Amreliના બગસરામાં એક કલાકમાં ત્રણ ઈંચ વરસાદ ખાબકયો,ખેડૂતોમાં જોવા મળી ખુશી,જુઓ Video

ખડાધાર, બોરાલા, ત્રાકુડા સહિતના ગામોમાં વરસાદ બોરાળા ગામના માર્ગો પર ફરી વળ્યા પાણી વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમરેલીમાં વરસાદ પડી રહ્યો છે,અમરેલી શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે,તો ગામમાંથી નદીઓની જેમ પાણી વહી રહ્યાં છે,ખેડૂતોના પાકને જીવનદાન મળ્યું છે,તો સ્થાનિકોને ગરમીમાથી રાહત મળી છે.ખેડૂતોએ પાકનું વાવેતર શરૂ કર્યું છે. ખાંભા ગીર પંથકમાં વરસાદ અમરેલી-ખાંભા ગીર પંથકમાં ચોથા દિવસે ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.ખાંભા ગીરના ગામડાઓમાં કયાંક ધીમી ધારે તો કયાંક ધોધમાર મેહુલિયો મંડાયો છે.ખાંભા ગીર પંથકના ખડાધાર બોરાળા ત્રાકૂડા સહિત ગામોમાં ધોધમાર વરસાદ ખાબકયો છે.બોરાળા ગામના રોડ રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે,તો ઊભા પાક પર કાચા સોના રૂપી વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. અમરેલીના બગસરામાં ધોધમાર વરસાદ વીજળીના કડાકા - ભડાકા સાથે ધોધમાર બગસરામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.બગસરાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે.બગસરામાં 1 કલાકમાં સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાતા બગસરાના મુખ્ય માર્ગો થયા પાણી-પાણી.સાપર, સુડાવડ, નાના મુંજયાસર,મોટા મુંજયાસર, ગોલ્ડન વિલેજ,સમઢીયાળા, કાગદડી સહિતના ગામોમાં વરસાદ થતા સ્થાનિકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.અમરેલી, રાજકોટ જવાના મુખ્ય માર્ગો પર પાણી ભરાયા છે.ધારી ગીર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ અમરેલી અને ધારી ગીર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડી રહયો છે.ધારી શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાયા છે.ગીગાસણ, દલખાણિયા, કૂબડા,શિવડ, બોરડી સહિતના ગામોમાં વરસાદ થયો છે.અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં હાળવો વરસાદ પડશે. તેમજ 24થી 27 ઓગસ્ટ ગુજરાતના અમુક વિસ્તારો માટે આફત લઈને આવશે. સુરત અને ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં 10 ઈંચ જેટલો વરસાદ થવાની શક્યતાઓ છે. ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

Amreliના બગસરામાં એક કલાકમાં ત્રણ ઈંચ વરસાદ ખાબકયો,ખેડૂતોમાં જોવા મળી ખુશી,જુઓ Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ખડાધાર, બોરાલા, ત્રાકુડા સહિતના ગામોમાં વરસાદ
  • બોરાળા ગામના માર્ગો પર ફરી વળ્યા પાણી
  • વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમરેલીમાં વરસાદ પડી રહ્યો છે,અમરેલી શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે,તો ગામમાંથી નદીઓની જેમ પાણી વહી રહ્યાં છે,ખેડૂતોના પાકને જીવનદાન મળ્યું છે,તો સ્થાનિકોને ગરમીમાથી રાહત મળી છે.ખેડૂતોએ પાકનું વાવેતર શરૂ કર્યું છે.

ખાંભા ગીર પંથકમાં વરસાદ

અમરેલી-ખાંભા ગીર પંથકમાં ચોથા દિવસે ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.ખાંભા ગીરના ગામડાઓમાં કયાંક ધીમી ધારે તો કયાંક ધોધમાર મેહુલિયો મંડાયો છે.ખાંભા ગીર પંથકના ખડાધાર બોરાળા ત્રાકૂડા સહિત ગામોમાં ધોધમાર વરસાદ ખાબકયો છે.બોરાળા ગામના રોડ રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે,તો ઊભા પાક પર કાચા સોના રૂપી વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.


અમરેલીના બગસરામાં ધોધમાર વરસાદ

વીજળીના કડાકા - ભડાકા સાથે ધોધમાર બગસરામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.બગસરાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે.બગસરામાં 1 કલાકમાં સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાતા બગસરાના મુખ્ય માર્ગો થયા પાણી-પાણી.સાપર, સુડાવડ, નાના મુંજયાસર,મોટા મુંજયાસર, ગોલ્ડન વિલેજ,સમઢીયાળા, કાગદડી સહિતના ગામોમાં વરસાદ થતા સ્થાનિકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.અમરેલી, રાજકોટ જવાના મુખ્ય માર્ગો પર પાણી ભરાયા છે.

ધારી ગીર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ

અમરેલી અને ધારી ગીર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડી રહયો છે.ધારી શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાયા છે.ગીગાસણ, દલખાણિયા, કૂબડા,શિવડ, બોરડી સહિતના ગામોમાં વરસાદ થયો છે.અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં હાળવો વરસાદ પડશે. તેમજ 24થી 27 ઓગસ્ટ ગુજરાતના અમુક વિસ્તારો માટે આફત લઈને આવશે. સુરત અને ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં 10 ઈંચ જેટલો વરસાદ થવાની શક્યતાઓ છે. ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.