GST વિભાગે 3.53 કરોડની કરચોરી ઝડપી, અમદાવાદ, ડાંગ, નડિયાદમાં કરાયું સર્ચ
GST વિભાગે 3.53 કરોડની B2C વેપારીઓ પાસેથી ઝડપાઇ કરચોરી ઝડપી છે. અમદાવાદ, ડાંગ, નડિયાદમાં 7 વેપારીઓના ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. ઇન્વૉઇસ વિના માલ વેચી કરચોરી કરતા હોવાનું ખુલ્યું છે. જેમાં અમદાવાદમાં 2 બેટરી ડીલર, ડાંગમાં 4 તમાકુ ડીલર અને નડિયાદમાં એક સલૂનમાં સર્ચ કરાયું હતું.ગુજરાત રાજ્ય અને રાજય બહારની બોગસ પેઢીઓ પાસેથી ખોટી વેરાશાખ મેળવી ભરવાપાત્ર વેરાની રકમ સામે વેરાશાખ મજરે મેળવી ખૂબ ઓછો વેરો સરકારી તિજોરીમાં જમા કરાવી સરકારની મોટી રકમનું નાણાકીય નુકસાન પહોંચાડવામાં આવે છે. વિભાગ દ્વારા ઉંડાણપૂર્વક તપાસો હાથ ધરી ઘણી બધી પેઢીઓ શોધી કાઢી છે. આવી પેઢીઓ ઓપરેટ કરતાં ઓપરેટરોને શોધી તેઓની સામે ધરપકડ સહિતની કડક હાથે કાર્યવાહી કરવામાં આવી છે.સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા બોગસ બિલિંગ દ્વારા થતી કરચોરીના કેસોમાં કાર્યવાહીની ઝુંબેશ ચાલી રહી છે. જે અંતર્ગત GST વિભાગે બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે અને સ્ટેટ GST વિભાગે B2C ( બિઝનેસ ટુ કસ્ટમર) સેક્ટરના વેપારીઓ પાસેથી 3.53 કરોડની કરચોરી ઝડપી પાડી છે. ઇન્વૉઇસ વિના માલ વેચતા વેપારીઓ પર હાથ ધરાયેલા સર્ચમાં કરચોરી ઝડપાઈ છે. જેમાં ખાસ કરીને અમદાવાદ, ડાંગ, નડિયાદમાં કુલ 7 વેપારીઓના ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. અમદાવાદમાં 2 બેટરી ડીલર, ડાંગમાં 4 તમાકુ ડીલર અને નડિયાદમાં એક સલૂનમાં GST વિભાગે દરોડા પાડ્યા હતા. વેપારીઓ બિલ વિના વેચાણ કરી તેમજ મૂળ વેચાણના આંકડા છુપાવીને કરચોરી કરતા હોવાનું સામે આવ્યું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
GST વિભાગે 3.53 કરોડની B2C વેપારીઓ પાસેથી ઝડપાઇ કરચોરી ઝડપી છે. અમદાવાદ, ડાંગ, નડિયાદમાં 7 વેપારીઓના ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. ઇન્વૉઇસ વિના માલ વેચી કરચોરી કરતા હોવાનું ખુલ્યું છે. જેમાં અમદાવાદમાં 2 બેટરી ડીલર, ડાંગમાં 4 તમાકુ ડીલર અને નડિયાદમાં એક સલૂનમાં સર્ચ કરાયું હતું.
ગુજરાત રાજ્ય અને રાજય બહારની બોગસ પેઢીઓ પાસેથી ખોટી વેરાશાખ મેળવી ભરવાપાત્ર વેરાની રકમ સામે વેરાશાખ મજરે મેળવી ખૂબ ઓછો વેરો સરકારી તિજોરીમાં જમા કરાવી સરકારની મોટી રકમનું નાણાકીય નુકસાન પહોંચાડવામાં આવે છે. વિભાગ દ્વારા ઉંડાણપૂર્વક તપાસો હાથ ધરી ઘણી બધી પેઢીઓ શોધી કાઢી છે. આવી પેઢીઓ ઓપરેટ કરતાં ઓપરેટરોને શોધી તેઓની સામે ધરપકડ સહિતની કડક હાથે કાર્યવાહી કરવામાં આવી છે.
સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા બોગસ બિલિંગ દ્વારા થતી કરચોરીના કેસોમાં કાર્યવાહીની ઝુંબેશ ચાલી રહી છે. જે અંતર્ગત GST વિભાગે બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે અને સ્ટેટ GST વિભાગે B2C ( બિઝનેસ ટુ કસ્ટમર) સેક્ટરના વેપારીઓ પાસેથી 3.53 કરોડની કરચોરી ઝડપી પાડી છે. ઇન્વૉઇસ વિના માલ વેચતા વેપારીઓ પર હાથ ધરાયેલા સર્ચમાં કરચોરી ઝડપાઈ છે. જેમાં ખાસ કરીને અમદાવાદ, ડાંગ, નડિયાદમાં કુલ 7 વેપારીઓના ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. અમદાવાદમાં 2 બેટરી ડીલર, ડાંગમાં 4 તમાકુ ડીલર અને નડિયાદમાં એક સલૂનમાં GST વિભાગે દરોડા પાડ્યા હતા. વેપારીઓ બિલ વિના વેચાણ કરી તેમજ મૂળ વેચાણના આંકડા છુપાવીને કરચોરી કરતા હોવાનું સામે આવ્યું છે.