Banaskanthaમાં નવરાત્રિમાં પુરુષો મહિલાઓનો વેશ ધારણ કરીને ગરબે ગુમ્યા, વાંચો ફુલ સ્ટોરી

નવરાત્રિના તહેવાર દરમિયાન શહેર હોય કે ગામડું તમામ જગ્યાએ તમે ગરબાના આયોજન થતા તો જોયા હશે પરંતુ આ ગરબાઓમાં કોઈ પુરૂષોને મહિલાના વેશ ગરબે ગુમતા હોય તેવું નહીં જ જોયુ હોય.ત્યારે બનાસકાંઠા જીલ્લાનું એક ગામ એવું છે જ્યાં પુરુષો મહિલાઓનો પોશાક ધારણ કરી નોરતીયા બની ગરબે ઘુમે છે.તો આ ગરબામાં કોઈ મહિલાઓ ગરબે ગુમી શકતી નથી મહિલાઓ ફક્ત બેસીને ગરબા નિહાળે છે. વર્ષોથી સાદી રીતે ઉજવાય છે ગરબા નવરાત્રિના તહેવારની ઉજવણી શહેરી વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય લોકો ધામધૂમ પૂર્વક કરતા હોય છે.આ તહેવાર દરમિયાન ઠેર ઠેર ડીજે તેમજ ઓરર્કેસ્ટ્રા તાલે લોકો ગરબે ઘૂમતા હોય છે.પરંતુ બનાસકાંઠા જીલ્લાનુ વડગામ તાલુકાના જલોત્રા ગામ કે જ્યાં ઠાકોર સમાજના યુવાનો દ્વારા થતી નવરાત્રિ આજે પણ વર્ષો જૂની પરંપરા મુજબ થાય છે.જેમાં નથી હોતું ડીજે કે નથી ઓરકેસ્ટ્રા ગામના જ યુવાનો ગરબા ગાય છે અને દેશી ઢોલના તાલે ગામના પુરુષો મહિલાઓનો વેશ ધારણ કરી નોરતીયા બની હાથમાં મોર પીંછ રાખી ગરબે ઘૂમે છે. આ પરંપરા હજી પણ યથાવત છે આ નવરાત્રિમાં કોઈ મહિલા ગરબે ઘૂમતી નથી મહિલાઓ ફક્ત બેસીને પુરુષોને ગરબે રમતા જુએ છે.કહેવાય છે કે 150 વર્ષ પહેલાં જલોતરા ગામમાં ભારે રોગચાળો ફાટી નીકળ્યો હતો.અને તે સમયે ગામમાં મનુષ્ય સહિત ઢોર ઢાંખર પણ રોગચાળામાં સપડાયાં હતાં.અને ગામ પર મોટી આફત આવી ઊભી હતી તે સમયે ગામના લોકોએ અનેક બચાવ કામગીરી હાથ ધરી જોકે તે સમયે એક વિદ્વાન દ્વારા ગામના આ સમાજના લોકોને નવરાત્રિના તહેવારની ઉજવણી સંદર્ભે પુરુષો મહિલાઓનો વેશ ધારણ કરી ગરબે ઘુમે અને આ નવરાત્રિમાં મહિલાઓ ગરબે ઘુમે તેવું કહેવામાં આવ્યું અને તે દિવસથી જ શરૂ થઇ આ અનોખી નવરાત્રી આ નવરાત્રિને 152 વર્ષ વીતી ગયાં છતાં પણ આ સમાજના લોકોએ આ પરંપરા હજુ પણ જાળવી રાખી છે. જો કે આ આધુનિક યુગમાં 152 વર્ષ જૂની આ અનોખી નવરાત્રી આકર્ષણનું કેન્દ્ર બની છે. આ નવરાત્રીને જોવા ફક્ત જલોત્રા ગામના જ નહિ પણ દૂર દૂરના વિસ્તારોના લોકો પણ જલોત્રા ગામે આવી રહ્યા છે.

