Vadodara ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, દિવાળીમાં ચોરી કરતી ગેંગને ઝડપી પાડી

વડોદરા ક્રાઈમબ્રાન્ચને મોટી સફળતા મળી છે,દિવાળીમાં આતંક મચાવતી ચોરગેંગ ઝડપાઈ છે જેને લઈ પોલીસે અનેક ખુલાસા કર્યા છે,ચડ્ડી બનિયાનધારી ગેંગના 4 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.આ આરોપીઓએ અગાઉ પણ વડોદરાના અનેક વિસ્તારોમાં ધાડ-લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે.ત્યારે વડોદરા ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. વિવિધ વિસ્તારોમાં કરતા લૂંટ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે 4 આરોપીઓને ઝડપી પાડયા છે.વિવિધ વિસ્તારોમા લૂંટને અંજામ આપતા હતા,સુનિલ વહોનીયા,પપ્પુ તડવી,નિલેશ મકવાણા, સુખરામ વડવીની ધરપકડ કરાઈ છે.તમામ આરોપીઓ દાહોદના રહેવાસી છે અને દાહોદથી લૂંટ કરવા વડોદરા આવતા હતા.આરોપીઓ દિવાળીના સમયે ઘરફોડ ચોરી કરવા માટે આવ્યા હતા તેવી માહિતી પોલીસને મળી છે,પણ કોઈ લૂંટ કે ઘરફોડી કરે તે પહેલા જ પોલીસે દબોચી લીધા છે.ક્રાઈબ્રાન્ચ ACP હરપાલસિંહ રાઠોડનું નિવેદન ક્રાઈમ બ્રાન્ચના એસીપી હરપાલસિંહનું કહેવું છે કે,આરોપીઓએ શહેરમાં અનેક જગ્યાએ ચોરી કર્યાનું કબૂલ્યું છે.આરોપીઓને ગોત્રી વિસ્તારમાંથી ઝડપ્યા છે,છાણી, નંદેસરી, લક્ષ્મીપુરા, માંજલપુરમાં ગુના કર્યા છે,આરોપીઓને કોઈ પકડવા આવે તો પથ્થરો પણ મારતા હતા જેના કારણે ઘણા લોકોને ઈજા પણ પહોંચી છે.ચાલુ વર્ષમાં રાત્રીના સમયમાં ઘરફોડ ચોરીના ઘણા બનાવો બન્યા છે.લોકોમાં ભય નું વાતાવરણ ઉભું કર્યું હતું અને ચડ્ડી બનીયાન ધારી ગેંગ શરીર પર કપડુ બાધતી હતી.અત્યાર સુધી માં 11 ગુનાઓ દાખલ છે પોલીસનું કહેવું છે કે આ ગેંગ સામે 11 ગુના નોંધાયેલા છે,પોલીસની અલગ-અલગ ટીમો કામે લાગી છે.હજુ પણ તપાસ દરમિયાન આ આંકડો વધી શકે છે.શહેરના છેવાડે આવેલ સોસાયટીઓને ટાર્ગેટ કરતા હતા અને ત્યાં રેકી કરીને ચોરી પણ કરતા હતા,કોઈ પણ હાથવગું વસ્તુને હથિયાર બનાવી લેતા હતા.

Vadodara ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, દિવાળીમાં ચોરી કરતી ગેંગને ઝડપી પાડી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા ક્રાઈમબ્રાન્ચને મોટી સફળતા મળી છે,દિવાળીમાં આતંક મચાવતી ચોરગેંગ ઝડપાઈ છે જેને લઈ પોલીસે અનેક ખુલાસા કર્યા છે,ચડ્ડી બનિયાનધારી ગેંગના 4 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.આ આરોપીઓએ અગાઉ પણ વડોદરાના અનેક વિસ્તારોમાં ધાડ-લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે.ત્યારે વડોદરા ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે.

વિવિધ વિસ્તારોમાં કરતા લૂંટ

ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે 4 આરોપીઓને ઝડપી પાડયા છે.વિવિધ વિસ્તારોમા લૂંટને અંજામ આપતા હતા,સુનિલ વહોનીયા,પપ્પુ તડવી,નિલેશ મકવાણા, સુખરામ વડવીની ધરપકડ કરાઈ છે.તમામ આરોપીઓ દાહોદના રહેવાસી છે અને દાહોદથી લૂંટ કરવા વડોદરા આવતા હતા.આરોપીઓ દિવાળીના સમયે ઘરફોડ ચોરી કરવા માટે આવ્યા હતા તેવી માહિતી પોલીસને મળી છે,પણ કોઈ લૂંટ કે ઘરફોડી કરે તે પહેલા જ પોલીસે દબોચી લીધા છે.


ક્રાઈબ્રાન્ચ ACP હરપાલસિંહ રાઠોડનું નિવેદન

ક્રાઈમ બ્રાન્ચના એસીપી હરપાલસિંહનું કહેવું છે કે,આરોપીઓએ શહેરમાં અનેક જગ્યાએ ચોરી કર્યાનું કબૂલ્યું છે.આરોપીઓને ગોત્રી વિસ્તારમાંથી ઝડપ્યા છે,છાણી, નંદેસરી, લક્ષ્મીપુરા, માંજલપુરમાં ગુના કર્યા છે,આરોપીઓને કોઈ પકડવા આવે તો પથ્થરો પણ મારતા હતા જેના કારણે ઘણા લોકોને ઈજા પણ પહોંચી છે.ચાલુ વર્ષમાં રાત્રીના સમયમાં ઘરફોડ ચોરીના ઘણા બનાવો બન્યા છે.લોકોમાં ભય નું વાતાવરણ ઉભું કર્યું હતું અને ચડ્ડી બનીયાન ધારી ગેંગ શરીર પર કપડુ બાધતી હતી.

અત્યાર સુધી માં 11 ગુનાઓ દાખલ છે

પોલીસનું કહેવું છે કે આ ગેંગ સામે 11 ગુના નોંધાયેલા છે,પોલીસની અલગ-અલગ ટીમો કામે લાગી છે.હજુ પણ તપાસ દરમિયાન આ આંકડો વધી શકે છે.શહેરના છેવાડે આવેલ સોસાયટીઓને ટાર્ગેટ કરતા હતા અને ત્યાં રેકી કરીને ચોરી પણ કરતા હતા,કોઈ પણ હાથવગું વસ્તુને હથિયાર બનાવી લેતા હતા.