HMPV વાયરસનો કહેર...અમદાવાદમાં વધુ એક HMPVનો કેસ, 9 મહિનાનું બાળક સંક્રમિત
HMPVના હાહાકાર વચ્ચે અમદાવાદમાં વધુ એક કેસ નોંધાયો છે. સાઉથ બોપલમાં 9 મહિનાનું બાળક સંક્રમિત થયું છે. બાળકને શરદી અને શ્વાસ લેવામાં તકલીફ હતી જેને લઇ 6 જાન્યુઆરીએ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.મળતી માહિતી મુજબ, દેશમાં ચીની વાયરસે ભરડો લીધો છે. તેવામાં ગુજરાતમાં HMPV વાયરસોના કેસ વધી રહ્યા છે. આજ રોજ અમદાવાદમાં વધુ એક HMPV નો કેસ નોંધાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. અમદાવાદના સાઉથ બોપલમાં 9 મહિનાનું બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બાળકને શરદી અને શ્વાસ લેવામાં તકલીફ હોવાના કારણે રિપોર્ટ કરવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે 9 મહિનાનું બાળક સંક્રમિત છે. આ બાળકને 6 જાન્યુઆરીએ હોસ્પિટલમાં દાખલ કરાયું હતું. 9 જાન્યુઆરીએ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.HMPV વાયરસને લઈને અમદાવાદની સ્કૂલો સતર્કHMPV વાયરસને લઈને અમદાવાદની સ્કૂલો પણ સતર્ક બની છે. સ્કૂલમાં બાળકોને સોશિયલ ડિસ્ટન્સિંગથી બેસાડવામાં આવી રહ્યા છે અને HMPV વાયરસને પગલે સ્કૂલો દ્વારા એડવાઈઝરી પણ બહાર પાડવામાં આવી છે. સંચાલકો દ્વારા વાલીઓને મેસેજ કરીને સૂચના આપવામાં આવી છે. શરદી, તાવ હોય તો બાળકને સ્કૂલે ના મોકલવા માટે કહેવામાં આવ્યું છે. આ સાથે જ કોઈને શ્વાસ લેવામાં તકલીફ પડે તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવા માટે કહેવામાં આવ્યું છે. સ્કુલ સંચાલકોએ કહ્યું કે વિદ્યાર્થિની તબિયત ખરાબ હોય તો પરીક્ષા પછી લેવાશે, જો કે આ વાયરસથી ડરવાની જરૂર નથી પણ સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. ગુજરાત સરકારે જાહેર કરી ગાઈડલાઈન ચીનમાં HMPV વાયરસ તબાહી મચાવી રહ્યો હોવાના સમાચારો આવી રહ્યા છે. ચીનના કેટલાક પ્રાંતમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. અને આ સ્થિતિ કોરોના સમયની યાદ અપાવી રહી છે. રાજ્ય સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકામાં જણાવ્યું કે, ચીનમાં માનવ મેટાન્યુમોવાઈરા (HMPV) ના પ્રકોપ અંગે વિવિધ ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયામાં સમાચાર પ્રસિદ્ધ થયેલ છે. DGHS, NCDC. MoH&FW અને ભારત સરકારશ્રી દ્વારા તા.૦૩/૦૧/૨૦૨૫ ના રોજ નિવેદન આપવામાં આવેલ છે કે મેટાન્યુમોવાઈન્સ (HMPV) અન્ય શ્વસન વાયરસ જેવો જ વાયરસ છે. જે શિયાળાની ઋતુ દરમિયાન ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધ વયના લોકોમાં દેખાય છે અને તેના લક્ષણોમાં સામાન્ય શરદી અને કલુનો સમાવેશ થાય છે. હાલમાં ગુજરાતમાં માનવ મેટાન્યુમોવાઈરસ (HMPV)નો કોઈ કેસ નોંધાયેલ નથી. આરોગ્ય વિભાગે રાજ્યમાં હાલમાં શ્વસનને લગતા ચેપી રોગોની માહિતી વિશ્લેષિત કરી છે. જેમાં ડિસેમ્બર ૨૦૨૩ ની સરખામણીએ ડિસેમ્બર ૨૦૨૪માં કોઈ નોંધપાત્ર વધારો જણાયેલ નથી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નાગરિકોને શ્વાનને લગતા ચેપી રોગોના રક્ષણ સામે શું કરવું અને શું ન કરવું તેના નિયમોનું પાલન કરવા વિનંતી કરે છે.