Suratમા માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, બાળક રમતા-રમતા નીચે પટકાતા નિપજયું મોત

સુરતમાં માતા-પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે,જેમાં ડીંડોલી વિસ્તારમાં ચોથા માળેથી બાળક નીચે પટકાતા બાળકનું મોતથયુ છે,બાળકને સારવાર હેઠળ તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો પરંતુ ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો છે,પોલીસે સમગ્ર ઘટનામાં હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથધરી છે. સુરતના ડીંડોલી વિસ્તારની ઘટના સુરતના ડીંડોલી વિસ્તારના એક એપાર્ટમેન્ટમાં એવી ઘટના બની કે તમે પણ જાણીને ચૌંકી ઉઠશો,બાળક તેના ઘરમાં રમી રહ્યું હતુ અને રમતા રમતા તે ઘરની બહાર ગેલેરી સુધી પહોંચ્યું અને ત્યાંથી તે નીચે પટકાયું હતુ,આસપાસના લોકો ભેગા થઈ ગયા અને બાળકને હોસ્પિટલ લઈ ગયા પરંતુ તેનું મોત નિપજયું હતુ,પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો છે અને પરિવારનું નિવેદન નોંધ્યું છે.બાળકની માતાને તો ખબર પણ હતી નહી પરંતુ સ્થાનિકોએ તેની માતાને જાણ કરતા તેમના પગ પણ જમીન પરથી સરકી ગયા હતા. ગેલેરીમા બાળક ઉપર ચડયો અને ઘટના બની સુરતના ડીંડોલીની સોસાયટીમાં બાળક રમતા રમતા ગેલેરીની પાળી સુધી પહોંચી ગયું અને અચાનક તેણે સંતુલન ગુમાવતા તેના હાથ-પગ છટકી ગયા હતા અને તે નીચે પટકાયું હતુ,બાળક ચોથા માળેથી નીચે પડયું જેની તેની માતાને પણ જાણ થઈ ન હતી.હાલ પરિવારમાં શોકનો માહોલ છે.આવી ઘટનાઓ અનેક વાર બને છે પરંતુ માતા-પિતા તેમના બાળકોને એકલા મૂકી દે છે અને છેલ્લે તેમને બાળક ગુમાવવાનો વારો આવે છે.કયારેક એવી પણ ઘટનાઓ બને છે કે બાળક મોતને ભેટતું નથી પરંતુ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે. 30 મે 2024ના રોજ પાલનપુરમાં બાળકનુ મોત બનાસકાંઠાના પાલનપુરમાં વાલીઓ માટે ચેતવણી સમાન ઘટના સામે આવી હતી. ગણેશપુરામાં 5 વર્ષના બાળકનું બંધ ગાડીમાં શ્વાસ રૂંધાતા મોત નિપજ્યું હતુ. માસૂમ બાળક 2 કલાકથી વધુ સમયથી બંધ ગાડીમાં રહેતા તેનું શ્વાસ રૂંધાતા મૃત્યુ થયું હતુ. બાળકના આકસ્મિક મોતથી પરિવાર સહિત સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ છે. પોલીસે પણ અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી હતી. 31 માર્ચ 2024ના રોજ બાળક ડોલમાં પડતા મોત ટોકરાળા ગામે મજૂરી કામ માટે આવેલ પરિવારના બાળક ગામની સીમમાં રમતું હતું. તે રમતા રમતા પાણીની ડોલમાં પડી જતા તેનું મૃત્યું થયું હતુ.અમરેલીના લાઠીથી મજૂરીકામ માટે પરિવાર આવ્યો હતો. બાળકના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. બાળકોને એકલા ના મૂકો માતા-પિતા માટે આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે. કારણ કે, પોતાના નાના બાળકને એકલું મૂકવું કેટલું જોખમી સાબિત થઈ શકે છે, તે આ ઘટના પરથી જાણી શકાય છે. વર્તમાન સમયમાં રમતા રમતા બાળક પાણીમાં પડી જવાથી કે બોરવેલમાં ખાબકી જવાથી મોત કિસ્સાઓ વધી રહ્યાં છે.  

