Mehsana: પાડાકેન્દ્ર પાસે 1 ટ્રકની પાછળ બીજી ટ્રક ઘૂસી, એકનું મોત
માર્ગ સલામતીની વાતો વચ્ચે મહેસાણા અમદાવાદ હાઇવે ચાલુ વર્ષે અનેકવાર જીવલેણ અકસ્માતોની વણઝાર વરસી છે. ત્યાં વધુ એક ટ્રક ચાલકે અકસ્માતમાં જીવ ગુમાવ્યાના અહેવાલ સામે આવ્યા છે.જેમાં પાડા કેન્દ્ર પાસે એક ટ્રક પાછળ બીજી ટ્રક ઘુસી જતા પાછળની ટ્રકના ચાલકનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. અકસ્માતની લઈ હાઇવે પર ટ્રાફ્કિ સર્જાયો હતો. જ્યારે સ્થાનિક પોલીસ અને મહેસાણા ફાયર ટીમ ઘટના સ્થળે દોડી આવી રાહત કામગીરી હાથ ધરી હતી. મહેસાણા અમદાવાદ હાઇવે પર સવારે સર્જાયેલ બે ટ્રક વચ્ચેના અકસ્માતમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હાઇવે પર પાડા કેન્દ્ર પાસેથી પસાર થતી HR 39 E 3053 નંબરની ટ્રક પાછળ આવી રહેલ MH 43 CE 3436 નંબરની ટ્રક આગળ જતી હરિયાણા પાર્સિંગની ટ્રક પાછળ અથડાઈને કેબિનમાં ઘૂસતાં ભારે અકસ્માત સર્જાયો હતો. જેમાં પાછળની ટ્રકના કેબિનનો કચ્ચરઘાણ નીકળ્યો હતો. તો ટ્રકનો ચાલક કેબિનના કાટમાળમાં જ ફ્સાઈ ગયો હતો. અકસ્માતની જાણ થતાં મહેસાણા તાલુકા પોલીસ, ફાયર બ્રિગેડ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યાં ટ્રાફ્કિ ડાયવર્ટ કરી રાહત કામગીરી હાથ ધરતા કેબિનમાં ફ્સાયેલ ટ્રક ચાલકને બહાર કઢાયો હતો. જે બાદ પોલીસે મૃતકના વાલી વારસોનો સંપર્ક કરી અકસ્માત મામલે આગળ જતી ટ્રક નં-HR 39 E 3053ના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકનું નામ રેવતરામ ગુલાબ બાપુદાન રબારી, ઉ.વ. 23, રહે. કેલું, મસુદા, રાજસ્થાન ફાયર ટીમે કેબિનમાં ફ્સાયેલ મૃતદેહ બહાર કાઢયો મહેસાણા નગરપાલિકા ફાયર કંટ્રોલ રૂમને પાડા કેન્દ્ર પાસે અકસ્માતમાં ટ્રક ચાલક કેબિનમાં ફ્સાયો હોવાની જાણ થતાં જ ફાયર ટીમ રેસ્ક્યુ માટે સ્થળ પર દોડી આવી હતી. જ્યાં અકસ્માતમાં કેબિનનો કચ્ચરઘાણ નીકળી ગયો હોઈ ભારે જહેમત બાદ દોઢ કલાકે કેબિનમાં ફ્સાયેલ ચાલકને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. જેનો કબ્જો મેળવી મહેસાણા તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
માર્ગ સલામતીની વાતો વચ્ચે મહેસાણા અમદાવાદ હાઇવે ચાલુ વર્ષે અનેકવાર જીવલેણ અકસ્માતોની વણઝાર વરસી છે. ત્યાં વધુ એક ટ્રક ચાલકે અકસ્માતમાં જીવ ગુમાવ્યાના અહેવાલ સામે આવ્યા છે.
જેમાં પાડા કેન્દ્ર પાસે એક ટ્રક પાછળ બીજી ટ્રક ઘુસી જતા પાછળની ટ્રકના ચાલકનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. અકસ્માતની લઈ હાઇવે પર ટ્રાફ્કિ સર્જાયો હતો. જ્યારે સ્થાનિક પોલીસ અને મહેસાણા ફાયર ટીમ ઘટના સ્થળે દોડી આવી રાહત કામગીરી હાથ ધરી હતી. મહેસાણા અમદાવાદ હાઇવે પર સવારે સર્જાયેલ બે ટ્રક વચ્ચેના અકસ્માતમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હાઇવે પર પાડા કેન્દ્ર પાસેથી પસાર થતી HR 39 E 3053 નંબરની ટ્રક પાછળ આવી રહેલ MH 43 CE 3436 નંબરની ટ્રક આગળ જતી હરિયાણા પાર્સિંગની ટ્રક પાછળ અથડાઈને કેબિનમાં ઘૂસતાં ભારે અકસ્માત સર્જાયો હતો. જેમાં પાછળની ટ્રકના કેબિનનો કચ્ચરઘાણ નીકળ્યો હતો. તો ટ્રકનો ચાલક કેબિનના કાટમાળમાં જ ફ્સાઈ ગયો હતો. અકસ્માતની જાણ થતાં મહેસાણા તાલુકા પોલીસ, ફાયર બ્રિગેડ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યાં ટ્રાફ્કિ ડાયવર્ટ કરી રાહત કામગીરી હાથ ધરતા કેબિનમાં ફ્સાયેલ ટ્રક ચાલકને બહાર કઢાયો હતો. જે બાદ પોલીસે મૃતકના વાલી વારસોનો સંપર્ક કરી અકસ્માત મામલે આગળ જતી ટ્રક નં-HR 39 E 3053ના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
મૃતકનું નામ
રેવતરામ ગુલાબ બાપુદાન રબારી, ઉ.વ. 23, રહે. કેલું, મસુદા, રાજસ્થાન
ફાયર ટીમે કેબિનમાં ફ્સાયેલ મૃતદેહ બહાર કાઢયો
મહેસાણા નગરપાલિકા ફાયર કંટ્રોલ રૂમને પાડા કેન્દ્ર પાસે અકસ્માતમાં ટ્રક ચાલક કેબિનમાં ફ્સાયો હોવાની જાણ થતાં જ ફાયર ટીમ રેસ્ક્યુ માટે સ્થળ પર દોડી આવી હતી. જ્યાં અકસ્માતમાં કેબિનનો કચ્ચરઘાણ નીકળી ગયો હોઈ ભારે જહેમત બાદ દોઢ કલાકે કેબિનમાં ફ્સાયેલ ચાલકને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. જેનો કબ્જો મેળવી મહેસાણા તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.