Ahmedabad: મિત્રની મદદ કરવા ગયેલા યુવકની કરપીણ હત્યા, 2 આરોપીની ધરપકડ

અમદાવાદમાં અનૈતિક સંબંધના ઝઘડામાં હત્યાની ઘટના બની છે. મિત્રની મદદ કરવા ગયેલા યુવકની કરપીણ હત્યા કરવામાં આવી છે. ત્યારે આ મામલે શાહીબાગ પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે. ત્યારે કોણ છે આ આરોપી અને શું હતી સમગ્ર ઘટના વાંચો આ અહેવાલમાં.4 લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો, 2 આરોપીની ધરપકડ હાલમાં બંને આરોપી મનીષ પટ્ટણી અને ગડુ પટ્ટણીની પોલીસે ધરપકડ કરી છે. જેમણે મુકેશ પટ્ટણી નામના યુવકને છરીના ઘા ઝીંકી હત્યા કરી છે. ઘટનાની વાત કરીએ તો 6 ઓક્ટોબરના રોજ મેઘાણીનગર વિસ્તારમાં મનીષ પટ્ટણી અને તેના કૌટુંબિકજનોએ આકાશ પટ્ટણી નામના યુવક સાથે ઝઘડાની અદાવતમાં હુમલો કર્યો હતો. આકાશ ઈજાગ્રસ્ત થતાં તેના બે મિત્રો મૃતક મુકેશ પટ્ટણી અને રાહુલ પટ્ટણી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યારે મનીષ પટ્ટણી તેના કુટુંબીજનો સાથે હોસ્પિટલ પહોંચી ગયો હતો અને મુકેશને આકાશની મદદ કરવાની અદાવત રાખી છરીના ઘી ઝીંકી હત્યા કરી દીધી હતી. શાહીબાગ પોલીસે મનીષ પટ્ટણી સહિત 4 લોકો વિરુદ્ધ ગુનો નોંધી 2 આરોપી ધરપકડ કરી છે. મનીષ પટ્ટણીની પત્ની રેખા અને આકાશ પટ્ટણી વચ્ચે પ્રેમ સંબંધ ચાલતો હતો પોલીસ તપાસમાં સામે આવ્યું કે મનીષ પટ્ટણીની પત્ની રેખા અને આકાશ પટ્ટણી વચ્ચે પ્રેમ સંબંધ ચાલતો હતો. આ અનૈતિક સંબંધની જાણ મનીષને થતાં તેણે આકાશને સબક શીખવાડવાનું નક્કી કર્યું હતું. તે પોતાના કુટુંબીજનો સાથે આકાશના ઘર નજીક મેઘાણીનગરના ચંદન નગર પહોંચ્યા હતા. આકાશ ત્યાંથી પસાર થતા તેની પર હુમલો કર્યો હતો આ દરમિયાન આકાશના મિત્રો રાહુલ અને મુકેશે તેને બચાવીને હોસ્પિટલ ખસેડ્યો હતો. અન્ય 2 આરોપીઓને પકડવા પોલીસે તપાસ હાથ ધરી જેની અદાવત રાખીને મનીષે રાહુલ અને મુકેશની હત્યા કરવા છરીથી હુમલો કર્યો હતો. જેમાં મુકેશનું મોત નિપજ્યું હતું અને રાહુલ અન્ય મિત્રો સાથે ફોર વ્હીલર ગાડીમાં બેસીને પોતાના બચાવ માટે નીકળી ગયો હતો. તેથી તે બચી ગયો હતો. આ ઘટનાને લઈ રાહુલ પટ્ટણીની ફરિયાદને લઈને વધુ તપાસ શરૂ કરી છે. શાહીબાગ પોલીસે બે આરોપી ધરપકડ કરી અન્ય બે વોન્ટેડ આરોપી નાનું ઉર્ફે શેરવાલો અને અજય ઉર્ફે તલ્લીને પકડવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે હત્યાને લઈ અન્ય કોઈ કારણ છે કે કેમ તેને લઈ તપાસ શરૂ કરી છે.

