Agriculture : 25 નવેમ્બર પહેલા ખેડૂત ફાર્મર રજીસ્ટ્રી હેઠળ નોંધણી ફરજિયાત

એગ્રીસ્ટેક પ્રોજેકટ અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ફાર્મ રજીસ્ટ્રી હેઠળ ખેડૂતોને આધાર આઈ.ડીની જેમ ફાર્મર આઈ.ડી મળશે. રાજ્યમાં 15 ઓક્ટોબર 2024થી ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે. ભારત સરકારે પીએમ કિસાન યોજનાના રૂ. 2000ના આગામી ડિસેમ્બર મહિનાના હપ્તા માટે ખેડૂત આઈ. ડી.ની નોંધણી ફરજિયાત કરી છે. ઓનલાઈન કરાવો નોંધણી જેમાં 25 નવેમ્બર પહેલા બોટાદ જિલ્લાના પી.એમ. કિસાન યોજનાનો લાભ લેતા કુલ 82,161 લાભાર્થીઓ સાથે જ અન્ય તમામ ખેડૂત ખાતેદારોએ નોંધણી કરવાની રહેશે. ઉલ્લેખનીય છે કે આજ દિન સુધી ફક્ત 7136 ખેડૂતોએ જ ખેડૂત રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આથી બાકી રહેતા તમામ ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રીન્યોર(વીસીઈ) તથા કોમન સર્વિસ સેન્ટર (સીએસસી)નો સંપર્ક કરી ખેડૂત રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અથવા ઓનલાઈન સેલ્ફ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ફાર્મર રજિસ્ટ્રી નહીં કરાવનાર ખેડૂતોને પી.એમ. કિસાન યોજનાના રૂપિયા 2000નો હપ્તો મળવાપાત્ર રહેશે નહીં. ખેડૂત મિત્રો ‘Farmer Registry Gujarat' મોબાઈલ એપ્લીકેશન https://play.google.com/store/apps/details?id=com.agristack.gj.farmerregistry મારફત ઘરે બેઠા જાતે પણ નોંધણી કરી શકે છે. ના ખબર પડે તો અધિકારીનો કરો સંપર્ક ફાર્મર રજીસ્ટ્રી અંતર્ગત રાજ્યના તમામ ખેડૂતો, TCM, ગ્રામ સેવકો તથા VLE/VCE માટે SATCOM (BISAG) દ્વારા માર્ગદર્શન અને તાલીમ તા. 21-11-2024, ગુરુવારના રોજ સવારે 11.30 થી બપોરે 1.00 કલાકે રાખવામાં આવ્યું છે. જેનું જીવંત પ્રસારણ વંદે ગુજરાત ચેનલ 4 પર થશે. જેમાં તમામ ખેડૂતો, TCM, ગ્રામ સેવકો તથા VLE/VCEને ફરજિયાત હાજર રહેવા અનુરોધ છે તેમ બોટાદ જિલ્લા ખેતીવાડી અધિકારીદ્વારા જણાવવામાં આવે છે.

Agriculture : 25 નવેમ્બર પહેલા ખેડૂત ફાર્મર રજીસ્ટ્રી હેઠળ નોંધણી ફરજિયાત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

એગ્રીસ્ટેક પ્રોજેકટ અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ફાર્મ રજીસ્ટ્રી હેઠળ ખેડૂતોને આધાર આઈ.ડીની જેમ ફાર્મર આઈ.ડી મળશે. રાજ્યમાં 15 ઓક્ટોબર 2024થી ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે. ભારત સરકારે પીએમ કિસાન યોજનાના રૂ. 2000ના આગામી ડિસેમ્બર મહિનાના હપ્તા માટે ખેડૂત આઈ. ડી.ની નોંધણી ફરજિયાત કરી છે.

ઓનલાઈન કરાવો નોંધણી

જેમાં 25 નવેમ્બર પહેલા બોટાદ જિલ્લાના પી.એમ. કિસાન યોજનાનો લાભ લેતા કુલ 82,161 લાભાર્થીઓ સાથે જ અન્ય તમામ ખેડૂત ખાતેદારોએ નોંધણી કરવાની રહેશે. ઉલ્લેખનીય છે કે આજ દિન સુધી ફક્ત 7136 ખેડૂતોએ જ ખેડૂત રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આથી બાકી રહેતા તમામ ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રીન્યોર(વીસીઈ) તથા કોમન સર્વિસ સેન્ટર (સીએસસી)નો સંપર્ક કરી ખેડૂત રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અથવા ઓનલાઈન સેલ્ફ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ફાર્મર રજિસ્ટ્રી નહીં કરાવનાર ખેડૂતોને પી.એમ. કિસાન યોજનાના રૂપિયા 2000નો હપ્તો મળવાપાત્ર રહેશે નહીં. ખેડૂત મિત્રો ‘Farmer Registry Gujarat' મોબાઈલ એપ્લીકેશન https://play.google.com/store/apps/details?id=com.agristack.gj.farmerregistry મારફત ઘરે બેઠા જાતે પણ નોંધણી કરી શકે છે.

ના ખબર પડે તો અધિકારીનો કરો સંપર્ક

ફાર્મર રજીસ્ટ્રી અંતર્ગત રાજ્યના તમામ ખેડૂતો, TCM, ગ્રામ સેવકો તથા VLE/VCE માટે SATCOM (BISAG) દ્વારા માર્ગદર્શન અને તાલીમ તા. 21-11-2024, ગુરુવારના રોજ સવારે 11.30 થી બપોરે 1.00 કલાકે રાખવામાં આવ્યું છે. જેનું જીવંત પ્રસારણ વંદે ગુજરાત ચેનલ 4 પર થશે. જેમાં તમામ ખેડૂતો, TCM, ગ્રામ સેવકો તથા VLE/VCEને ફરજિયાત હાજર રહેવા અનુરોધ છે તેમ બોટાદ જિલ્લા ખેતીવાડી અધિકારીદ્વારા જણાવવામાં આવે છે.