ગુજરાતના પોલીસ તંત્રને લઈને મોટા સમાચાર, ACBના ડાયરેક્ટર સમશેરસિંઘ જશે ડેપ્યુટેશન પર
ગુજરાતના પોલીસ તંત્રને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે, ગુજરાતના વધુ એક IPS અધિકારીને કેન્દ્રમાં મોટી જવાબદારી આપવામાં આવી છે. ACBના ડાયરેક્ટર સમશેરસિંઘને ડેપ્યુટેશન પર મોકલવામાં આવ્યા છે. ACBના DGP ડૉ. શમશેર સિંઘની BSFના એડિશનલ જનરલ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે અને શમશેર સિંહને તાત્કાલિક રિલિવ કરવા માટે પણ આદેશ કરવામાં આવ્યો છે.ડોક્ટર શમશેર સિંઘ 1991ની બેચના છે IPS અધિકારી તમને જણાવી દઈએ કે ડોક્ટર શમશેર સિંઘ 1991ની બેચના IPS અધિકારી છે અને હવે 31 માર્ચ 2026 સુધી તેઓ BSFમાં કામગીરી કરશે. 31 માર્ચ 2026 સુધીનો કાર્યકાળ તેમને સોંપવામાં આવ્યો છે. 1991 બેચના IPS અધિકારી શમશેર સિંઘ તેમના કામ માટે ખુબ જ જાણીતા છે. તેમની સફર લોકો માટે ખૂબ જ પ્રેરણાદાયક છે. તે એક સામાન્ય પરિવારમાંથી આવે છે અને અમુક ઉંમર સુધી ગામમાં જ રહ્યા છે. તેમણે અત્યાર સુધીમાં અનેક સિવિલ સર્વિસીસની પરીક્ષા પણ આપી છે. તેમને વાંચનનો ખુબ જ શોખ છે. આ અધિકારી સુરતમાં પણ કરી ચૂક્યા છે કામ તમને જણાવી દઈએ કે જ્યારે IPS શમશેર સિંઘને સુરતમાં કામ કરવાનો મોકો મળ્યો, તે સમયે તેમણે માત્ર ગણતરીના દિવસોમાં જ દારૂ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરી અને વિસ્તારના તમામ બુટલેગરોની ઊંઘ હરામ થઈ ગઈ હતી. ત્યારબાદ તેઓ દારૂના દાણચોરો માટે આતંક બની ગયા હતા. આજે પણ સુરતના લોકો આ અધિકારીની કામગીરીને યાદ કરે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતના પોલીસ તંત્રને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે, ગુજરાતના વધુ એક IPS અધિકારીને કેન્દ્રમાં મોટી જવાબદારી આપવામાં આવી છે. ACBના ડાયરેક્ટર સમશેરસિંઘને ડેપ્યુટેશન પર મોકલવામાં આવ્યા છે. ACBના DGP ડૉ. શમશેર સિંઘની BSFના એડિશનલ જનરલ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે અને શમશેર સિંહને તાત્કાલિક રિલિવ કરવા માટે પણ આદેશ કરવામાં આવ્યો છે.
ડોક્ટર શમશેર સિંઘ 1991ની બેચના છે IPS અધિકારી
તમને જણાવી દઈએ કે ડોક્ટર શમશેર સિંઘ 1991ની બેચના IPS અધિકારી છે અને હવે 31 માર્ચ 2026 સુધી તેઓ BSFમાં કામગીરી કરશે. 31 માર્ચ 2026 સુધીનો કાર્યકાળ તેમને સોંપવામાં આવ્યો છે. 1991 બેચના IPS અધિકારી શમશેર સિંઘ તેમના કામ માટે ખુબ જ જાણીતા છે. તેમની સફર લોકો માટે ખૂબ જ પ્રેરણાદાયક છે. તે એક સામાન્ય પરિવારમાંથી આવે છે અને અમુક ઉંમર સુધી ગામમાં જ રહ્યા છે. તેમણે અત્યાર સુધીમાં અનેક સિવિલ સર્વિસીસની પરીક્ષા પણ આપી છે. તેમને વાંચનનો ખુબ જ શોખ છે.
આ અધિકારી સુરતમાં પણ કરી ચૂક્યા છે કામ
તમને જણાવી દઈએ કે જ્યારે IPS શમશેર સિંઘને સુરતમાં કામ કરવાનો મોકો મળ્યો, તે સમયે તેમણે માત્ર ગણતરીના દિવસોમાં જ દારૂ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરી અને વિસ્તારના તમામ બુટલેગરોની ઊંઘ હરામ થઈ ગઈ હતી. ત્યારબાદ તેઓ દારૂના દાણચોરો માટે આતંક બની ગયા હતા. આજે પણ સુરતના લોકો આ અધિકારીની કામગીરીને યાદ કરે છે.