Rajkot: ભાયાવદર નગરપાલિકાએ બનાવેલ પાણીના સંપમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદર નગરપાલિકા દ્વારા 3 કરોડ 92 લાખના રૂપિયે બનાવેલ પાણીનો સંપ બનાવામાં આવેલ છે. આ સંપને લઈ ભ્રષ્ટાચારનો આક્ષેપ કરાતા ચીફ ઓફિસરે આક્ષેપને પાયા વિહોણો ગણાવ્યા છે. પાણીનો સંપ બનાવવામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ રાજકોટ જિલ્લાના ઉપલેટાના ભાયાવદર નગરપાલિકાએ કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ પીવાના પાણી માટે બનાવેલ સંપનો કોન્ટ્રાક્ટ મારૂતિ એન્ટર પ્રાઈઝને આપેલ છે. ત્યારે ભાયાવદરના આગેવાનોના એક આગેવાન નયનભાઈ જીવાણીએ આ સંપ બનાવેલ છે તેમા મોટો ભ્રષ્ટાચાર થયેલ છે. ઉચ્ચકક્ષાએ લેખિતમાં રજૂઆત કરાઈ જેમાં રેતી કાકરી અને લોખંડમાં લોલમલોલ ચલાવામાં આવેલ હોય તેવા આક્ષેપ કરી ઉચ્ચકક્ષાએ લેખિતમાં રજૂઆત કરાઈ હતી. જેને લઈ આર સી એમના અધિકારીઓએ અને આગેવાનની રજૂઆતને આધારે હાલ કામ બંધ કરવામાં આવેલ છે. આ નયનભાઈ જીવાણી અને અન્ય આગેવાનના સંપની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયેલ છે. જેને લઈને ભાયાવદર નગરપાલિકાના ચીફ ઓફિસર ડી એન કંડોલીયાએ ભાયાવદર નગરપાલિકાએ જે સંપ બનાવેલ છે તે લોકોની સુખાકારી માટે બનાવેલ છે. જે આક્ષેપ કરવામા આવેલ છે તે પાયા વિહોણા છે તેમ જણાવેલ હતું. ચીફ ઓફિસરે આક્ષેપને પાયા વિહોણો ગણાવ્યા તેમ છતાંય આગેવાનના આક્ષેપ અને રજૂઆતને લઈને આરસીએમના એન્જિનીયરઓ સ્થળ મુલાકાત કરી તમામના સેમ્પલ લઈને તપાસ કરવામા આવશે. હવે જોવાનું એ રહ્યું કે, ભાયાવદરના આગેવાનોનો આક્ષેપ સાચા કે નગરપાલિકા તંત્ર. એતો આવનાર સમય જ ખબર પડશે પણ આ આક્ષેપ અને પરાક્ષેપને લઈને રાજકારણ ગરમાયુ છે. જામનગરમાં ભ્રષ્ટાચારને લઈ કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો હતોથોડા દિવસો પહેલા જામનગર મહાનગરપાલિકામાં કોર્પોરેશન દ્વારા કરવામાં આવતા વિકાસના કામો અને દરેક શાખામાં ભ્રષ્ટાચાર થતો હોય તેવા આક્ષેપ સાથે વિપક્ષ દ્વારા કોર્પોરેશનમાં ધારણા યોજવામાં આવ્યા હતા, જેમાં જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ, વિપક્ષ નેતા, વિપક્ષ નગરસેવક અને કોંગેસના કાર્યકરો હાજર રહ્યા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદર નગરપાલિકા દ્વારા 3 કરોડ 92 લાખના રૂપિયે બનાવેલ પાણીનો સંપ બનાવામાં આવેલ છે. આ સંપને લઈ ભ્રષ્ટાચારનો આક્ષેપ કરાતા ચીફ ઓફિસરે આક્ષેપને પાયા વિહોણો ગણાવ્યા છે.
પાણીનો સંપ બનાવવામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ
રાજકોટ જિલ્લાના ઉપલેટાના ભાયાવદર નગરપાલિકાએ કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ પીવાના પાણી માટે બનાવેલ સંપનો કોન્ટ્રાક્ટ મારૂતિ એન્ટર પ્રાઈઝને આપેલ છે. ત્યારે ભાયાવદરના આગેવાનોના એક આગેવાન નયનભાઈ જીવાણીએ આ સંપ બનાવેલ છે તેમા મોટો ભ્રષ્ટાચાર થયેલ છે.
ઉચ્ચકક્ષાએ લેખિતમાં રજૂઆત કરાઈ
જેમાં રેતી કાકરી અને લોખંડમાં લોલમલોલ ચલાવામાં આવેલ હોય તેવા આક્ષેપ કરી ઉચ્ચકક્ષાએ લેખિતમાં રજૂઆત કરાઈ હતી. જેને લઈ આર સી એમના અધિકારીઓએ અને આગેવાનની રજૂઆતને આધારે હાલ કામ બંધ કરવામાં આવેલ છે. આ નયનભાઈ જીવાણી અને અન્ય આગેવાનના સંપની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયેલ છે. જેને લઈને ભાયાવદર નગરપાલિકાના ચીફ ઓફિસર ડી એન કંડોલીયાએ ભાયાવદર નગરપાલિકાએ જે સંપ બનાવેલ છે તે લોકોની સુખાકારી માટે બનાવેલ છે. જે આક્ષેપ કરવામા આવેલ છે તે પાયા વિહોણા છે તેમ જણાવેલ હતું.
ચીફ ઓફિસરે આક્ષેપને પાયા વિહોણો ગણાવ્યા
તેમ છતાંય આગેવાનના આક્ષેપ અને રજૂઆતને લઈને આરસીએમના એન્જિનીયરઓ સ્થળ મુલાકાત કરી તમામના સેમ્પલ લઈને તપાસ કરવામા આવશે. હવે જોવાનું એ રહ્યું કે, ભાયાવદરના આગેવાનોનો આક્ષેપ સાચા કે નગરપાલિકા તંત્ર. એતો આવનાર સમય જ ખબર પડશે પણ આ આક્ષેપ અને પરાક્ષેપને લઈને રાજકારણ ગરમાયુ છે.
જામનગરમાં ભ્રષ્ટાચારને લઈ કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો હતો
થોડા દિવસો પહેલા જામનગર મહાનગરપાલિકામાં કોર્પોરેશન દ્વારા કરવામાં આવતા વિકાસના કામો અને દરેક શાખામાં ભ્રષ્ટાચાર થતો હોય તેવા આક્ષેપ સાથે વિપક્ષ દ્વારા કોર્પોરેશનમાં ધારણા યોજવામાં આવ્યા હતા, જેમાં જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ, વિપક્ષ નેતા, વિપક્ષ નગરસેવક અને કોંગેસના કાર્યકરો હાજર રહ્યા હતા.