SGST Raid: અમદાવાદમાં 10 સ્થળોએ SGSTના દરોડા, 9.22 કરોડની કરચોરી ઝડપાઈ

રાજ્યમાં કરચોરી કરનારા વેપારીઓ ઉપર SGST વિભાગ બાજ નજર રાખીને બેઠું છે અને કરચોરી કરનારા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદમાં પણ 10 સ્થળોએ SGST વિભાગે દરોડા પાડ્યા છે. પાન મસાલા, તમાકુના ડીલરો પર SGST વિભાગે દરોડા પાડ્યા છે.બિનહિસાબી રોકડના પણ વ્યવહારો દ્વારા વેચાણ મળી આવ્યા SGST વિભાગે ચાંગોદર, S.G.હાઈવે સહિત શહેરના અલગ અલગ 10 સ્થળોએ દરોડા પાડ્યા છે અને SGST વિભાગના આ દરોડામાં રૂપિયા 9.22 કરોડની કરચોરી મળી આવી છે. તપાસ દરમિયાન કરોડો રૂપિયાના બિનહિસાબી રોકડના પણ વ્યવહારો દ્વારા વેચાણ મળી આવ્યા છે. હાલમાં પણ SGST વિભાગ દ્વારા રેડ યથાવત છે અને તમામ જગ્યાઓ પર અલગ અલગ રીતે તપાસ હાથ ધરવામાં આવી છે. 27 ડિસેમ્બરે ઈન્કમટેક્સના દરોડામાં કરોડોની કરચોરી સામે આવી હતી તમને જણાવી દઈએ કે 27 ડિસેમ્બર 2024એ અમદાવાદમાં દોસાણી હેલ્થકેર ઈમ્પેક્સ પર ઈન્કમટેક્સ વિભાગે રેડ પાડી હતી અને ઈન્કમટેક્સના દરોડામાં કરોડો રૂપિયાની કરચોરી સામે આવી હતી. સરખેજની નવજીવન હોટલ પાસે સહારા કોમ્પ્લેક્ષમાં રેડ કરી હતી અને દોસાણી હેલ્થકેર ઈમ્પેક્સના ડિરેક્ટરોને ત્યાં રેડ પાડવામાં આવી હતી. ડિરેકટરોની ઓફિસ, રહેઠાણ સહિત કુલ 5 સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. મોહમ્મદ કોમ્યાલ, મોહમદ દોસાણી,અલીહસન અને જોહેબ દોસાણી સહિતના ડિરેકટરોને ત્યાં રેડ કરવામાં આવી હતી. આ કંપની કોલસાના ટ્રેડિંગ, હોસ્પિટાલિટી, ફૂડ પ્રોડકટનો બિઝનેસ કરે છે. 14 ડિસેમ્બરે રાજ્યના 43 વેપારીઓ પર SGSTના દરોડા પડ્યા હતા આ પહેલા પણ 14 ડિસેમ્બરે રાજ્યના 43 વેપારીઓ પર SGST વિભાગે દરોડા પાડ્યા હતા. વેડીંગ ગારમેન્ટસના 43 વેપારીઓ પર SGST વિભાગે દરોડા પાડ્યા હતા. વસ્ત્રો ભાડે આપવાના વેપારીઓના ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. અંદાજીત 6.70 કરોડથી વધુની કરચોરી ઝડપાઈ હતી અને રાજ્યના 9 શહેરના વેપારીઓના ત્યાં સર્ચ કરતા બિનહિસાબી વેચાણની ગેરરીતિ પકડાઈ હતી. વેરાની ઓછી જવાબદારી દર્શાવવાની ગેરરીતિ પકડાઈ હતી. રાજ્યમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, નવસારી, મહેસાણા, આણંદ, નડિયાદ અને અમરેલીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. 

SGST Raid: અમદાવાદમાં 10 સ્થળોએ SGSTના દરોડા, 9.22 કરોડની કરચોરી ઝડપાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યમાં કરચોરી કરનારા વેપારીઓ ઉપર SGST વિભાગ બાજ નજર રાખીને બેઠું છે અને કરચોરી કરનારા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદમાં પણ 10 સ્થળોએ SGST વિભાગે દરોડા પાડ્યા છે. પાન મસાલા, તમાકુના ડીલરો પર SGST વિભાગે દરોડા પાડ્યા છે.

બિનહિસાબી રોકડના પણ વ્યવહારો દ્વારા વેચાણ મળી આવ્યા

SGST વિભાગે ચાંગોદર, S.G.હાઈવે સહિત શહેરના અલગ અલગ 10 સ્થળોએ દરોડા પાડ્યા છે અને SGST વિભાગના આ દરોડામાં રૂપિયા 9.22 કરોડની કરચોરી મળી આવી છે. તપાસ દરમિયાન કરોડો રૂપિયાના બિનહિસાબી રોકડના પણ વ્યવહારો દ્વારા વેચાણ મળી આવ્યા છે. હાલમાં પણ SGST વિભાગ દ્વારા રેડ યથાવત છે અને તમામ જગ્યાઓ પર અલગ અલગ રીતે તપાસ હાથ ધરવામાં આવી છે.

27 ડિસેમ્બરે ઈન્કમટેક્સના દરોડામાં કરોડોની કરચોરી સામે આવી હતી

તમને જણાવી દઈએ કે 27 ડિસેમ્બર 2024એ અમદાવાદમાં દોસાણી હેલ્થકેર ઈમ્પેક્સ પર ઈન્કમટેક્સ વિભાગે રેડ પાડી હતી અને ઈન્કમટેક્સના દરોડામાં કરોડો રૂપિયાની કરચોરી સામે આવી હતી. સરખેજની નવજીવન હોટલ પાસે સહારા કોમ્પ્લેક્ષમાં રેડ કરી હતી અને દોસાણી હેલ્થકેર ઈમ્પેક્સના ડિરેક્ટરોને ત્યાં રેડ પાડવામાં આવી હતી. ડિરેકટરોની ઓફિસ, રહેઠાણ સહિત કુલ 5 સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. મોહમ્મદ કોમ્યાલ, મોહમદ દોસાણી,અલીહસન અને જોહેબ દોસાણી સહિતના ડિરેકટરોને ત્યાં રેડ કરવામાં આવી હતી. આ કંપની કોલસાના ટ્રેડિંગ, હોસ્પિટાલિટી, ફૂડ પ્રોડકટનો બિઝનેસ કરે છે.

14 ડિસેમ્બરે રાજ્યના 43 વેપારીઓ પર SGSTના દરોડા પડ્યા હતા

આ પહેલા પણ 14 ડિસેમ્બરે રાજ્યના 43 વેપારીઓ પર SGST વિભાગે દરોડા પાડ્યા હતા. વેડીંગ ગારમેન્ટસના 43 વેપારીઓ પર SGST વિભાગે દરોડા પાડ્યા હતા. વસ્ત્રો ભાડે આપવાના વેપારીઓના ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. અંદાજીત 6.70 કરોડથી વધુની કરચોરી ઝડપાઈ હતી અને રાજ્યના 9 શહેરના વેપારીઓના ત્યાં સર્ચ કરતા બિનહિસાબી વેચાણની ગેરરીતિ પકડાઈ હતી. વેરાની ઓછી જવાબદારી દર્શાવવાની ગેરરીતિ પકડાઈ હતી. રાજ્યમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, નવસારી, મહેસાણા, આણંદ, નડિયાદ અને અમરેલીમાં દરોડા પાડવામાં આવ્યા હતા.