ડેપ્યુટી મેયરના ઉદ્ધત વર્તન બાદ મ્યુનિ.ના TPO નું રાજીનામુ

        અમદાવાદ,શુક્રવાર,16 ઓગસ્ટ,2024અમદાવાદના ચાંદલોડીયામાં આવેલી દેવમંદિર સોસાયટીમાં રહેતા એક વ્યકિતના પ્લાન મ્યુનિ.માં કોન્ટ્રાકટ ઉપર ફરજ બજાવતા ટાઉન પ્લાનિંગ ઓફિસર દ્વારા મંજુર કરાયા હતા. આ બાબતની જાણ થતાં ડેપ્યુટી મેયર જતીન પટેલ અને ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન પ્રિતિશ મહેતાને જાણ થતાં તેઓ આ અધિકારીની કચેરીમાં પહોંચી ગયા હતા.ત્યાં હાજર એવા વિભાગના અધિકારીઓ અને અન્ય સ્ટાફની હાજરીમાં અપશબ્દો બોલી ઉદ્ધત વર્તન કર્યા બાદ ટાઉન પ્લાનિંગ ઓફિસરે તેમનું રાજીનામુ મ્યુનિસિપલ કમિશનરને આપી દીધુ હતુ.જો કે હજુ સુધી આ રાજીનામાનો સ્વીકાર કરાયો નથી.આ ઘટનાથી મ્યુનિ.તંત્રમાં સોંપો પડી ગયો છે.આ અંગે મળતી માહિતી મુજબ, ચાંદલોડીયામાં ૪૦ વર્ષ જુની દેવમંદિર સોસાયટી આવેલી છે. આ સોસાયટીમા રહેતા આમ આદમી પાર્ટીના એક કાર્યકર અમીત પંચાલ  દ્વારા તેનુ મકાન તોડી નવુ બનાવવા માટે પ્લાન મંજુરી માટે મુકયા હતા. આ પ્લાન મ્યુનિ.ના બિલ્ડિંગ પ્લાન સ્ક્રુટીની પુલ દ્વારા મંજુર કરવામાં આવ્યા હતા. આ બાબતને લઈ ડેપ્યુટી મેયર જતીન પટેલ અને ટાઉનપ્લાનિંગ કમિટીના ચેરમેન પ્રિતિશ મહેતા કોન્ટ્રાકટ ઉપર ફરજ બજાવી રહેલા રાજેશ પટેલની  મીઠાખળી ઓફિસ ખાતે પહોંચ્યા હતા. આ સમયે તેઓ ઓફિસમાં હાજર નહીં હોવાથી વિભાગના અન્ય અધિકારીઓને કયાં ગયા તમારા સાહેબ, બોલાવો એમને અમને પુછયા વગર પ્લાન કેવી મંજુર કરી શકે એમ કહેતા અધિકારીઓ પૈકી કોઈકે ફોન કરી ટાઉન પ્લાનિંગ ઓફિસરને બોલાવ્યા હતા. બાદમાં ઉગ્ર શાબ્દીક તડાફડી થઈ હતી. આ ઘટના પછી તરત જ ટાઉન પ્લાનિંગ ઓફિસરે તેમનું રાજીનામુ મ્યુનિસિપલ કમિશનરને આપી દીધુ હતુ.ડેપ્યુટી મેયરના કહેવા મુજબ, ૧૩ મે-૨૪ના રોજ ઝેરોક્ષ ઉપર પ્લાન પાસ થઈ શકે કે કેમ? એ અંગે જાણવા તેમણે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો હતો.પરંતુ કોઈ જવાબ આપવામાં આવ્યો નહોતો. ૬ ઓગસ્ટ-૨૪ના દિવસે બિલ્ડિંગ પ્લાન સ્ક્રુટીની પુલની ઓફિસ ખાતે થયેલી ઉગ્ર બોલાચાલી બાદ અરજદારને આપવામા આવેલી રજા ચિઠ્ઠી  તંત્રે રદ કરી દીધી હતી.સોસાયટીની જગ્યા દબાવી હોવાછતાં પ્લાન મંજુર કરાયા હતા  સમગ્ર ઘટનાક્રમ અંગે ડેપ્યુટી મેયર જતીન પટેલે કહયુ, પ્રોપર્ટી કાર્ડ મુજબ, બિલ્ટઅપ એરીયા ૬૯.૩ ચોરસમીટર છે.જયારે અજદારે ૧૮૯ ચોરસમીટર બતાવ્યો છે. પ્લાન મંજુર કરાયા એમાં પણ વિસંગતતા જોવા મળી છે. પહેલા હીયરીંગમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર રીમાર્કસમાં પ્લોટ બાઉન્ડ્રી સુસંગત નહીં હોવાનુ જણાવે છે. બીજા હીયરીંગમાં કરવામાં આવેલા પુરક હુકમમાં મહદઅંશે મળતુ આવે છે એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મહદ અંશે કેવી રીતે કહી શકાય.તંત્રે પ્રોપર્ટી કાર્ડમાં દર્શાવેલા ક્ષેત્રફળ માપને અનુસરવુ જોઈએ. આ પ્લાન મંજુર કરવા સામે સોસાયટીનો પણ વિરોધ હોવાનું ડેપ્યુટી મેયરનુ કહેવુ છે. ડેપ્યુટી મેયરના કહેવા મુજબ, સોસાયટીની જગ્યા અરજદારે દબાવી હોવા છતાં પ્લાન મંજુર કરાયા હતા. તેમણે અપશબ્દો બોલ્યા હોવાનુ સ્વીકારતા કહયુ, પ્રિતિશ જોડે હતો એટલે કંટ્રોલ થઈ શકયો.

