૧૨ વર્ષના લાંબા સમય પછી અમદાવાદમાં વૃક્ષોની જાત, વય લોકેશન સાથે ગણતરી કરવા નિર્ણય

        અમદાવાદ,શુક્રવાર,16 ઓગસ્ટ,2024અમદાવાદમાં ૧૨ વર્ષના લાંબા સમય પછી વિવિધ વિસ્તારમાં આવેલા વૃક્ષોની જાત,વય,લોકેશન સાથે ગણતરી કરવા રિક્રીએશન કમિટીએ મંજૂરી આપી છે. પ્રતિ વૃક્ષ રુપિયા આઠ ગણતરી કરનારી એજન્સીને ચૂકવવામાં આવશે.વર્ષ ૨૦૧૨ માં શહેરમાં વૃક્ષ ગણતરી કરાઈ હતી. એ સમયે શહેરમાં ૬.૧૮ લાખ વૃક્ષ હતા.ગ્રીન કવર એરિયા ૪.૬૬ ટકા હતો.શહેરના સાત ઝોનમાં આવેલા વૃક્ષોની જી.આઈ.એસ.,જી.પી.એસ. બેઝ આધારીત ગણતરી કરવા મ્યુનિ.ના ગાર્ડન વિભાગ તરફથી રીકવેસ્ટ ફોર પ્રપોઝલ મંગાવવામાં આવી હતી.લોએસ્ટ-વન તરીકે સાર આઈટી રીસોર્સ પ્રા.લી. આવતા આ એજન્સીને શહેરમાં વૃક્ષ ગણતરીની કામગીરી સોંપવામાં આવી છે.કમિટી ચેરમેન જયેશ ત્રિવેદીએ કહયુ, વૃક્ષ ગણતરી માટે છ મહિનાની સમય મર્યાદા નકકી કરવામાં આવી છે. વૃક્ષ ગણતરીની કામગીરીમાં વૃક્ષની જાત ઉપરાંત તેના થડનો ડાયામીટર કેટલો છે એ ઉપરાંત તે કેટલા અંક્ષાશ અને રેખાંશ ઉપર આવેલુ છે.તેના ઔષધીય ઉપયોગ તેમજ વિશેષતાનો પણ સર્વેમાં સમાવેશ કરવામાં આવ્યો છે.વૃક્ષની ગણતરી સમયે એક યુનિક નંબર આપવામાં આવશે.દુલર્ભ પ્રકારના વૃક્ષોની અલાયદી વિગત એકત્ર કરવામાં આવશે.મ્યુનિ.ના ડીરેકટર પાર્કસ એન્ડ ગાર્ડન જિજ્ઞોશ પટેલે કહયુ,હાલમાં અમદાવાદનો ગ્રીન કવર એરિયા ૧૨ ટકા આસપાસ છે.જો કે ચોકકસ વૃક્ષ કેટલા છે એ ગણતરી પછી ખબર પડી શકશે.ચાર વર્ષમાં ૨૨ લાખથી વધુ વૃક્ષ કરમાઈ ગયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગ તરફથી છ મહિના અગાઉ એક રીપોર્ટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સુપ્રત કરાયો હતો. આ રીપોર્ટ મુજબ,છેલ્લા ચાર વર્ષમાં મ્યુનિ.ના ગાર્ડન વિભાગ તરફથી શહેરમાં ૫૫ લાખ જેટલા રોપાં-વૃક્ષ વાવવામાં આવ્યા હતા. આ પૈકી ૨૨.૧૫ લાખ વૃક્ષ કરમાઈ ગયા હતા.

૧૨ વર્ષના લાંબા સમય પછી અમદાવાદમાં વૃક્ષોની જાત, વય લોકેશન સાથે  ગણતરી કરવા નિર્ણય

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

     

  અમદાવાદ,શુક્રવાર,16 ઓગસ્ટ,2024

અમદાવાદમાં ૧૨ વર્ષના લાંબા સમય પછી વિવિધ વિસ્તારમાં આવેલા વૃક્ષોની જાત,વય,લોકેશન સાથે ગણતરી કરવા રિક્રીએશન કમિટીએ મંજૂરી આપી છે. પ્રતિ વૃક્ષ રુપિયા આઠ ગણતરી કરનારી એજન્સીને ચૂકવવામાં આવશે.વર્ષ ૨૦૧૨ માં શહેરમાં વૃક્ષ ગણતરી કરાઈ હતી. એ સમયે શહેરમાં ૬.૧૮ લાખ વૃક્ષ હતા.ગ્રીન કવર એરિયા ૪.૬૬ ટકા હતો.

શહેરના સાત ઝોનમાં આવેલા વૃક્ષોની જી.આઈ.એસ.,જી.પી.એસ. બેઝ આધારીત ગણતરી કરવા મ્યુનિ.ના ગાર્ડન વિભાગ તરફથી રીકવેસ્ટ ફોર પ્રપોઝલ મંગાવવામાં આવી હતી.લોએસ્ટ-વન તરીકે સાર આઈટી રીસોર્સ પ્રા.લી. આવતા આ એજન્સીને શહેરમાં વૃક્ષ ગણતરીની કામગીરી સોંપવામાં આવી છે.કમિટી ચેરમેન જયેશ ત્રિવેદીએ કહયુ, વૃક્ષ ગણતરી માટે છ મહિનાની સમય મર્યાદા નકકી કરવામાં આવી છે. વૃક્ષ ગણતરીની કામગીરીમાં વૃક્ષની જાત ઉપરાંત તેના થડનો ડાયામીટર કેટલો છે એ ઉપરાંત તે કેટલા અંક્ષાશ અને રેખાંશ ઉપર આવેલુ છે.તેના ઔષધીય ઉપયોગ તેમજ વિશેષતાનો પણ સર્વેમાં સમાવેશ કરવામાં આવ્યો છે.વૃક્ષની ગણતરી સમયે એક યુનિક નંબર આપવામાં આવશે.દુલર્ભ પ્રકારના વૃક્ષોની અલાયદી વિગત એકત્ર કરવામાં આવશે.મ્યુનિ.ના ડીરેકટર પાર્કસ એન્ડ ગાર્ડન જિજ્ઞોશ પટેલે કહયુ,હાલમાં અમદાવાદનો ગ્રીન કવર એરિયા ૧૨ ટકા આસપાસ છે.જો કે ચોકકસ વૃક્ષ કેટલા છે એ ગણતરી પછી ખબર પડી શકશે.

ચાર વર્ષમાં ૨૨ લાખથી વધુ વૃક્ષ કરમાઈ ગયા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગ તરફથી છ મહિના અગાઉ એક રીપોર્ટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સુપ્રત કરાયો હતો. આ રીપોર્ટ મુજબ,છેલ્લા ચાર વર્ષમાં મ્યુનિ.ના ગાર્ડન વિભાગ તરફથી શહેરમાં ૫૫ લાખ જેટલા રોપાં-વૃક્ષ વાવવામાં આવ્યા હતા. આ પૈકી ૨૨.૧૫ લાખ વૃક્ષ કરમાઈ ગયા હતા.