Vav: સરહદી ચોથા નેસડા ગામે ચાર દિવસથી પીવાના પાણીનો કાળો કકળાટ

વાવ તાલુકાના સરહદે આવેલા ચોથા નેસડા ગામે ભર શિયાળે છેલ્લા ચાર દિવસથી પીવાના પાણીની સમસ્યા સર્જાતા ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. ગ્રામજનો એ જવાબદાર તંત્રને પાણીની સમસ્યા અંગે જાણ કરતા મોટર બળી ગઈ હોવાનું તંત્રએ જણાવ્યું હતું.જોકે ઉનાળો.ચોમાસુ તેમજ શિયાળામાં પણ પીવાના પાણીની સમસ્યા યથાવત રહેતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આખરે કાયમી પાણીની સમસ્યા હલ કરવા ગ્રામજનોએ સીએમઓ સુધી પણ રજૂઆતો કરી હતી તેમ છતાં પીવાના પાણીની સમસ્યા હાલ થઈ ન હતી.2500 જન સંખ્યા અને 5000 હજારથી વધુ પશુધન ધરાવતા રણના કાંઠે આવેલા ચોથાનેસડા ગામે વર્ષોથી પીવાના પાણીની સમસ્યા સર્જાય છે. જેમાં ઉનાળામાં ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે. પાણીની સમસ્યા અંગે જવાબદાર તંત્રને જ્યારે પણ ગ્રામજનો રજૂઆત કરે છે ત્યારે પાણીની સમસ્યા હલ થઈ જશે તેવી હૈયાધારણ આપવામાં આવે છે સાંસદ અને ધારાસભ્યને પણ કરી રજૂઆત થાનાભાઇ રાજપુતે જણાવ્યું હતું કે શિયાળામાં પણ ચાર દિવસથી પાણી આવતું નથી જવાબદાર અધિકારીઓને રજૂઆત કરીએ છીએ તો કહે છે કે મોટર બળી ગઈ છે તેમજ સાંસદ ગેનીબેન ઠાકોર અને ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરને ટેલિફોનિક પર આ અંગે જાણ કરી છે.. પાણી પુરવઠા અધિકારી શું કહે છે? અંગે વાવ નાયબ કાર્યપાલક ઇજનેર નીરવભાઇને પૂછતા તેમણે જણાવ્યું હતું કે મોટર નો ઇસ્યુ હતો જે સોલ થઈ ગયો છે આવતીકાલે પાણી મળી જશે. ભૂતિયા જોડાણ હટાવવામાં તંત્રને કયો ગ્રહ નડે છે? ઉનાળો ચોમાસુ તેમજ શિયાળામાં પીવાના પાણીની સમસ્યા સર્જાય છે.રમસરાથી ચોથો નેસડા આવતી પાઇપલાઇનમાં અસંખ્ય ગેરકાયદેસર કનેક્શન હોવાથી છેવાડા સુધી પાણી ન પહોંચતો હોવાની રાવ ઉઠી છે તો આ ગેરકાયદેસર કનેક્શન હટાવવામાં તંત્રને કયો ગ્રહ નડે છે. કેમ કનેક્શન હટાવતા નથી?

Vav: સરહદી ચોથા નેસડા ગામે ચાર દિવસથી પીવાના પાણીનો કાળો કકળાટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વાવ તાલુકાના સરહદે આવેલા ચોથા નેસડા ગામે ભર શિયાળે છેલ્લા ચાર દિવસથી પીવાના પાણીની સમસ્યા સર્જાતા ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. ગ્રામજનો એ જવાબદાર તંત્રને પાણીની સમસ્યા અંગે જાણ કરતા મોટર બળી ગઈ હોવાનું તંત્રએ જણાવ્યું હતું.

જોકે ઉનાળો.ચોમાસુ તેમજ શિયાળામાં પણ પીવાના પાણીની સમસ્યા યથાવત રહેતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આખરે કાયમી પાણીની સમસ્યા હલ કરવા ગ્રામજનોએ સીએમઓ સુધી પણ રજૂઆતો કરી હતી તેમ છતાં પીવાના પાણીની સમસ્યા હાલ થઈ ન હતી.2500 જન સંખ્યા અને 5000 હજારથી વધુ પશુધન ધરાવતા રણના કાંઠે આવેલા ચોથાનેસડા ગામે વર્ષોથી પીવાના પાણીની સમસ્યા સર્જાય છે. જેમાં ઉનાળામાં ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે. પાણીની સમસ્યા અંગે જવાબદાર તંત્રને જ્યારે પણ ગ્રામજનો રજૂઆત કરે છે ત્યારે પાણીની સમસ્યા હલ થઈ જશે તેવી હૈયાધારણ આપવામાં આવે છે

સાંસદ અને ધારાસભ્યને પણ કરી રજૂઆત

થાનાભાઇ રાજપુતે જણાવ્યું હતું કે શિયાળામાં પણ ચાર દિવસથી પાણી આવતું નથી જવાબદાર અધિકારીઓને રજૂઆત કરીએ છીએ તો કહે છે કે મોટર બળી ગઈ છે તેમજ સાંસદ ગેનીબેન ઠાકોર અને ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરને ટેલિફોનિક પર આ અંગે જાણ કરી છે..

પાણી પુરવઠા અધિકારી શું કહે છે?

અંગે વાવ નાયબ કાર્યપાલક ઇજનેર નીરવભાઇને પૂછતા તેમણે જણાવ્યું હતું કે મોટર નો ઇસ્યુ હતો જે સોલ થઈ ગયો છે આવતીકાલે પાણી મળી જશે.

ભૂતિયા જોડાણ હટાવવામાં તંત્રને કયો ગ્રહ નડે છે?

ઉનાળો ચોમાસુ તેમજ શિયાળામાં પીવાના પાણીની સમસ્યા સર્જાય છે.રમસરાથી ચોથો નેસડા આવતી પાઇપલાઇનમાં અસંખ્ય ગેરકાયદેસર કનેક્શન હોવાથી છેવાડા સુધી પાણી ન પહોંચતો હોવાની રાવ ઉઠી છે તો આ ગેરકાયદેસર કનેક્શન હટાવવામાં તંત્રને કયો ગ્રહ નડે છે. કેમ કનેક્શન હટાવતા નથી?