ડેપ્યુટી મેયરના ઉદ્ધત વર્તન બાદ મ્યુનિ.ના TPO નું રાજીનામુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

     

  અમદાવાદ,શુક્રવાર,16 ઓગસ્ટ,2024

અમદાવાદના ચાંદલોડીયામાં આવેલી દેવમંદિર સોસાયટીમાં રહેતા એક વ્યકિતના પ્લાન મ્યુનિ.માં કોન્ટ્રાકટ ઉપર ફરજ બજાવતા ટાઉન પ્લાનિંગ ઓફિસર દ્વારા મંજુર કરાયા હતા. આ બાબતની જાણ થતાં ડેપ્યુટી મેયર જતીન પટેલ અને ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન પ્રિતિશ મહેતાને જાણ થતાં તેઓ આ અધિકારીની કચેરીમાં પહોંચી ગયા હતા.ત્યાં હાજર એવા વિભાગના અધિકારીઓ અને અન્ય સ્ટાફની હાજરીમાં અપશબ્દો બોલી ઉદ્ધત વર્તન કર્યા બાદ ટાઉન પ્લાનિંગ ઓફિસરે તેમનું રાજીનામુ મ્યુનિસિપલ કમિશનરને આપી દીધુ હતુ.જો કે હજુ સુધી આ રાજીનામાનો સ્વીકાર કરાયો નથી.આ ઘટનાથી મ્યુનિ.તંત્રમાં સોંપો પડી ગયો છે.

આ અંગે મળતી માહિતી મુજબ, ચાંદલોડીયામાં ૪૦ વર્ષ જુની દેવમંદિર સોસાયટી આવેલી છે. આ સોસાયટીમા રહેતા આમ આદમી પાર્ટીના એક કાર્યકર અમીત પંચાલ  દ્વારા તેનુ મકાન તોડી નવુ બનાવવા માટે પ્લાન મંજુરી માટે મુકયા હતા. આ પ્લાન મ્યુનિ.ના બિલ્ડિંગ પ્લાન સ્ક્રુટીની પુલ દ્વારા મંજુર કરવામાં આવ્યા હતા. આ બાબતને લઈ ડેપ્યુટી મેયર જતીન પટેલ અને ટાઉનપ્લાનિંગ કમિટીના ચેરમેન પ્રિતિશ મહેતા કોન્ટ્રાકટ ઉપર ફરજ બજાવી રહેલા રાજેશ પટેલની  મીઠાખળી ઓફિસ ખાતે પહોંચ્યા હતા. આ સમયે તેઓ ઓફિસમાં હાજર નહીં હોવાથી વિભાગના અન્ય અધિકારીઓને કયાં ગયા તમારા સાહેબ, બોલાવો એમને અમને પુછયા વગર પ્લાન કેવી મંજુર કરી શકે એમ કહેતા અધિકારીઓ પૈકી કોઈકે ફોન કરી ટાઉન પ્લાનિંગ ઓફિસરને બોલાવ્યા હતા. બાદમાં ઉગ્ર શાબ્દીક તડાફડી થઈ હતી. આ ઘટના પછી તરત જ ટાઉન પ્લાનિંગ ઓફિસરે તેમનું રાજીનામુ મ્યુનિસિપલ કમિશનરને આપી દીધુ હતુ.ડેપ્યુટી મેયરના કહેવા મુજબ, ૧૩ મે-૨૪ના રોજ ઝેરોક્ષ ઉપર પ્લાન પાસ થઈ શકે કે કેમ? એ અંગે જાણવા તેમણે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો હતો.પરંતુ કોઈ જવાબ આપવામાં આવ્યો નહોતો. ૬ ઓગસ્ટ-૨૪ના દિવસે બિલ્ડિંગ પ્લાન સ્ક્રુટીની પુલની ઓફિસ ખાતે થયેલી ઉગ્ર બોલાચાલી બાદ અરજદારને આપવામા આવેલી રજા ચિઠ્ઠી  તંત્રે રદ કરી દીધી હતી.

સોસાયટીની જગ્યા દબાવી હોવાછતાં પ્લાન મંજુર કરાયા હતા

 સમગ્ર ઘટનાક્રમ અંગે ડેપ્યુટી મેયર જતીન પટેલે કહયુ, પ્રોપર્ટી કાર્ડ મુજબ, બિલ્ટઅપ એરીયા ૬૯.૩ ચોરસમીટર છે.જયારે અજદારે ૧૮૯ ચોરસમીટર બતાવ્યો છે. પ્લાન મંજુર કરાયા એમાં પણ વિસંગતતા જોવા મળી છે. પહેલા હીયરીંગમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર રીમાર્કસમાં પ્લોટ બાઉન્ડ્રી સુસંગત નહીં હોવાનુ જણાવે છે. બીજા હીયરીંગમાં કરવામાં આવેલા પુરક હુકમમાં મહદઅંશે મળતુ આવે છે એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મહદ અંશે કેવી રીતે કહી શકાય.તંત્રે પ્રોપર્ટી કાર્ડમાં દર્શાવેલા ક્ષેત્રફળ માપને અનુસરવુ જોઈએ. આ પ્લાન મંજુર કરવા સામે સોસાયટીનો પણ વિરોધ હોવાનું ડેપ્યુટી મેયરનુ કહેવુ છે. ડેપ્યુટી મેયરના કહેવા મુજબ, સોસાયટીની જગ્યા અરજદારે દબાવી હોવા છતાં પ્લાન મંજુર કરાયા હતા. તેમણે અપશબ્દો બોલ્યા હોવાનુ સ્વીકારતા કહયુ, પ્રિતિશ જોડે હતો એટલે કંટ્રોલ થઈ શકયો.