Rajkot : અપ્રમાણસર મિલકતના ગુનામાં મનસુખ સાગઠીયા સામે ACBએ ચાર્જશીટ ફાઈલ કરી
16 હજારથી પણ વધુ પાનાની ચાર્જશીટ ACBએ કોર્ટમાં ફાઈલ કરી 8 બેંકમાં 37 ખાતાની તપાસ કરવામાં આવી 78 સાહેદોના નિવેદનો નોંધવામાં આવ્યા પૂર્વ TPO મનસુખ સાગઠિયાની મુશ્કેલીમાં વધારો થયો છે.કોર્ટમાં અપ્રમાણસર મિલકતના ગુનામાં એસીબીએ 16 હજારથી વધુ પાનાની ચાર્જશીટ ફાઈલ કરી છે,સાથે સાથે 8 બેંકમાં 37 ખાતાની તપાસ કરવામાં આવી છે,અને 78 સાહેદોના નિવેદનો નોંધવામાં આવ્યા છે.85 દસ્તાવેજોને પણ ચાર્જશીટમાં જોડવામાં આવ્યા અને તપાસ દરમિયાન આવક કરતાં 410 ટકા વધુ સંપત્તિ મળી આવી છે.અપ્રમાણસર મિલકતના ગુનામાં સાગઠીયા સામે ચાર્જશીટ ફાઈલ ટીઆરપી ગેમઝોનમાં સર્જાયેલ અગ્નિકાંડના પડઘા સમગ્ર દેશમાં પડયા હતા,આ દરમિયાન ફરજ પર બેદરકારી દાખવનાર અને ભ્રષ્ટાચાર કરનાર પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠીયા સામે અલગ-અલગ ગુના નોંધાયા છે,એસીબીએ મિલકતને લઈ તપાસ કરી છે જેમાં મનસુખ સાગઠીયા પાસે 28 કરોડની અપ્રમાણસર મિલકત મળી આવતા એસીબી પણ ચૌંકી ઉઠી હતી,સમગ્ર કાંડને લઈ એસીબીએ કોર્ટમાં ચાર્જશીટ પણ દાખલ કરી છે,જેના કારણે કોર્ટ ચાર્જશીટ પ્રમાણે આગળ વધશે. સાગઠીયાઓ પરિવારના નામે મિલકતો વસાવી તપાસમાં મળી આવેલી અપ્રમાણસર મિલકતના કેસની તપાસ દરમિયાન સાગઠીયા વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ અલગથી કેસ નોંધાયો. જો કે આ કેસની તપાસમાં સાગઠીયાના પરિવારજનોના નામે વસાવેલી મોટા મિલકતો મળી આવી હતી. સાગઠીયાના પરિવારજનોના નામે મિલકત હોય આથી તપાસનો રેલો તેમના સુધી આવે અને ધરપકડ થાય તેવી દહેશતથી બચવા પરિજનોએ કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી છે. સાગઠીયા પાસે સૌથી વધુ સંપતિ મળી આવી લાંચિયા અધિકારી મનસુખ સાગઠિયા અને તેના પરિવારની મિલ્કતોની તપાસ કરવી ખુબ જરૂરી છે કારણ કે સત્તામાં રહીને સાગઠીયાએ બે વિદેશ પ્રવાસ મહાનગરપાલિકાના ખર્ચે અને બીજા અન્ય પ્રવાસો પરિવાર સાથે કર્યા હતા તેની પણ તપાસ થવી જરૂરી બની છે. ત્યારે તમને જણાવી દઈએ કે મનસુખ સાગઠીયાની ઓફિસમાંથી મળેલી કૂલ રકમ અને સોનાની ગણતરી કરવા માટે 10 કલાકનો સમય લાગ્યો હતો અને મોટી માત્રામાં રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી. શહેરના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠીયા પાસેથી અત્યાર સુધીમાં 28 કરોડની અપ્રમાણસર મિલકતો મળી આવી છે અને વધુ મિલકોત તેની પાસેથી મળે તેવી શક્યતાઓ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- 16 હજારથી પણ વધુ પાનાની ચાર્જશીટ ACBએ કોર્ટમાં ફાઈલ કરી
- 8 બેંકમાં 37 ખાતાની તપાસ કરવામાં આવી
- 78 સાહેદોના નિવેદનો નોંધવામાં આવ્યા
પૂર્વ TPO મનસુખ સાગઠિયાની મુશ્કેલીમાં વધારો થયો છે.કોર્ટમાં અપ્રમાણસર મિલકતના ગુનામાં એસીબીએ 16 હજારથી વધુ પાનાની ચાર્જશીટ ફાઈલ કરી છે,સાથે સાથે 8 બેંકમાં 37 ખાતાની તપાસ કરવામાં આવી છે,અને 78 સાહેદોના નિવેદનો નોંધવામાં આવ્યા છે.85 દસ્તાવેજોને પણ ચાર્જશીટમાં જોડવામાં આવ્યા અને તપાસ દરમિયાન આવક કરતાં 410 ટકા વધુ સંપત્તિ મળી આવી છે.