Ahmedabad: મિત્રની મદદ કરવા ગયેલા યુવકની કરપીણ હત્યા, 2 આરોપીની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં અનૈતિક સંબંધના ઝઘડામાં હત્યાની ઘટના બની છે. મિત્રની મદદ કરવા ગયેલા યુવકની કરપીણ હત્યા કરવામાં આવી છે. ત્યારે આ મામલે શાહીબાગ પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે. ત્યારે કોણ છે આ આરોપી અને શું હતી સમગ્ર ઘટના વાંચો આ અહેવાલમાં.

4 લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો, 2 આરોપીની ધરપકડ

હાલમાં બંને આરોપી મનીષ પટ્ટણી અને ગડુ પટ્ટણીની પોલીસે ધરપકડ કરી છે. જેમણે મુકેશ પટ્ટણી નામના યુવકને છરીના ઘા ઝીંકી હત્યા કરી છે. ઘટનાની વાત કરીએ તો 6 ઓક્ટોબરના રોજ મેઘાણીનગર વિસ્તારમાં મનીષ પટ્ટણી અને તેના કૌટુંબિકજનોએ આકાશ પટ્ટણી નામના યુવક સાથે ઝઘડાની અદાવતમાં હુમલો કર્યો હતો. આકાશ ઈજાગ્રસ્ત થતાં તેના બે મિત્રો મૃતક મુકેશ પટ્ટણી અને રાહુલ પટ્ટણી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યારે મનીષ પટ્ટણી તેના કુટુંબીજનો સાથે હોસ્પિટલ પહોંચી ગયો હતો અને મુકેશને આકાશની મદદ કરવાની અદાવત રાખી છરીના ઘી ઝીંકી હત્યા કરી દીધી હતી. શાહીબાગ પોલીસે મનીષ પટ્ટણી સહિત 4 લોકો વિરુદ્ધ ગુનો નોંધી 2 આરોપી ધરપકડ કરી છે.

મનીષ પટ્ટણીની પત્ની રેખા અને આકાશ પટ્ટણી વચ્ચે પ્રેમ સંબંધ ચાલતો હતો

પોલીસ તપાસમાં સામે આવ્યું કે મનીષ પટ્ટણીની પત્ની રેખા અને આકાશ પટ્ટણી વચ્ચે પ્રેમ સંબંધ ચાલતો હતો. આ અનૈતિક સંબંધની જાણ મનીષને થતાં તેણે આકાશને સબક શીખવાડવાનું નક્કી કર્યું હતું. તે પોતાના કુટુંબીજનો સાથે આકાશના ઘર નજીક મેઘાણીનગરના ચંદન નગર પહોંચ્યા હતા. આકાશ ત્યાંથી પસાર થતા તેની પર હુમલો કર્યો હતો આ દરમિયાન આકાશના મિત્રો રાહુલ અને મુકેશે તેને બચાવીને હોસ્પિટલ ખસેડ્યો હતો.

અન્ય 2 આરોપીઓને પકડવા પોલીસે તપાસ હાથ ધરી

જેની અદાવત રાખીને મનીષે રાહુલ અને મુકેશની હત્યા કરવા છરીથી હુમલો કર્યો હતો. જેમાં મુકેશનું મોત નિપજ્યું હતું અને રાહુલ અન્ય મિત્રો સાથે ફોર વ્હીલર ગાડીમાં બેસીને પોતાના બચાવ માટે નીકળી ગયો હતો. તેથી તે બચી ગયો હતો. આ ઘટનાને લઈ રાહુલ પટ્ટણીની ફરિયાદને લઈને વધુ તપાસ શરૂ કરી છે. શાહીબાગ પોલીસે બે આરોપી ધરપકડ કરી અન્ય બે વોન્ટેડ આરોપી નાનું ઉર્ફે શેરવાલો અને અજય ઉર્ફે તલ્લીને પકડવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે હત્યાને લઈ અન્ય કોઈ કારણ છે કે કેમ તેને લઈ તપાસ શરૂ કરી છે.