Banaskanthaમાં નવરાત્રિમાં પુરુષો મહિલાઓનો વેશ ધારણ કરીને ગરબે ગુમ્યા, વાંચો ફુલ સ્ટોરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

નવરાત્રિના તહેવાર દરમિયાન શહેર હોય કે ગામડું તમામ જગ્યાએ તમે ગરબાના આયોજન થતા તો જોયા હશે પરંતુ આ ગરબાઓમાં કોઈ પુરૂષોને મહિલાના વેશ ગરબે ગુમતા હોય તેવું નહીં જ જોયુ હોય.ત્યારે બનાસકાંઠા જીલ્લાનું એક ગામ એવું છે જ્યાં પુરુષો મહિલાઓનો પોશાક ધારણ કરી નોરતીયા બની ગરબે ઘુમે છે.તો આ ગરબામાં કોઈ મહિલાઓ ગરબે ગુમી શકતી નથી મહિલાઓ ફક્ત બેસીને ગરબા નિહાળે છે.

વર્ષોથી સાદી રીતે ઉજવાય છે ગરબા

નવરાત્રિના તહેવારની ઉજવણી શહેરી વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય લોકો ધામધૂમ પૂર્વક કરતા હોય છે.આ તહેવાર દરમિયાન ઠેર ઠેર ડીજે તેમજ ઓરર્કેસ્ટ્રા તાલે લોકો ગરબે ઘૂમતા હોય છે.પરંતુ બનાસકાંઠા જીલ્લાનુ વડગામ તાલુકાના જલોત્રા ગામ કે જ્યાં ઠાકોર સમાજના યુવાનો દ્વારા થતી નવરાત્રિ આજે પણ વર્ષો જૂની પરંપરા મુજબ થાય છે.જેમાં નથી હોતું ડીજે કે નથી ઓરકેસ્ટ્રા ગામના જ યુવાનો ગરબા ગાય છે અને દેશી ઢોલના તાલે ગામના પુરુષો મહિલાઓનો વેશ ધારણ કરી નોરતીયા બની હાથમાં મોર પીંછ રાખી ગરબે ઘૂમે છે.


આ પરંપરા હજી પણ યથાવત છે

આ નવરાત્રિમાં કોઈ મહિલા ગરબે ઘૂમતી નથી મહિલાઓ ફક્ત બેસીને પુરુષોને ગરબે રમતા જુએ છે.કહેવાય છે કે 150 વર્ષ પહેલાં જલોતરા ગામમાં ભારે રોગચાળો ફાટી નીકળ્યો હતો.અને તે સમયે ગામમાં મનુષ્ય સહિત ઢોર ઢાંખર પણ રોગચાળામાં સપડાયાં હતાં.અને ગામ પર મોટી આફત આવી ઊભી હતી તે સમયે ગામના લોકોએ અનેક બચાવ કામગીરી હાથ ધરી જોકે તે સમયે એક વિદ્વાન દ્વારા ગામના આ સમાજના લોકોને નવરાત્રિના તહેવારની ઉજવણી સંદર્ભે પુરુષો મહિલાઓનો વેશ ધારણ કરી ગરબે ઘુમે અને આ નવરાત્રિમાં મહિલાઓ ગરબે ઘુમે તેવું કહેવામાં આવ્યું અને તે દિવસથી જ શરૂ થઇ આ અનોખી નવરાત્રી આ નવરાત્રિને 152 વર્ષ વીતી ગયાં છતાં પણ આ સમાજના લોકોએ આ પરંપરા હજુ પણ જાળવી રાખી છે. જો કે આ આધુનિક યુગમાં 152 વર્ષ જૂની આ અનોખી નવરાત્રી આકર્ષણનું કેન્દ્ર બની છે. આ નવરાત્રીને જોવા ફક્ત જલોત્રા ગામના જ નહિ પણ દૂર દૂરના વિસ્તારોના લોકો પણ જલોત્રા ગામે આવી રહ્યા છે.