Ahmedabadના પાલડી ચાર રસ્તા પાસે ભ્રષ્ટાચારનો પડયો મસમોટો ભૂવો

પાલડી ચાર રસ્તા પાસે પડયો ભૂવો મુખ્યમાર્ગ પર ભૂવો પડતા વાહનચાલકોને હાલાકી ભૂવાને લઈ વાહનચાલકોએ કાઢ્યો બળાપો અમદાવાદના પાલડી ચાર રસ્તા પાસે રોડ પર ભૂવો પડવાની ઘટના બની છે,વાહનચાલકોનો આક્ષેપ છે કે,દર 6 મહિને આ જગ્યા પર ભૂવો પડે છે.મુખ્ય ચાર રસ્તા પર ભૂવો પડતા વાહનચાલકોને તકલીફ પડી રહી છે,હાલ તંત્ર દ્રારા બેરીકેટ લગાવીને સંતોષ માનવામાં આવ્યો છે,ત્યારે જલદીથી આ કામગીરી શરૂ કરવામાં આવે તેવી સ્થાનિકો અને વાહનચાલકો માગ કરી રહ્યાં છે. અહીં દર 6 મહિને ભૂવા પડે છે : વાહનચાલક રોડ પરથી પસાર થતા વાહનચાલકોનું કહેવું છે કે,અહીંયા અગાઉ પણ ભૂવો પડયો હતો અને તેને પૂરી દીધો હતો પરંતુ ફરીથી આજ જગ્યાએ ભૂવો પડતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો,વાહનચાલકોનો આક્ષેપ છે કે,તંત્ર કોઈ કામગીરી કરતું નથી,બે દિવસથી આ ભૂવો પડયો છે,તેને માત્ર બેરીકેટ લગાવી સંતોષ માનવામાં આવે છે.શું તંત્ર હજી પણ કોઈ ભૂવો પડે તેની રાહ જોઈ રહ્યું છે કે શું તેની પર સવાલો ઉભા થયા છે. ટ્રાફિક જામની સર્જાય છે સમસ્યા પાલડી ચાર રસ્તા એ મુખ્ય ચાર રસ્તા છે અને આ ચાર રસ્તા પર પાલડી એએમટીએસ બસનું મોટુ સ્ટેશન પર આવેલું છે એટલે રોજની ઘણી બસો આ સ્ટેશન પર ઉભી રહે છે,આ રોડ નહેરૂબ્રિજ તેમજ જુહાપુરાને જોડતો રોડ છે એટલે વાહનોની અવર-જવર વધુ રહેતી હોય છે,મુક્ય ચાર રસ્તા હોવાથી અને ટ્રાફિક સિગ્નલ હોવાથી અહીંયા વાહનો થોભે છે જેના કારણે ટ્રાફિક જામની પણ સમસ્યા રહેતી હોય છે,આસપાસના વેપારીઓનું કહેવું છે કે,ભૂવો પડતા બેરીકેટ લગાવ્યું છે જેના કારણે અમારા ધંધા પર પણ તેની અસર જોવા મળે છે. એલિસબ્રિજ વિસ્તારમાં પડે છે ભૂવા સૌ પ્રથમ ભૂવો માણેકબાગ પાસે પડયો હતો તેને પૂરી દીધો હતો અને તેની પર કામગીરી પણ કરાઈ હતી,તો બીજો ભૂવો પાલડી ચાર રસ્તા પાસે પડયો છે,તેને લઈ હજી કોઈ કામગીરી થઈ નથી,એટલે કે એલિસબ્રિજ વિસ્તારમાં આ વખતે બે ભૂવા પડવાની ઘટના બની છે,કોર્પોરેશન દ્રારા પ્રિ-મોન્સૂનને લઈ કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે પરંતુ આ બજેટનો સરખો ઉપયોગ ના થતો હોય તેવું લાગી રહ્યું છે.  