અપ્રમાણસર મિલકતના ગુનામાં સાગઠીયા સામે ચાર્જશીટ ફાઈલ
ટીઆરપી ગેમઝોનમાં સર્જાયેલ અગ્નિકાંડના પડઘા સમગ્ર દેશમાં પડયા હતા,આ દરમિયાન ફરજ પર બેદરકારી દાખવનાર અને ભ્રષ્ટાચાર કરનાર પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠીયા સામે અલગ-અલગ ગુના નોંધાયા છે,એસીબીએ મિલકતને લઈ તપાસ કરી છે જેમાં મનસુખ સાગઠીયા પાસે 28 કરોડની અપ્રમાણસર મિલકત મળી આવતા એસીબી પણ ચૌંકી ઉઠી હતી,સમગ્ર કાંડને લઈ એસીબીએ કોર્ટમાં ચાર્જશીટ પણ દાખલ કરી છે,જેના કારણે કોર્ટ ચાર્જશીટ પ્રમાણે આગળ વધશે.
સાગઠીયાઓ પરિવારના નામે મિલકતો વસાવી
તપાસમાં મળી આવેલી અપ્રમાણસર મિલકતના કેસની તપાસ દરમિયાન સાગઠીયા વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ અલગથી કેસ નોંધાયો. જો કે આ કેસની તપાસમાં સાગઠીયાના પરિવારજનોના નામે વસાવેલી મોટા મિલકતો મળી આવી હતી. સાગઠીયાના પરિવારજનોના નામે મિલકત હોય આથી તપાસનો રેલો તેમના સુધી આવે અને ધરપકડ થાય તેવી દહેશતથી બચવા પરિજનોએ કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી છે.
સાગઠીયા પાસે સૌથી વધુ સંપતિ મળી આવી
લાંચિયા અધિકારી મનસુખ સાગઠિયા અને તેના પરિવારની મિલ્કતોની તપાસ કરવી ખુબ જરૂરી છે કારણ કે સત્તામાં રહીને સાગઠીયાએ બે વિદેશ પ્રવાસ મહાનગરપાલિકાના ખર્ચે અને બીજા અન્ય પ્રવાસો પરિવાર સાથે કર્યા હતા તેની પણ તપાસ થવી જરૂરી બની છે. ત્યારે તમને જણાવી દઈએ કે મનસુખ સાગઠીયાની ઓફિસમાંથી મળેલી કૂલ રકમ અને સોનાની ગણતરી કરવા માટે 10 કલાકનો સમય લાગ્યો હતો અને મોટી માત્રામાં રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી. શહેરના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠીયા પાસેથી અત્યાર સુધીમાં 28 કરોડની અપ્રમાણસર મિલકતો મળી આવી છે અને વધુ મિલકોત તેની પાસેથી મળે તેવી શક્યતાઓ છે.