Amreli: 5 વર્ષના બાળકને ફાડી ખાનાર સિંહણ આખરે પાંજરે પુરાઇ
અમરેલી જિલ્લામાં સિંહ અને દીપડાઓની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. જંગલ વિસ્તામાંથી સિંહ-દીપડા હવે ગ્રામ્ય વિસ્તારમાં ઘૂસીને શિકાર કરે એ રૂટિન થઇ ગયું છે. પશુઓ સાથે હવે સિંહોના માનવ પરના હુમલા પણ વધી રહ્યા છે. ગતરોજ જાફરાબાદ તાલુકાના નવી જીકાદરી ગામમાં સિંહણે પાંચ વર્ષના બાળકનો શિકાર કરતાં ગ્રામજનોમાં રોષ સાથે ફફડાટ વ્યાપી ગયો છે. વનવિભાગની ટીમે 24 કલાક બાદ ખાંભાના બારમણ સીમ વિસ્તારમાંથી સિંહણને પાંજરે પુરી હતી. અચાનક સિંહણ આવી અને એક બાળકને ઢસડી ગઈ સિંહણના આ હુમલા અંગે મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના નવી જીકાદરી ગામમાં સોમવારે સાંજના સમયે રામકુભાઈ ધાખડાની વાડીમાં લાલજીભાઈ જોળિયાનો પરિવાર કપાસ વીણતો હતો અને બે બાળકો બાજુમાં રમતાં હતાં. આ દરમિયાન અહીં અચાનક એક સિંહણ આવી ચડી હતી અને બે બાળકમાંથી પાંચ વર્ષીય આરુષ લાલજીભાઈ જોળિયાને જબડામાં પકડીને દૂર ઢસડી ગઇ હતી. અન્ય બાળકે બૂમાબૂમ કરતાં પરિવારને જાણ થઇ પાંચ વર્ષીય આરુષને સિંહણ જડબામાં પકડીને દૂર ઢસડી જતાં સાથે રમતા અન્ય બાળકે બૂમાબૂમ કરતાં કપાસ વીણતા લાલજીભાઈ જોળિયાના પરિવારને જાણ થઇ હતી, જેથી તેમણે તરત શોધખોળ હાથ ધરી હતી. જોકે કપાસના પાકમાં સિંહણ બાળકને લઇને ગાયબ થઇ ગઇ હતી. જેથી લાલજીભાઈ જોળિયાએ તરત વાડીમાલિક અને ગ્રામજનોને જાણ કરતાં ગ્રામજનો એકઠા થઇ ગયાં હતાં. ત્રણ કલાકની શોધખોળ બાદ માત્ર અવશેષો મળ્યા આ બાદ ગ્રામજનોએ જાફરાબાદ રેન્જ વન વિભાગને જાણ કરતાં વન વિભાગના આર.એફ.ઓ. સહિત ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બાળકની શોધખોળ હાથ ધરી હતી. વન વિભાગની ટીમ અને ગ્રામજનોએ બે-ત્રણ કલાક શોધખોળ કર્યા બાદ મોડીરાતે બાળકોના માત્ર અવશેષો જ મળ્યા હતા. વન વિભાગે બાળકના અવશેષો એકત્ર કરી જાફરાબાદ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ સમગ્ર ઘટનાની જાણ શેત્રુંજી ડિવિઝનના ડીસીએફ જયન પટેલને થતાં તેમણે સિંહણ તાત્કાલિક પાંજરે પૂરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી, જેને લઇને વન વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા ડોક્ટરની ટીમ સાથે મોડી રાતે સિંહણને પકડીને પાંજરે પૂરવા માટે સ્કેનિંગ શરૂ કરવામાં આવ્યું હતું. ખાંભાના બારમણ સીમ વિસ્તારમાંથી સિંહણને પાંજરે પુરાઈ બીજી તરફ આ સિંહણને પકડવા જાફરાબાદ, રાજુલા, ખાંભા સહીત ત્રણ રેન્જના સ્ટાફે ઓપરેશન હાથ ધર્યું હતું. ત્યારે 24 કલાક બાદ સિંહણને પાંજરે પુરવામાં વનવિભાગને સફળતા મળી છે. ખાંભાના બારમણ સીમ વિસ્તારમાંથી સિંહણને ટ્રાઇન્કયુલાઈઝ કરી બે ભાન કરી પાંજરે પુરવામાં આવી છે. જે બાદ સિંહણને એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવી છે. ગ્રામજનોમાં રોષ સાથે ફફડાટ સિંહણે પાંચ વર્ષના બાળકનો શિકાર કરતાં ગ્રામજનોમાં રોષ સાથે ફફડાટ વ્યાપી ગયો છે. આ દુ:ખદ ઘટનાને લઇને વન વિભાગ અને વન્યપ્રાણીઓ સામે ગ્રામજનોમાં નારાજગીનો માહોલ સર્જાયો હતો. ગ્રામજનોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે હવે તો ઘરની બહાર નીકળતાં પણ બીક લાગે છે. કામ પર કઇ રીતે જવું? જંગલ કરતાં તો ગ્રામ્ય વિસ્તારમાં સિંહોની સંખ્યા વધી રહી છે. અમારે સિંહ નથી જોઇતા, વન વિભાગ સિંહોને અહીંથી લઇ જાય. 