Rajkot: ગણેશ મહોત્સવમાં લાડુ સ્પર્ધા યોજાઈ, મહિલાએ 5 મીનિટમાં 10 લાડુ આરોગ્યા

ભાજપ દ્વારા ગણેશ મહોત્સવ લાડુ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં મહિલા સ્પર્ધક સાવિત્રીબેન યાદવે 05 મીનિટમાં 10 લાડુ આરોગ્યા હતા. સૌથી ઓછા સમયમાં સૌથી વધારે લાડુ આરોગવા બદલ મહિલા સ્પર્ધકનો પ્રથમ નંબર આપવામાં આવ્યો હતો. મહિલા સ્પર્ધક છેલ્લા છ વર્ષથી દર વર્ષે પ્રથમ નંબરે આવે છે. દર વર્ષે સૌથી વધારે લાડવા ખાવામાં તેમનો પહેલો નંબર આવે છે. રાજકોટ શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા દર વર્ષે ગણેશ મહોત્સવ અંતર્ગત લાડુ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જેમાં અનેક લોકો આ સ્પર્ધમાં ભાગ લેતા હોય છે. આ વર્ષે પણ અનેક લોકોએ લાડુ ખાવાની સ્પર્ધામાં ભાગ લીધો હતો. પુરુષ સ્પર્ધકોમાં ગોવિંદભાઈ લુણાગરિયાએ 19 લાડુ આરોગ્યા પુરુષ સ્પર્ધકોમાં પ્રથમ નંબરે ગોવિંદભાઈ લુણાગરિયા રહ્યા હતા. તેમણે 19 લાડુ આરોગ્યા હતા. તેમજ અશોકભાઈ રંગાણીએ સાડા 14 લાડુ આરોગ્યા હતા. માધવજીભાઈ ઉડગીયાએ 12 લાડુ આરોગ્યા હતા. દર વર્ષે આ સ્પર્ધામાં પુરુષ અને મહિલા એમ બે અલગ-અલગ ઈનામ આપવામાં આવે છે. મહિલા સ્પર્ધકે 3 મીનિટમાં 40 પાણીપુરી ખાધીભારતીય જનતા પાર્ટી રાજકોટ દ્વારા 10 દિવસનો ગણપતિ મહોત્સવ ઉજવાય છે. દસ દિવસ સુધી અલગ અલગ કાર્યક્રમ યોજવામાં આવે છે. આજે આઠમાં દિવસે બહેનો માટે પાણીપુરીની સ્પર્ધા હતી તેમજ મોદક સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. પાણીપુરીની સ્પર્ધામાં એક બહેનએ 3 મીનિટમાં 40 પાણીપુરી ખાધી હતી. જેને લઈને તેમને પ્રથમ નંબર આપવામાં આવ્યો હતો.

Rajkot: ગણેશ મહોત્સવમાં લાડુ સ્પર્ધા યોજાઈ, મહિલાએ 5 મીનિટમાં 10 લાડુ આરોગ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભાજપ દ્વારા ગણેશ મહોત્સવ લાડુ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં મહિલા સ્પર્ધક સાવિત્રીબેન યાદવે 05 મીનિટમાં 10 લાડુ આરોગ્યા હતા. સૌથી ઓછા સમયમાં સૌથી વધારે લાડુ આરોગવા બદલ મહિલા સ્પર્ધકનો પ્રથમ નંબર આપવામાં આવ્યો હતો.


મહિલા સ્પર્ધક છેલ્લા છ વર્ષથી દર વર્ષે પ્રથમ નંબરે આવે છે. દર વર્ષે સૌથી વધારે લાડવા ખાવામાં તેમનો પહેલો નંબર આવે છે. રાજકોટ શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા દર વર્ષે ગણેશ મહોત્સવ અંતર્ગત લાડુ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જેમાં અનેક લોકો આ સ્પર્ધમાં ભાગ લેતા હોય છે. આ વર્ષે પણ અનેક લોકોએ લાડુ ખાવાની સ્પર્ધામાં ભાગ લીધો હતો.

પુરુષ સ્પર્ધકોમાં ગોવિંદભાઈ લુણાગરિયાએ 19 લાડુ આરોગ્યા

પુરુષ સ્પર્ધકોમાં પ્રથમ નંબરે ગોવિંદભાઈ લુણાગરિયા રહ્યા હતા. તેમણે 19 લાડુ આરોગ્યા હતા. તેમજ અશોકભાઈ રંગાણીએ સાડા 14 લાડુ આરોગ્યા હતા. માધવજીભાઈ ઉડગીયાએ 12 લાડુ આરોગ્યા હતા. દર વર્ષે આ સ્પર્ધામાં પુરુષ અને મહિલા એમ બે અલગ-અલગ ઈનામ આપવામાં આવે છે.

મહિલા સ્પર્ધકે 3 મીનિટમાં 40 પાણીપુરી ખાધી

ભારતીય જનતા પાર્ટી રાજકોટ દ્વારા 10 દિવસનો ગણપતિ મહોત્સવ ઉજવાય છે. દસ દિવસ સુધી અલગ અલગ કાર્યક્રમ યોજવામાં આવે છે. આજે આઠમાં દિવસે બહેનો માટે પાણીપુરીની સ્પર્ધા હતી તેમજ મોદક સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. પાણીપુરીની સ્પર્ધામાં એક બહેનએ 3 મીનિટમાં 40 પાણીપુરી ખાધી હતી. જેને લઈને તેમને પ્રથમ નંબર આપવામાં આવ્યો હતો.