Suratમા માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, બાળક રમતા-રમતા નીચે પટકાતા નિપજયું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતમાં માતા-પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે,જેમાં ડીંડોલી વિસ્તારમાં ચોથા માળેથી બાળક નીચે પટકાતા બાળકનું મોત
થયુ છે,બાળકને સારવાર હેઠળ તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો પરંતુ ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો છે,પોલીસે સમગ્ર ઘટનામાં હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથધરી છે.

સુરતના ડીંડોલી વિસ્તારની ઘટના
સુરતના ડીંડોલી વિસ્તારના એક એપાર્ટમેન્ટમાં એવી ઘટના બની કે તમે પણ જાણીને ચૌંકી ઉઠશો,બાળક તેના ઘરમાં રમી રહ્યું હતુ અને રમતા રમતા તે ઘરની બહાર ગેલેરી સુધી પહોંચ્યું અને ત્યાંથી તે નીચે પટકાયું હતુ,આસપાસના લોકો ભેગા થઈ ગયા અને બાળકને હોસ્પિટલ લઈ ગયા પરંતુ તેનું મોત નિપજયું હતુ,પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો છે અને પરિવારનું નિવેદન નોંધ્યું છે.બાળકની માતાને તો ખબર પણ હતી નહી પરંતુ સ્થાનિકોએ તેની માતાને જાણ કરતા તેમના પગ પણ જમીન પરથી સરકી ગયા હતા.

ગેલેરીમા બાળક ઉપર ચડયો અને ઘટના બની
સુરતના ડીંડોલીની સોસાયટીમાં બાળક રમતા રમતા ગેલેરીની પાળી સુધી પહોંચી ગયું અને અચાનક તેણે સંતુલન ગુમાવતા તેના હાથ-પગ છટકી ગયા હતા અને તે નીચે પટકાયું હતુ,બાળક ચોથા માળેથી નીચે પડયું જેની તેની માતાને પણ જાણ થઈ ન હતી.હાલ પરિવારમાં શોકનો માહોલ છે.આવી ઘટનાઓ અનેક વાર બને છે પરંતુ માતા-પિતા તેમના બાળકોને એકલા મૂકી દે છે અને છેલ્લે તેમને બાળક ગુમાવવાનો વારો આવે છે.કયારેક એવી પણ ઘટનાઓ બને છે કે બાળક મોતને ભેટતું નથી પરંતુ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે.

30 મે 2024ના રોજ પાલનપુરમાં બાળકનુ મોત
બનાસકાંઠાના પાલનપુરમાં વાલીઓ માટે ચેતવણી સમાન ઘટના સામે આવી હતી. ગણેશપુરામાં 5 વર્ષના બાળકનું બંધ ગાડીમાં શ્વાસ રૂંધાતા મોત નિપજ્યું હતુ. માસૂમ બાળક 2 કલાકથી વધુ સમયથી બંધ ગાડીમાં રહેતા તેનું શ્વાસ રૂંધાતા મૃત્યુ થયું હતુ. બાળકના આકસ્મિક મોતથી પરિવાર સહિત સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ છે. પોલીસે પણ અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી હતી.

31 માર્ચ 2024ના રોજ બાળક ડોલમાં પડતા મોત
ટોકરાળા ગામે મજૂરી કામ માટે આવેલ પરિવારના બાળક ગામની સીમમાં રમતું હતું. તે રમતા રમતા પાણીની ડોલમાં પડી જતા તેનું મૃત્યું થયું હતુ.અમરેલીના લાઠીથી મજૂરીકામ માટે પરિવાર આવ્યો હતો. બાળકના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.

બાળકોને એકલા ના મૂકો
માતા-પિતા માટે આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે. કારણ કે, પોતાના નાના બાળકને એકલું મૂકવું કેટલું જોખમી સાબિત થઈ શકે છે, તે આ ઘટના પરથી જાણી શકાય છે. વર્તમાન સમયમાં રમતા રમતા બાળક પાણીમાં પડી જવાથી કે બોરવેલમાં ખાબકી જવાથી મોત કિસ્સાઓ વધી રહ્યાં છે.