'બે બાળકમાંથી એકને સિંહણ લઇ ગઇ' આ ઘટના અંગે નવી જીકાદરી ગામના સરપંચ લાલભાઈ બોરિચાએ જણાવ્યું હતું કે ગતરોજ મજૂરો કપાસ વીણતા હતા અને એમનાથી થોડે દૂર બે છોકરા રમતાં હતાં. આ દરમિયાન સિંહણ આવી અને એક છોકરાને જબડામાં જકડીને લઇ ગઇ. બાદમાં અમે ગ્રામજનો ભેગાં થયાં વન વિભાગને જાણ કરી અને બે-ત્રણ કલાકની શોધખોળ બાદ છોકરાની ડેડબોડી મળી, જેને વન વિભાગે પીએમ માટે મોકલી દીધી છે અને સિંહણને પકડવા માટે તજવીજ હાથ ધરી છે. 'વાડીએ જઇને કામ કઇ રીતના કરવું?' સરપંચ લાલભાઈ બોરિચાએ વધુમાં જણાવ્યું હતું કે આ વિસ્તાર જાણે કે સિંહ અને દીપડાનું ઘર બની ગયું છે. અહીં ઘરની બહાર નીકળતાં પણ બીક લાગે છે. તો વાડીએ જઇને કામ કઇ રીતના કરવું એ મોટો સવાલ છે. આ વિસ્તારમાં દરરોજ આવો એકાદ બનાવ બને જ છે. અમારી એક જ માગ છે કે વન વિભાગ આ વિસ્તારમાંથી સિંહ અને દીપડાઓને પાછા લઇ જાય.. 'સિંહણનું લોકેશન મેળવીને પાંજરે પૂરી દેવાશે' આ અંગે જાફરાબાદ રેન્જના આર.એફ.ઓ. જી.એલ. વાઘેલાએ જણાવ્યું હતું કે સિંહણ બાળકને લઇ ગઇ એવી જાણ ગ્રામજનોએ કરી એટલે તરત અમારી ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. બાદમાં શોધખોળ કરી તો બાળકનો મૃતદેહ મળ્યો હતો. એને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલાયો છે અને સિંહણને પકડવા માટે પાંજરા ગોઠવી કામગીરી શરૂ કરવામાં આવી છે. ખૂબ જ જલદી સિંહણનું લોકેશન મેળવીને પાંજરે પૂરી દેવામાં આવશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમરેલી જિલ્લામાં સિંહ અને દીપડાઓની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. જંગલ વિસ્તામાંથી સિંહ-દીપડા હવે ગ્રામ્ય વિસ્તારમાં ઘૂસીને શિકાર કરે એ રૂટિન થઇ ગયું છે. પશુઓ સાથે હવે સિંહોના માનવ પરના હુમલા પણ વધી રહ્યા છે. ગતરોજ જાફરાબાદ તાલુકાના નવી જીકાદરી ગામમાં સિંહણે પાંચ વર્ષના બાળકનો શિકાર કરતાં ગ્રામજનોમાં રોષ સાથે ફફડાટ વ્યાપી ગયો છે. વનવિભાગની ટીમે 24 કલાક બાદ ખાંભાના બારમણ સીમ વિસ્તારમાંથી સિંહણને પાંજરે પુરી હતી.
અચાનક સિંહણ આવી અને એક બાળકને ઢસડી ગઈ
સિંહણના આ હુમલા અંગે મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના નવી જીકાદરી ગામમાં સોમવારે સાંજના સમયે રામકુભાઈ ધાખડાની વાડીમાં લાલજીભાઈ જોળિયાનો પરિવાર કપાસ વીણતો હતો અને બે બાળકો બાજુમાં રમતાં હતાં. આ દરમિયાન અહીં અચાનક એક સિંહણ આવી ચડી હતી અને બે બાળકમાંથી પાંચ વર્ષીય આરુષ લાલજીભાઈ જોળિયાને જબડામાં પકડીને દૂર ઢસડી ગઇ હતી.
અન્ય બાળકે બૂમાબૂમ કરતાં પરિવારને જાણ થઇ
પાંચ વર્ષીય આરુષને સિંહણ જડબામાં પકડીને દૂર ઢસડી જતાં સાથે રમતા અન્ય બાળકે બૂમાબૂમ કરતાં કપાસ વીણતા લાલજીભાઈ જોળિયાના પરિવારને જાણ થઇ હતી, જેથી તેમણે તરત શોધખોળ હાથ ધરી હતી. જોકે કપાસના પાકમાં સિંહણ બાળકને લઇને ગાયબ થઇ ગઇ હતી. જેથી લાલજીભાઈ જોળિયાએ તરત વાડીમાલિક અને ગ્રામજનોને જાણ કરતાં ગ્રામજનો એકઠા થઇ ગયાં હતાં.
