Junagadh: સિંહોનું 4 મહિનાનું મોન્સુન વેકેશન બાદ ફરી સાસણ સફારી પાર્ક શરૂ

ગુજરાતમાં સિંહોનું 4 મહિનાનું મોન્સુન વેકેશન બાદ ફરી સાસણ સફારી પાર્ક શરૂ થઇ ગઇ છે. 4 મહિના બાદ ફરીથી જુનાગઢના સાસણ ગીરમાં આજથી સિંહ દર્શન શરૂ થયુ છે. લાખોની સંખ્યામાં ફરી એકવાર પ્રવાસીઓ ઉમટી પડશે. જુનાગઢમાં આવેલું સાસણગીર એશિયાટીક સિંહોનું ઘર છે, ગુજરાતના જાણીતા નેશનલ પાર્ક સાસણ ગીર આજથી પ્રવાસીઓ માટે ખુલી ગયુ છે. ચોમાસાની સિઝન મોટાભાગના વન્યજીવો માટે સંવનનકાળ હોવાથી વન્યજીવોને ખલેલ ના પહોંચે તે માટે સાસણના જંગલમાં ચોમાસાનું ચાર માસનું વેકેશન હતુ જે આજે પુરુ થઇ રહ્યું છે. સાસણ ગીરમાં સિંહ દર્શન માટે આજે વન વિભાગના અધિકારીઓ દ્વારા પ્રવાસીઓને જીપ્સીમાં લીલી ઝંડી બતાવીને જંગલમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. પ્રથમ દિવસે પ્રવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.ઉલ્લેખનીય છે કે, ચોમાસાની સિઝન દરમિયાન જંગલના તમામ રસ્તાઓ કાચા હોવાથી મોટા પ્રમાણમાં ધોવાણ પણ થઈ જાય છે, જેથી વાહનો લઈને અવર જવર કરવી શકય નથી. પ્રવાસીઓને સિંહદર્શન માટે સાસણમાં માત્ર દેવળીયા પાર્ક જ ખુલ્લુ રાખવામાં આવે છે. અને તે પણ વરસાદ ન હોય તો જ. જો ભારે વરસાદ હોય તો દેવળીયા સફારી પાર્ક પણ બંધ કરી દેવામાં આવે છે. વેકેશનના છેલ્લા પંદર દિવસ બાકી હોવાથી સાસણમાં પ્રવાસીઓની ભીડ રહે છે. પંદર દિવસ બાદ સાસણની બજારો પણ સુમસામ થઈ જશે.

Junagadh: સિંહોનું 4 મહિનાનું મોન્સુન વેકેશન બાદ ફરી સાસણ સફારી પાર્ક શરૂ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં સિંહોનું 4 મહિનાનું મોન્સુન વેકેશન બાદ ફરી સાસણ સફારી પાર્ક શરૂ થઇ ગઇ છે. 4 મહિના બાદ ફરીથી જુનાગઢના સાસણ ગીરમાં આજથી સિંહ દર્શન શરૂ થયુ છે. લાખોની સંખ્યામાં ફરી એકવાર પ્રવાસીઓ ઉમટી પડશે.

જુનાગઢમાં આવેલું સાસણગીર એશિયાટીક સિંહોનું ઘર છે, ગુજરાતના જાણીતા નેશનલ પાર્ક સાસણ ગીર આજથી પ્રવાસીઓ માટે ખુલી ગયુ છે. ચોમાસાની સિઝન મોટાભાગના વન્યજીવો માટે સંવનનકાળ હોવાથી વન્યજીવોને ખલેલ ના પહોંચે તે માટે સાસણના જંગલમાં ચોમાસાનું ચાર માસનું વેકેશન હતુ જે આજે પુરુ થઇ રહ્યું છે. સાસણ ગીરમાં સિંહ દર્શન માટે આજે વન વિભાગના અધિકારીઓ દ્વારા પ્રવાસીઓને જીપ્સીમાં લીલી ઝંડી બતાવીને જંગલમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. પ્રથમ દિવસે પ્રવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ચોમાસાની સિઝન દરમિયાન જંગલના તમામ રસ્તાઓ કાચા હોવાથી મોટા પ્રમાણમાં ધોવાણ પણ થઈ જાય છે, જેથી વાહનો લઈને અવર જવર કરવી શકય નથી. પ્રવાસીઓને સિંહદર્શન માટે સાસણમાં માત્ર દેવળીયા પાર્ક જ ખુલ્લુ રાખવામાં આવે છે. અને તે પણ વરસાદ ન હોય તો જ. જો ભારે વરસાદ હોય તો દેવળીયા સફારી પાર્ક પણ બંધ કરી દેવામાં આવે છે. વેકેશનના છેલ્લા પંદર દિવસ બાકી હોવાથી સાસણમાં પ્રવાસીઓની ભીડ રહે છે. પંદર દિવસ બાદ સાસણની બજારો પણ સુમસામ થઈ જશે.