Jamnagarમાં ગરબામાં યુવકો દ્રારા રચાતા મશાલ રાસે લોકોને મંત્રમુગ્ધ કર્યા
જામનગરમાં નવલા નોરતામાં પ્રાચીન ગરબીઓમાં પરંપરાગત રાસ પર ગરબે ઘૂમતી બાળાઓને નિહાળવા જનમેદની ઊમટી રહી છે. ત્યારે જામનગરમાં યુવકો દ્વારા રચાતા મશાલ રાસે લોકોને મંત્રમુગ્ધ કર્યા છે. છેલ્લા 8 દાયકાથી રમાતી આ ગરબીમાં આ અંગારા રાસ લોકોને અનેરૂ આકર્ષણ આપે છે. પૌરાણિક ગરબીની લોકપ્રિયતા અકબંધ અર્વાચીન રાસોત્સવ વચ્ચે પણ આજે પૌરાણિક ગરબીની લોકપ્રિયતા અકબંધ રહી છે. શહેરમાં રણજીતનગર પટેલ સમાજ પાસે છેલ્લાં 80 વર્ષથી થતી પટેલ યુવક ગરબી મંડળની ગરબીમાં કાઠિયાવાડી વસ્ત્રોમાં સજજ યુવાનો દ્વારા રજૂ કરવામાં આવતા રાસ-ગરબાએ ભારે આકર્ષણ જમાવ્યુ છે. ખાસ કરીને અંગારા રાસ કે જેમાં અગ્નિ વચ્ચે યુવાનો દ્વારા રજૂ કરવામાં આવતી કલા નિહાળી દર્શકો મંત્રમુગ્ધ બન્યા છે. પ્રાચીન ગરબીની વચ્ચે ગરબીના મેદાનમાં કપાસીયા છાંટીને આગ લગાડવામાં આવે છે, તેમાંથી આગ લગાડાય છે, અને ખેલૈયાએ લબકારા લાગતી આગમાં રમે છે, જે જોનાર દર્શકો મંત્ર મુગ્ધ બની જાય છે. 8 દાયકાથી યોજાતી ગરબી જામનગરના રણજીતનગરમાં પટેલ યુવક ગરબી મંડળ દ્વારા 8 દાયકાથી યોજાતી ગરબી હજુ પણ એજ જોમ જુસ્સા અને ઉત્સાહથી ઉજવવામાં આવે છે. જેમાં અનેક વડીલો વર્ષો પૂર્વે ગરબીમાં ગરબારાસ રમી ચુક્યાનો અનેરો આનંદ આજે પણ યાદ કરે છે. વર્તમાન સમયમાં આ ગરબીમાં રમનારાઓની ત્રીજી પેઢી રમી રહી છે, ત્યારે પટેલ યુવક ગરબી મંડળનું આકર્ષણ હોય તો તે છે 14 જેટલા યુવકો દ્વારા અંધારામાં રમવામાં આવતો અંગારા રાસ હાથમાં સળગતી મશાલ લઇ ગરબાનાં રંગમંચ ઉપર રમતા યુવકો ગરબી જોનારાઓને રોમાંચિત કરી મુકે છે. આ સાથે આ ગરબી મંડળ દ્વારા તલવાર રાસ, દાતરડાં રાસ, કણબી રાસ આવા અનેક પ્રકારના રાસ આજના જમાનામા અર્વાચીન ગરબાની સામે રમી પ્રાચીન રાસ રજૂ કરે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જામનગરમાં નવલા નોરતામાં પ્રાચીન ગરબીઓમાં પરંપરાગત રાસ પર ગરબે ઘૂમતી બાળાઓને નિહાળવા જનમેદની ઊમટી રહી છે. ત્યારે જામનગરમાં યુવકો દ્વારા રચાતા મશાલ રાસે લોકોને મંત્રમુગ્ધ કર્યા છે. છેલ્લા 8 દાયકાથી રમાતી આ ગરબીમાં આ અંગારા રાસ લોકોને અનેરૂ આકર્ષણ આપે છે.
પૌરાણિક ગરબીની લોકપ્રિયતા અકબંધ
અર્વાચીન રાસોત્સવ વચ્ચે પણ આજે પૌરાણિક ગરબીની લોકપ્રિયતા અકબંધ રહી છે. શહેરમાં રણજીતનગર પટેલ સમાજ પાસે છેલ્લાં 80 વર્ષથી થતી પટેલ યુવક ગરબી મંડળની ગરબીમાં કાઠિયાવાડી વસ્ત્રોમાં સજજ યુવાનો દ્વારા રજૂ કરવામાં આવતા રાસ-ગરબાએ ભારે આકર્ષણ જમાવ્યુ છે. ખાસ કરીને અંગારા રાસ કે જેમાં અગ્નિ વચ્ચે યુવાનો દ્વારા રજૂ કરવામાં આવતી કલા નિહાળી દર્શકો મંત્રમુગ્ધ બન્યા છે. પ્રાચીન ગરબીની વચ્ચે ગરબીના મેદાનમાં કપાસીયા છાંટીને આગ લગાડવામાં આવે છે, તેમાંથી આગ લગાડાય છે, અને ખેલૈયાએ લબકારા લાગતી આગમાં રમે છે, જે જોનાર દર્શકો મંત્ર મુગ્ધ બની જાય છે.
8 દાયકાથી યોજાતી ગરબી
જામનગરના રણજીતનગરમાં પટેલ યુવક ગરબી મંડળ દ્વારા 8 દાયકાથી યોજાતી ગરબી હજુ પણ એજ જોમ જુસ્સા અને ઉત્સાહથી ઉજવવામાં આવે છે. જેમાં અનેક વડીલો વર્ષો પૂર્વે ગરબીમાં ગરબારાસ રમી ચુક્યાનો અનેરો આનંદ આજે પણ યાદ કરે છે. વર્તમાન સમયમાં આ ગરબીમાં રમનારાઓની ત્રીજી પેઢી રમી રહી છે, ત્યારે પટેલ યુવક ગરબી મંડળનું આકર્ષણ હોય તો તે છે 14 જેટલા યુવકો દ્વારા અંધારામાં રમવામાં આવતો અંગારા રાસ હાથમાં સળગતી મશાલ લઇ ગરબાનાં રંગમંચ ઉપર રમતા યુવકો ગરબી જોનારાઓને રોમાંચિત કરી મુકે છે. આ સાથે આ ગરબી મંડળ દ્વારા તલવાર રાસ, દાતરડાં રાસ, કણબી રાસ આવા અનેક પ્રકારના રાસ આજના જમાનામા અર્વાચીન ગરબાની સામે રમી પ્રાચીન રાસ રજૂ કરે છે.