ત્રણ કલાકની શોધખોળ બાદ માત્ર અવશેષો મળ્યા
આ બાદ ગ્રામજનોએ જાફરાબાદ રેન્જ વન વિભાગને જાણ કરતાં વન વિભાગના આર.એફ.ઓ. સહિત ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બાળકની શોધખોળ હાથ ધરી હતી. વન વિભાગની ટીમ અને ગ્રામજનોએ બે-ત્રણ કલાક શોધખોળ કર્યા બાદ મોડીરાતે બાળકોના માત્ર અવશેષો જ મળ્યા હતા. વન વિભાગે બાળકના અવશેષો એકત્ર કરી જાફરાબાદ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ સમગ્ર ઘટનાની જાણ શેત્રુંજી ડિવિઝનના ડીસીએફ જયન પટેલને થતાં તેમણે સિંહણ તાત્કાલિક પાંજરે પૂરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી, જેને લઇને વન વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા ડોક્ટરની ટીમ સાથે મોડી રાતે સિંહણને પકડીને પાંજરે પૂરવા માટે સ્કેનિંગ શરૂ કરવામાં આવ્યું હતું.
ખાંભાના બારમણ સીમ વિસ્તારમાંથી સિંહણને પાંજરે પુરાઈ
બીજી તરફ આ સિંહણને પકડવા જાફરાબાદ, રાજુલા, ખાંભા સહીત ત્રણ રેન્જના સ્ટાફે ઓપરેશન હાથ ધર્યું હતું. ત્યારે 24 કલાક બાદ સિંહણને પાંજરે પુરવામાં વનવિભાગને સફળતા મળી છે. ખાંભાના બારમણ સીમ વિસ્તારમાંથી સિંહણને ટ્રાઇન્કયુલાઈઝ કરી બે ભાન કરી પાંજરે પુરવામાં આવી છે. જે બાદ સિંહણને એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવી છે.
ગ્રામજનોમાં રોષ સાથે ફફડાટ
સિંહણે પાંચ વર્ષના બાળકનો શિકાર કરતાં ગ્રામજનોમાં રોષ સાથે ફફડાટ વ્યાપી ગયો છે. આ દુ:ખદ ઘટનાને લઇને વન વિભાગ અને વન્યપ્રાણીઓ સામે ગ્રામજનોમાં નારાજગીનો માહોલ સર્જાયો હતો. ગ્રામજનોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે હવે તો ઘરની બહાર નીકળતાં પણ બીક લાગે છે. કામ પર કઇ રીતે જવું? જંગલ કરતાં તો ગ્રામ્ય વિસ્તારમાં સિંહોની સંખ્યા વધી રહી છે. અમારે સિંહ નથી જોઇતા, વન વિભાગ સિંહોને અહીંથી લઇ જાય.
'બે બાળકમાંથી એકને સિંહણ લઇ ગઇ'
આ ઘટના અંગે નવી જીકાદરી ગામના સરપંચ લાલભાઈ બોરિચાએ જણાવ્યું હતું કે ગતરોજ મજૂરો કપાસ વીણતા હતા અને એમનાથી થોડે દૂર બે છોકરા રમતાં હતાં. આ દરમિયાન સિંહણ આવી અને એક છોકરાને જબડામાં જકડીને લઇ ગઇ. બાદમાં અમે ગ્રામજનો ભેગાં થયાં વન વિભાગને જાણ કરી અને બે-ત્રણ કલાકની શોધખોળ બાદ છોકરાની ડેડબોડી મળી, જેને વન વિભાગે પીએમ માટે મોકલી દીધી છે અને સિંહણને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.
'વાડીએ જઇને કામ કઇ રીતના કરવું?'
સરપંચ લાલભાઈ બોરિચાએ વધુમાં જણાવ્યું હતું કે આ વિસ્તાર જાણે કે સિંહ અને દીપડાનું ઘર બની ગયું છે. અહીં ઘરની બહાર નીકળતાં પણ બીક લાગે છે. તો વાડીએ જઇને કામ કઇ રીતના કરવું એ મોટો સવાલ છે. આ વિસ્તારમાં દરરોજ આવો એકાદ બનાવ બને જ છે. અમારી એક જ માગ છે કે વન વિભાગ આ વિસ્તારમાંથી સિંહ અને દીપડાઓને પાછા લઇ જાય..
'સિંહણનું લોકેશન મેળવીને પાંજરે પૂરી દેવાશે'
આ અંગે જાફરાબાદ રેન્જના આર.એફ.ઓ. જી.એલ. વાઘેલાએ જણાવ્યું હતું કે સિંહણ બાળકને લઇ ગઇ એવી જાણ ગ્રામજનોએ કરી એટલે તરત અમારી ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. બાદમાં શોધખોળ કરી તો બાળકનો મૃતદેહ મળ્યો હતો. એને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલાયો છે અને સિંહણને પકડવા માટે પાંજરા ગોઠવી કામગીરી શરૂ કરવામાં આવી છે. ખૂબ જ જલદી સિંહણનું લોકેશન મેળવીને પાંજરે પૂરી દેવામાં આવશે.