ગુજરાતમાં ચોમાસાનો વધુ એક રાઉન્ડ, વલસાડના પારડીમાં 4 ઈંચ વરસાદ, આ જિલ્લામાં એલર્ટ
Gujarat Rain Update: બંગાળની ખાડીમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે ગુજરાતમાં ચોમાસાના વધુ એક રાઉન્ડનો પ્રારંભ થઇ ગયો છે. સોમવારે (23મી સપ્ટેમ્બ) દિવસ દરમિયાન 18 તાલુકામાં હળવોથી મઘ્યમ વરસાદ પડ્યો હતો. જેમાંથી મોટાભાગના તાલુકા દક્ષિણ ગુજરાતના હતા. વલસાડના પારડીમાં ચાર કલાકમાં 4.17 ઈંચ વરસાદ નોંધાયો છે. વલસાડના વાપીમાં 1.77 ઈંચ, નવસારીના વાંસદામાં 1 ઈંચ જ્યારે સુરતના પલસાણા-મહુવામાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો. અન્યત્ર જ્યાં નોંધપાત્ર વરસાદ પડ્યો તેમાં વલસાડના ધરમપુર, દાહોદના ગરબાડા, ગીર સોમનાથના ઉના, સુરતના બારડોલી, નવસારીના ચીખલીનો સમાવેશ થાય છે. આગામી 5 દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં હજુ આગામી 5 દિવસ મઘ્યમથી ભારે વરસાદની સંભાવના છે. જેમાં ગુરુવારે વલસાડ-દમણ-દાદરા નગર હવેલી, શુક્રવારે ડાંગ-નવસારી-વલસાડ-દમણ-દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાઇ છે. આ સિવાય આજે (24મી સપ્ટેમ્બર) જ્યાં વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરાઇ છે તેમાં નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. આ પણ વાંચો:સુપ્રીમની મનાઈ છતાં રાજસ્થાનના મકાન પર મધરાતે બૂલડોઝર ચાલ્યુંચોમાસામાં પહેલીવાર નર્મદા ડેમની જળ સપાટી 138 મીટરને પાર ચોમાસા દરમિયાન પહેલીવાર સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 138 મીટરને પાર પહોંચી છે. હાલ ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક 1,32,221 ક્યુસેક થઈ રહી છે. જેના કારણે નર્મદા ડેમની જળસપાટી વધીને 138.02 મીટરે પહોંચી છે. જો કે, ડેમની જળસપાટી 138.68 મીટર સુધી પાણી પહોંચે તો જ સરદાર સરોવર નર્મદા ડેમ ઓવરફ્લો થાય. સરદાર સરોવર નર્મદા ડેમનો એક દરવાજો 0.65 મીટર ખોલી હાલ નર્મદા નદીમાં 46,813 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે શું કહ્યું?અંબાલાલ પટેલે કહ્યું કે, '24 સપ્ટેમ્બર આસપાસ બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ સર્જાશે. આ સિસ્ટમથી ઓરિસ્સા, વિશાખાપટ્ટનમ, આંધ્રપ્રદેશ, દક્ષિણ મહારાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં તેની અસર જોવા મળશે. તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.'
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Gujarat Rain Update: બંગાળની ખાડીમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે ગુજરાતમાં ચોમાસાના વધુ એક રાઉન્ડનો પ્રારંભ થઇ ગયો છે. સોમવારે (23મી સપ્ટેમ્બ) દિવસ દરમિયાન 18 તાલુકામાં હળવોથી મઘ્યમ વરસાદ પડ્યો હતો. જેમાંથી મોટાભાગના તાલુકા દક્ષિણ ગુજરાતના હતા. વલસાડના પારડીમાં ચાર કલાકમાં 4.17 ઈંચ વરસાદ નોંધાયો છે. વલસાડના વાપીમાં 1.77 ઈંચ, નવસારીના વાંસદામાં 1 ઈંચ જ્યારે સુરતના પલસાણા-મહુવામાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો. અન્યત્ર જ્યાં નોંધપાત્ર વરસાદ પડ્યો તેમાં વલસાડના ધરમપુર, દાહોદના ગરબાડા, ગીર સોમનાથના ઉના, સુરતના બારડોલી, નવસારીના ચીખલીનો સમાવેશ થાય છે.
આગામી 5 દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં હજુ આગામી 5 દિવસ મઘ્યમથી ભારે વરસાદની સંભાવના છે. જેમાં ગુરુવારે વલસાડ-દમણ-દાદરા નગર હવેલી, શુક્રવારે ડાંગ-નવસારી-વલસાડ-દમણ-દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાઇ છે. આ સિવાય આજે (24મી સપ્ટેમ્બર) જ્યાં વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરાઇ છે તેમાં નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો:સુપ્રીમની મનાઈ છતાં રાજસ્થાનના મકાન પર મધરાતે બૂલડોઝર ચાલ્યું
ચોમાસામાં પહેલીવાર નર્મદા ડેમની જળ સપાટી 138 મીટરને પાર
ચોમાસા દરમિયાન પહેલીવાર સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 138 મીટરને પાર પહોંચી છે. હાલ ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક 1,32,221 ક્યુસેક થઈ રહી છે. જેના કારણે નર્મદા ડેમની જળસપાટી વધીને 138.02 મીટરે પહોંચી છે. જો કે, ડેમની જળસપાટી 138.68 મીટર સુધી પાણી પહોંચે તો જ સરદાર સરોવર નર્મદા ડેમ ઓવરફ્લો થાય. સરદાર સરોવર નર્મદા ડેમનો એક દરવાજો 0.65 મીટર ખોલી હાલ નર્મદા નદીમાં 46,813 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે શું કહ્યું?
અંબાલાલ પટેલે કહ્યું કે, '24 સપ્ટેમ્બર આસપાસ બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ સર્જાશે. આ સિસ્ટમથી ઓરિસ્સા, વિશાખાપટ્ટનમ, આંધ્રપ્રદેશ, દક્ષિણ મહારાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં તેની અસર જોવા મળશે. તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.'