Ahmedabad: દિવાળીમાં ટ્રાફિક નિયમના ભંગ બદલ પોલીસ દંડ નહીં ફૂલ આપશે
દિવાળીમાં ટ્રાફિક નિયમની ભૂલ અંગે પોલીસ દંડ નહી પણ ફૂલ આપી વાહન ચાલકને સમજાવશે કે પરિવાર માટે તેના જીવનનું કેટલું મહત્વ છે. ટ્રાફિક જાગૃતિના ભાગરૂપે તા.30-10 થી 6-11 સુધી પોલીસ દ્વારા દિવાળીના તહેવારો દરમિયાન આ નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. ટ્રાફિક જાગૃતિને લઈને ટ્રાફિક નિયમો અંગેની જાણકારી આપતા પેમ્ફલેટો પણ વાહન ચાલકોને આપવાની શરૂઆત થઈ ગઈ છે.દિવાળીના તહેવાર દરમિયાન રાજ્યભરમાં ટ્રાફિક અવેરનેસના ભાગરૂપે પોલીસ દ્વારા આ નવતર અભિગમ અપનાવવાનો નિર્ણય રાજય પોલીસ વડા વિકાસ સહાય સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ લીધો છે. રાજ્યમાં ટ્રાફિક પોલીસ અલગ-અલગ માર્કેટ પ્લેસ, વિવિધ સર્કલ પર ટ્રાફિક પોલીસ દંડ બુક નહીં પણ ફૂલ અને ટ્રાફિક અવેરનેસ પેમ્ફ્લેટ લઈને ઉભી રહેશે. ટ્રાફિક નિયમ તોડતા વાહન ચાલકને અટકાવીને પોલીસ દરમિયાન ફૂલ તેમજ ટ્રાફિક જાગૃતિ પેમ્ફલેટ આપવામાં આવશે. દિવાળીના તહેવારમાં રાજ્યભરમાં વાહનોની અવર-જવર વધુ રહેતી હોવાને કારણે રાજ્યભરમાં માર્ગ સલામતી અંતર્ગત લોકોમાં મોટાપાયે જાગૃતિ ફેલાય તે હેતુથી આ સમય પસંદ કરવામાં આવ્યો છે. આ અભિગમ પાછળનો હેતુ માર્ગ અકસ્માત અને લોકોના મોતનો આંક ઘટાડવાનો છે. આ નવતર પ્રયોગ દ્વારા ટ્રાફિક નિયમ તોડનાર વાહન ચાલકને અટકાવીને પ્રથમ તો પોલીસ દ્વારા તેઓ દ્વારા નિયમ તોડવાની ભૂલને કારણે જીવનું જોખમ હોવાનું સમજાવવામાં આવશે. વ્યક્તિના જીવનનું તેના પરિવાર માટે કેટલું મહત્વ છે, તે સમજાવવામાં આવશે. વાહન ચાલકને ફૂલ તેમજ ટ્રાફિક અવેરનેસ પત્રિકા આપી ફરી ટ્રાફિક નિયમ ન તોડવા માટે વિનંતી કરવામાં આવશે. તહેવારો દરમિયાન પોલીસના આ નવતર અભિગમની શરૂઆત બુધવારથી શરૂ થઈ ગઈ છે. જે આવનાર સાત દિવસ સુધી ચાલશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દિવાળીમાં ટ્રાફિક નિયમની ભૂલ અંગે પોલીસ દંડ નહી પણ ફૂલ આપી વાહન ચાલકને સમજાવશે કે પરિવાર માટે તેના જીવનનું કેટલું મહત્વ છે. ટ્રાફિક જાગૃતિના ભાગરૂપે તા.30-10 થી 6-11 સુધી પોલીસ દ્વારા દિવાળીના તહેવારો દરમિયાન આ નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. ટ્રાફિક જાગૃતિને લઈને ટ્રાફિક નિયમો અંગેની જાણકારી આપતા પેમ્ફલેટો પણ વાહન ચાલકોને આપવાની શરૂઆત થઈ ગઈ છે.
દિવાળીના તહેવાર દરમિયાન રાજ્યભરમાં ટ્રાફિક અવેરનેસના ભાગરૂપે પોલીસ દ્વારા આ નવતર અભિગમ અપનાવવાનો નિર્ણય રાજય પોલીસ વડા વિકાસ સહાય સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ લીધો છે. રાજ્યમાં ટ્રાફિક પોલીસ અલગ-અલગ માર્કેટ પ્લેસ, વિવિધ સર્કલ પર ટ્રાફિક પોલીસ દંડ બુક નહીં પણ ફૂલ અને ટ્રાફિક અવેરનેસ પેમ્ફ્લેટ લઈને ઉભી રહેશે. ટ્રાફિક નિયમ તોડતા વાહન ચાલકને અટકાવીને પોલીસ દરમિયાન ફૂલ તેમજ ટ્રાફિક જાગૃતિ પેમ્ફલેટ આપવામાં આવશે. દિવાળીના તહેવારમાં રાજ્યભરમાં વાહનોની અવર-જવર વધુ રહેતી હોવાને કારણે રાજ્યભરમાં માર્ગ સલામતી અંતર્ગત લોકોમાં મોટાપાયે જાગૃતિ ફેલાય તે હેતુથી આ સમય પસંદ કરવામાં આવ્યો છે. આ અભિગમ પાછળનો હેતુ માર્ગ અકસ્માત અને લોકોના મોતનો આંક ઘટાડવાનો છે. આ નવતર પ્રયોગ દ્વારા ટ્રાફિક નિયમ તોડનાર વાહન ચાલકને અટકાવીને પ્રથમ તો પોલીસ દ્વારા તેઓ દ્વારા નિયમ તોડવાની ભૂલને કારણે જીવનું જોખમ હોવાનું સમજાવવામાં આવશે. વ્યક્તિના જીવનનું તેના પરિવાર માટે કેટલું મહત્વ છે, તે સમજાવવામાં આવશે. વાહન ચાલકને ફૂલ તેમજ ટ્રાફિક અવેરનેસ પત્રિકા આપી ફરી ટ્રાફિક નિયમ ન તોડવા માટે વિનંતી કરવામાં આવશે. તહેવારો દરમિયાન પોલીસના આ નવતર અભિગમની શરૂઆત બુધવારથી શરૂ થઈ ગઈ છે. જે આવનાર સાત દિવસ સુધી ચાલશે.