શું કરવું?જ્યારે ઉધરસ અથવા છીક આવે ત્યારે મોઢું અને નાકને રૂમાલ અથવા ટિસ્યુથી ઢાંકવું. નિયમિત રીતે હાથ સાબુ અને પાણીથી ધોવાં કે રોનેટાઈઝરનો ઉપયોગ કરવો. ભીડભાડવાળા સ્થળોથી દૂર રહેવું અને ફલૂથી પીડિત વ્યક્તિઓથી ઓછામાં ઓછું એક હાથનું અંતર રાખવું. તાવ, ઉધરરા કે છીંક આવે છે તો જાહેર સ્થળો પર જવાનું ટાળવું. વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક ખાવો. પ્રબળ પ્રતિરોધક શતિ માટે પૂરતી ઊંઘ લેવી. બીમારીઓ ફેલાતી અટકાવવા માટે યોગ્ય વેન્ટિલેશન વાળા વાતાવરણમાં રહેવું. શ્વસનને લગતા લક્ષણો જણાય તો ઘરમાં જ રહેવું, બીજાઓ સાથે સંપર્ક મર્યાદિત કરવો અને તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. શું ન કરવું?આવશ્યક ના હોય તો આંખ, નાક કે મોઢાને સ્પર્શ કરવો નહિ. ચેપ ગ્રસ્ત વ્યક્તિએ વ્યક્તિગત ચીજવસ્તુઓ જેમ કે ટુવાલ. માલ અથવા અન્ય વાસણો બીજા વ્યક્તિના સંપર્કમાં કે ઉપયોગમાં ના આવે તેનું ધ્યાન રાખવું. જાતે દવા લેવાનું ટાળવું, લક્ષણોમાં વધારો દેખાય તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો. ગભરાશો નહિ, સાવચેતી એજ સલામતી હોઈ આ માર્ગદર્શિકાનું અવશ્ય પાલન કરવું
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
HMPVના હાહાકાર વચ્ચે અમદાવાદમાં વધુ એક કેસ નોંધાયો છે. સાઉથ બોપલમાં 9 મહિનાનું બાળક સંક્રમિત થયું છે. બાળકને શરદી અને શ્વાસ લેવામાં તકલીફ હતી જેને લઇ 6 જાન્યુઆરીએ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
મળતી માહિતી મુજબ, દેશમાં ચીની વાયરસે ભરડો લીધો છે. તેવામાં ગુજરાતમાં HMPV વાયરસોના કેસ વધી રહ્યા છે. આજ રોજ અમદાવાદમાં વધુ એક HMPV નો કેસ નોંધાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. અમદાવાદના સાઉથ બોપલમાં 9 મહિનાનું બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બાળકને શરદી અને શ્વાસ લેવામાં તકલીફ હોવાના કારણે રિપોર્ટ કરવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે 9 મહિનાનું બાળક સંક્રમિત છે. આ બાળકને 6 જાન્યુઆરીએ હોસ્પિટલમાં દાખલ કરાયું હતું. 9 જાન્યુઆરીએ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
HMPV વાયરસને લઈને અમદાવાદની સ્કૂલો સતર્ક
HMPV વાયરસને લઈને અમદાવાદની સ્કૂલો પણ સતર્ક બની છે. સ્કૂલમાં બાળકોને સોશિયલ ડિસ્ટન્સિંગથી બેસાડવામાં આવી રહ્યા છે અને HMPV વાયરસને પગલે સ્કૂલો દ્વારા એડવાઈઝરી પણ બહાર પાડવામાં આવી છે. સંચાલકો દ્વારા વાલીઓને મેસેજ કરીને સૂચના આપવામાં આવી છે. શરદી, તાવ હોય તો બાળકને સ્કૂલે ના મોકલવા માટે કહેવામાં આવ્યું છે. આ સાથે જ કોઈને શ્વાસ લેવામાં તકલીફ પડે તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવા માટે કહેવામાં આવ્યું છે. સ્કુલ સંચાલકોએ કહ્યું કે વિદ્યાર્થિની તબિયત ખરાબ હોય તો પરીક્ષા પછી લેવાશે, જો કે આ વાયરસથી ડરવાની જરૂર નથી પણ સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે.
