ટ્રમાં ગુજરાત ૫૨ ટકાના યોગદાન સાથે મોખરે છે. સિંગલ વિન્ડો સિસ્ટમથી નાગરીકો આ યોજનાનો સરળતાથી લાભ લઇ રહ્યા છે. ભારત સરકારે ગુજરાત મોડલનું કર્યું પ્રસારણ અને અનુસરણ ભારત સરકારના નવીન અને નવીકરણીય ઊર્જા મંત્રાલયે ગુજરાત સરકારના પ્રયાસોને બિરદાવીને દેશના તમામ ડિસ્કોમમાં ગુજરાત મોડલનું પ્રસારણ કર્યું હતું અને પીએમ સૂર્ય ઘર મુફ્ત બીજલી યોજના દ્વારા તેનું અનુસરણ કરેલ છે. બાય ડિરેક્સનલ મીટરની ખરીદી માટેનું અદ્યતન આયોજન, ઓટો મોનિટરિંગ સિસ્ટમ, ફરિયાદ નિવારણ મિકેનિઝમ તેમજ સ્ટેટ કોર્પસ ફંડનું સુદ્રઢ આયોજન ગુજરાતને અન્યોથી વિશેષ સ્થાન આપાવે છે. ગુજરાતના નાગરીકો રૂફટોપ સોલરને મીઠો આવકાર આપીને અપનાવી રહ્યા છે અને કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવામાં પોતાનો મહત્વપૂર્ણ ફાળો આપી રહ્યા છે.

Sarangpur કષ્ટભંજનદેવ ભોજનાલયમાં 200KWનો સોલાર પ્લાન્ટ થયો શરૂ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગુજરાતમાં સૌથી મોટા કષ્ટભંજનદેવ ભોજનાલયમાં 200કિલો વોટના સોલર પ્લાન્ટનું ઉદ્ધાટન
  • કેન્દ્ર સરકાર પણ ગ્રીન એનર્જી માટે સોલાર રૂફટોપ સિસ્ટમને પ્રોત્સાહન આપી રહી છે
  • દર વર્ષે સંસ્થાને 35 થી 40 લાખનો ફાયદો થશે

મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા- (સહકારીતા મંત્રી- ગુજરાત રાજ્ય), પૂજ્ય કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી- અથાણાવાળા (શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુરધામ)ના વરદ્ હસ્તે તેમજ ઈશ્વરભાઈ ધોળકિયા (ફાઉન્ડર, ગોલ્ડી સોલાર)ની ઉપસ્થિતિમાં કરાયું હતું.આ 200 કિલો વોટના સોલાર પ્લાન્ટ પર ડે 1 હજાર યુનિટ જનરેટ કરશે જેથી વર્ષે સંસ્થાને 35 થી 40 લાખનો ફાયદો થશે.

મંદિરને થશે ફાયદો

રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પણ ગ્રીન એનર્જી માટે સોલાર રૂફટોપ સિસ્ટમને પ્રોત્સાહન આપી રહી છે. ત્યારે સ્વામિનારાયણ મંદિર-વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણા અને કોઠારી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથીગુજરાતના સૌથી મોટા કષ્ટભંજનદેવ ભોજનાલયના ટેરેસ ઉપર 200 કિલો વોટના સોલાર પ્લાન્ટનું ઉદ્ધાટન કરાયું.


પીએમ સૂર્ય ઘર મુફ્ત બીજલી યોજનામાં ગુજરાતનું ૫૨% યોગદાન

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી તાજેતરમાં જ ભારત સરકાર દ્વારા રૂ. ૭૫,૦૦૦ કરોડ કિંમતની મહત્વકાંક્ષી “પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુફ્ત બીજલી યોજના” જાહેર કરી છે, જેનો ઉદ્દેશ્ય ૩૦૦ યુનિટ સુધી મફત વીજળી પૂરી પાડીને એક કરોડ પરિવારોને લાભ આપવાનો છે. આ યોજના હેઠળ ગુજરાતમાં કુલ ૨.૪૯ લાખથી વધુ અરજીઓ નોંધાઈ હતી. આ અરજીઓ પૈકી અત્યાર સુધીમાં કુલ ૫૩૨ મેગાવોટ ક્ષમતાની ૧.૪૫ લાખથી વધુ સોલાર રૂફ્ટોપ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે. પીએમ સૂર્ય ઘર યોજનાના અમલીકરણમાં સમગ્ર રાષ્ટ્રમાં ગુજરાત ૫૨ ટકાના યોગદાન સાથે મોખરે છે. સિંગલ વિન્ડો સિસ્ટમથી નાગરીકો આ યોજનાનો સરળતાથી લાભ લઇ રહ્યા છે.


ભારત સરકારે ગુજરાત મોડલનું કર્યું પ્રસારણ અને અનુસરણ

ભારત સરકારના નવીન અને નવીકરણીય ઊર્જા મંત્રાલયે ગુજરાત સરકારના પ્રયાસોને બિરદાવીને દેશના તમામ ડિસ્કોમમાં ગુજરાત મોડલનું પ્રસારણ કર્યું હતું અને પીએમ સૂર્ય ઘર મુફ્ત બીજલી યોજના દ્વારા તેનું અનુસરણ કરેલ છે. બાય ડિરેક્સનલ મીટરની ખરીદી માટેનું અદ્યતન આયોજન, ઓટો મોનિટરિંગ સિસ્ટમ, ફરિયાદ નિવારણ મિકેનિઝમ તેમજ સ્ટેટ કોર્પસ ફંડનું સુદ્રઢ આયોજન ગુજરાતને અન્યોથી વિશેષ સ્થાન આપાવે છે. ગુજરાતના નાગરીકો રૂફટોપ સોલરને મીઠો આવકાર આપીને અપનાવી રહ્યા છે અને કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવામાં પોતાનો મહત્વપૂર્ણ ફાળો આપી રહ્યા છે.