Ahmedabadના પાલડી ચાર રસ્તા પાસે ભ્રષ્ટાચારનો પડયો મસમોટો ભૂવો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પાલડી ચાર રસ્તા પાસે પડયો ભૂવો
  • મુખ્યમાર્ગ પર ભૂવો પડતા વાહનચાલકોને હાલાકી
  • ભૂવાને લઈ વાહનચાલકોએ કાઢ્યો બળાપો

અમદાવાદના પાલડી ચાર રસ્તા પાસે રોડ પર ભૂવો પડવાની ઘટના બની છે,વાહનચાલકોનો આક્ષેપ છે કે,દર 6 મહિને આ જગ્યા પર ભૂવો પડે છે.મુખ્ય ચાર રસ્તા પર ભૂવો પડતા વાહનચાલકોને તકલીફ પડી રહી છે,હાલ તંત્ર દ્રારા બેરીકેટ લગાવીને સંતોષ માનવામાં આવ્યો છે,ત્યારે જલદીથી આ કામગીરી શરૂ કરવામાં આવે તેવી સ્થાનિકો અને વાહનચાલકો માગ કરી રહ્યાં છે.

અહીં દર 6 મહિને ભૂવા પડે છે : વાહનચાલક

રોડ પરથી પસાર થતા વાહનચાલકોનું કહેવું છે કે,અહીંયા અગાઉ પણ ભૂવો પડયો હતો અને તેને પૂરી દીધો હતો પરંતુ ફરીથી આજ જગ્યાએ ભૂવો પડતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો,વાહનચાલકોનો આક્ષેપ છે કે,તંત્ર કોઈ કામગીરી કરતું નથી,બે દિવસથી આ ભૂવો પડયો છે,તેને માત્ર બેરીકેટ લગાવી સંતોષ માનવામાં આવે છે.શું તંત્ર હજી પણ કોઈ ભૂવો પડે તેની રાહ જોઈ રહ્યું છે કે શું તેની પર સવાલો ઉભા થયા છે.

ટ્રાફિક જામની સર્જાય છે સમસ્યા

પાલડી ચાર રસ્તા એ મુખ્ય ચાર રસ્તા છે અને આ ચાર રસ્તા પર પાલડી એએમટીએસ બસનું મોટુ સ્ટેશન પર આવેલું છે એટલે રોજની ઘણી બસો આ સ્ટેશન પર ઉભી રહે છે,આ રોડ નહેરૂબ્રિજ તેમજ જુહાપુરાને જોડતો રોડ છે એટલે વાહનોની અવર-જવર વધુ રહેતી હોય છે,મુક્ય ચાર રસ્તા હોવાથી અને ટ્રાફિક સિગ્નલ હોવાથી અહીંયા વાહનો થોભે છે જેના કારણે ટ્રાફિક જામની પણ સમસ્યા રહેતી હોય છે,આસપાસના વેપારીઓનું કહેવું છે કે,ભૂવો પડતા બેરીકેટ લગાવ્યું છે જેના કારણે અમારા ધંધા પર પણ તેની અસર જોવા મળે છે.

એલિસબ્રિજ વિસ્તારમાં પડે છે ભૂવા

સૌ પ્રથમ ભૂવો માણેકબાગ પાસે પડયો હતો તેને પૂરી દીધો હતો અને તેની પર કામગીરી પણ કરાઈ હતી,તો બીજો ભૂવો પાલડી ચાર રસ્તા પાસે પડયો છે,તેને લઈ હજી કોઈ કામગીરી થઈ નથી,એટલે કે એલિસબ્રિજ વિસ્તારમાં આ વખતે બે ભૂવા પડવાની ઘટના બની છે,કોર્પોરેશન દ્રારા પ્રિ-મોન્સૂનને લઈ કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે પરંતુ આ બજેટનો સરખો ઉપયોગ ના થતો હોય તેવું લાગી રહ્યું છે.