ગુજરાત સરકારે જાહેર કરી ગાઈડલાઈન
ચીનમાં HMPV વાયરસ તબાહી મચાવી રહ્યો હોવાના સમાચારો આવી રહ્યા છે. ચીનના કેટલાક પ્રાંતમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. અને આ સ્થિતિ કોરોના સમયની યાદ અપાવી રહી છે. રાજ્ય સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકામાં જણાવ્યું કે, ચીનમાં માનવ મેટાન્યુમોવાઈરા (HMPV) ના પ્રકોપ અંગે વિવિધ ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયામાં સમાચાર પ્રસિદ્ધ થયેલ છે. DGHS, NCDC. MoH&FW અને ભારત સરકારશ્રી દ્વારા તા.૦૩/૦૧/૨૦૨૫ ના રોજ નિવેદન આપવામાં આવેલ છે કે મેટાન્યુમોવાઈન્સ (HMPV) અન્ય શ્વસન વાયરસ જેવો જ વાયરસ છે. જે શિયાળાની ઋતુ દરમિયાન ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધ વયના લોકોમાં દેખાય છે અને તેના લક્ષણોમાં સામાન્ય શરદી અને કલુનો સમાવેશ થાય છે. હાલમાં ગુજરાતમાં માનવ મેટાન્યુમોવાઈરસ (HMPV)નો કોઈ કેસ નોંધાયેલ નથી. આરોગ્ય વિભાગે રાજ્યમાં હાલમાં શ્વસનને લગતા ચેપી રોગોની માહિતી વિશ્લેષિત કરી છે. જેમાં ડિસેમ્બર ૨૦૨૩ ની સરખામણીએ ડિસેમ્બર ૨૦૨૪માં કોઈ નોંધપાત્ર વધારો જણાયેલ નથી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નાગરિકોને શ્વાનને લગતા ચેપી રોગોના રક્ષણ સામે શું કરવું અને શું ન કરવું તેના નિયમોનું પાલન કરવા વિનંતી કરે છે.
શું કરવું?
- જ્યારે ઉધરસ અથવા છીક આવે ત્યારે મોઢું અને નાકને રૂમાલ અથવા ટિસ્યુથી ઢાંકવું.
- નિયમિત રીતે હાથ સાબુ અને પાણીથી ધોવાં કે રોનેટાઈઝરનો ઉપયોગ કરવો.
- ભીડભાડવાળા સ્થળોથી દૂર રહેવું અને ફલૂથી પીડિત વ્યક્તિઓથી ઓછામાં ઓછું એક હાથનું અંતર રાખવું.
- તાવ, ઉધરરા કે છીંક આવે છે તો જાહેર સ્થળો પર જવાનું ટાળવું.
- વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક ખાવો.
- પ્રબળ પ્રતિરોધક શતિ માટે પૂરતી ઊંઘ લેવી.
- બીમારીઓ ફેલાતી અટકાવવા માટે યોગ્ય વેન્ટિલેશન વાળા વાતાવરણમાં રહેવું.
- શ્વસનને લગતા લક્ષણો જણાય તો ઘરમાં જ રહેવું, બીજાઓ સાથે સંપર્ક મર્યાદિત કરવો અને તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો.
શું ન કરવું?
- આવશ્યક ના હોય તો આંખ, નાક કે મોઢાને સ્પર્શ કરવો નહિ.
- ચેપ ગ્રસ્ત વ્યક્તિએ વ્યક્તિગત ચીજવસ્તુઓ જેમ કે ટુવાલ. માલ અથવા અન્ય વાસણો બીજા વ્યક્તિના સંપર્કમાં કે ઉપયોગમાં ના આવે તેનું ધ્યાન રાખવું.
- જાતે દવા લેવાનું ટાળવું, લક્ષણોમાં વધારો દેખાય તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો.
- ગભરાશો નહિ, સાવચેતી એજ સલામતી હોઈ આ માર્ગદર્શિકાનું અવશ્ય પાલન કરવું