Mehsana: શ્રમિકોના મોત મુદ્દે ચૈતર વસાવાએ કહ્યું 'સહાય વધુ મળે તે જરૂરી'

ગઈકાલે મહેસાણામાં શ્રમિકોના મોતની બનેલી ઘટના મુદ્દે આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે એક ટકા શેષ શ્રમિકો માટે સરકારમાં જમા થાય છે પણ શ્રમિકો માટે કશું થતું નથી.સેફ્ટી વગર મજૂરોને ખાડામાં ઉતારવામાં આવે છે: ચૈતર વસાવા વધુમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું કે આદિવાસી વિસ્તારમાં રોજગારી માટે કોઈ વ્યવસ્થા નથી, જેના કારણે મજૂરી કરવા અન્ય જગ્યાએ જવું પડે છે. ત્યારે સેફ્ટી વગર મજૂરોને ખાડામાં ઉતારવામાં આવે છે, શ્રમિકોના પરિજનોને વધુ સહાય મળે તે જરૂરી છે. તમને જણાવી દઈએ કે મહેસાણા જિલ્લાના કડીના જાસલપુરમાં દુર્ઘટનામાં 9 શ્રમજીવીના મોત થયા હતા. જેમાં 7 લોકો દાહોદ જિલ્લાના ઝાલોદના વતની હતા અને અન્ય 2 રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના વતની હતા.  ભેખડ ધસી પડવાથી 9 લોકોના મોત થયા હતા મહેસાણાના કડીના જાસલપુરમાં સ્ટીલ ઈનોક્સ સ્ટેઈનલેસ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં ભેખડ ધસી પડવાથી 9 લોકોના મોત થયા હતા. કંપનીમાં કન્સ્ટ્રક્શન કામ દરમિયાન આ દુર્ઘટના બની હતી. જો કે ઘટનાની જાણ થતાં જ એમ્બ્યુલન્સ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો, આ સાથે જ મહેસાણા જિલ્લા પોલીસ વડા પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. 3 લોકો સામે નોંધાયો ગુનો ગઈકાલે જ આ ઘટના બાદ સ્ટીલ ઈનોક્સ સ્ટેઈનલેસ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં દુર્ઘટના મુદ્દે ફરિયાદ નોંધાઈ હતી. કોન્ટ્રાક્ટર સહિત 3 લોકો સામે ગુનો નોંધાયો છે, કંપનીના કોન્ટ્રાકટર જયેશ દોશી સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે તો એન્જિનિયર કૌશિક પરમાર સામે ગુનો દાખલ કરાયો છે. સાથે જ લેબર કોન્ટ્રાકટર દિનેશ ભુરિયા સામે પણ ગુનો નોંધાયો છે. કડી પોલીસ સ્ટેશને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કડીની દુર્ઘટના પર CM ભૂપેન્દ્ર પટેલે દુઃખ વ્યક્ત કર્યું, મૃતકોના પરિવારજનોને 4-4 લાખની સહાય ગઈકાલે સાંજે કડીની દુર્ઘટના પર CM ભૂપેન્દ્ર પટેલે દુઃખ વ્યક્ત કર્યું હતું, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતા તેમને લખ્યું હતું કે મહેસાણામાં દિવાલ પડવાના લીધે થયેલ જાનહાનિની ઘટના અત્યંત દુઃખદ છે. મૃતકોના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. તંત્ર દ્વારા ઈજાગ્રસ્તોના બચાવ અને ઝડપી સારવાર માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેઓ ઝડપથી સાજા થાય તેવી પ્રભુને પ્રાર્થના કરું છું.

Mehsana: શ્રમિકોના મોત મુદ્દે ચૈતર વસાવાએ કહ્યું 'સહાય વધુ મળે તે જરૂરી'

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગઈકાલે મહેસાણામાં શ્રમિકોના મોતની બનેલી ઘટના મુદ્દે આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે એક ટકા શેષ શ્રમિકો માટે સરકારમાં જમા થાય છે પણ શ્રમિકો માટે કશું થતું નથી.

સેફ્ટી વગર મજૂરોને ખાડામાં ઉતારવામાં આવે છે: ચૈતર વસાવા

વધુમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું કે આદિવાસી વિસ્તારમાં રોજગારી માટે કોઈ વ્યવસ્થા નથી, જેના કારણે મજૂરી કરવા અન્ય જગ્યાએ જવું પડે છે. ત્યારે સેફ્ટી વગર મજૂરોને ખાડામાં ઉતારવામાં આવે છે, શ્રમિકોના પરિજનોને વધુ સહાય મળે તે જરૂરી છે. તમને જણાવી દઈએ કે મહેસાણા જિલ્લાના કડીના જાસલપુરમાં દુર્ઘટનામાં 9 શ્રમજીવીના મોત થયા હતા. જેમાં 7 લોકો દાહોદ જિલ્લાના ઝાલોદના વતની હતા અને અન્ય 2 રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના વતની હતા.

 ભેખડ ધસી પડવાથી 9 લોકોના મોત થયા હતા

મહેસાણાના કડીના જાસલપુરમાં સ્ટીલ ઈનોક્સ સ્ટેઈનલેસ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં ભેખડ ધસી પડવાથી 9 લોકોના મોત થયા હતા. કંપનીમાં કન્સ્ટ્રક્શન કામ દરમિયાન આ દુર્ઘટના બની હતી. જો કે ઘટનાની જાણ થતાં જ એમ્બ્યુલન્સ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો, આ સાથે જ મહેસાણા જિલ્લા પોલીસ વડા પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

3 લોકો સામે નોંધાયો ગુનો

ગઈકાલે જ આ ઘટના બાદ સ્ટીલ ઈનોક્સ સ્ટેઈનલેસ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં દુર્ઘટના મુદ્દે ફરિયાદ નોંધાઈ હતી. કોન્ટ્રાક્ટર સહિત 3 લોકો સામે ગુનો નોંધાયો છે, કંપનીના કોન્ટ્રાકટર જયેશ દોશી સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે તો એન્જિનિયર કૌશિક પરમાર સામે ગુનો દાખલ કરાયો છે. સાથે જ લેબર કોન્ટ્રાકટર દિનેશ ભુરિયા સામે પણ ગુનો નોંધાયો છે. કડી પોલીસ સ્ટેશને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કડીની દુર્ઘટના પર CM ભૂપેન્દ્ર પટેલે દુઃખ વ્યક્ત કર્યું, મૃતકોના પરિવારજનોને 4-4 લાખની સહાય

ગઈકાલે સાંજે કડીની દુર્ઘટના પર CM ભૂપેન્દ્ર પટેલે દુઃખ વ્યક્ત કર્યું હતું, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતા તેમને લખ્યું હતું કે મહેસાણામાં દિવાલ પડવાના લીધે થયેલ જાનહાનિની ઘટના અત્યંત દુઃખદ છે. મૃતકોના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. તંત્ર દ્વારા ઈજાગ્રસ્તોના બચાવ અને ઝડપી સારવાર માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેઓ ઝડપથી સાજા થાય તેવી પ્રભુને પ્રાર્થના કરું છું.