સુરતના વરસાદી ખાડાનો દોષ કમિશનર પર ઢોળવાનો કારસો, વડોદરાના લોકોનો રોષ જોઈ નેતાઓ ભયભીત
Potholes Issue In Surat : પૂરગ્રસ્ત વડોદરાના લોકોએ ભાજપના નેતાઓ સામે રોષ ઠાલવ્યો હતો, એવો જ રોષ રોષ સુરતમાં પણ ફાટી ન નીકળે તે માટેના આયોજનબદ્ધ કારસો સુરતમાં ઘડાઈ રહ્યો હોવાનું દેખાઈ રહ્યો છે. સુરતનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં શહેરના ખાડા માટે સુરત મહા નગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરને જવાબદાર ઠેરવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ પણ વાંચો : બેગ ચોરીની તપાસમાં ભાંડો ફૂટ્યોઃ આર્મી મેજરની ઓળખ આપીને 14 હિન્દુ યુવતી સાથે શારીરિક સંબંધ બાંધનારા શેહબાઝની ધરપકડદરેક ખાડામાં બેનર લગાવાયાઆ દરેક ખાડામાં સુરત મહા નગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલના બેનર લગાવીને અનોખો વિરોધ કરાઈ રહ્યો છે. જો કે સવાલ એ છે કે, આ ખાડા માટે ફક્ત તેઓ જ જવાબદાર કેમ? આ જ કારણસર એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે, વડોદરામાં પૂરપીડિતોનો રોષ જોઈને ભાજપના નેતાઓ અને કોર્પોરેટરોએ અધિકારીઓના માથે દોષનો ટોપલો ઢોલવાનો કારસો તો નથી કર્યો ને? આ ખાડામાં સૌથી ઉપર લખ્યું છે કે 'આ ખાડાની જવાબદાર હું છું'. ત્યારે સવાલ એ થાય કે વરસાદ બાદ સુરતમાં સર્જાયેલી સ્થિતિ અને ખાડા માટે શું ફક્ત શાલિની અગ્રવાલ જ જવાબદાર છે. શું સ્થાનિક નેતાઓ કે કોર્પોરેટરની કોઈ જવાબદારી જ નથી. ખાડામાં નેતાઓ કે કોર્પોરેટરોના ફોટા કેમ નહીં?આ રીતે એક વ્યક્તિને ટારગેટ કરીને વિરોધ કરનાર લોકોને લઈને અનેક સવાલ ઉઠે છે. એક સાથે તમામ ખાડામાં ફક્ત એક જ વ્યકિતના ફોટા કેમ, અલગ-અલગ ખાડામાં અલગ-અલગ સ્થાનિક નેતાઓ કે કોર્પોરેટરોના ફોટા કેમ નહીં?
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Potholes Issue In Surat : પૂરગ્રસ્ત વડોદરાના લોકોએ ભાજપના નેતાઓ સામે રોષ ઠાલવ્યો હતો, એવો જ રોષ રોષ સુરતમાં પણ ફાટી ન નીકળે તે માટેના આયોજનબદ્ધ કારસો સુરતમાં ઘડાઈ રહ્યો હોવાનું દેખાઈ રહ્યો છે. સુરતનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં શહેરના ખાડા માટે સુરત મહા નગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરને જવાબદાર ઠેરવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
આ પણ વાંચો : બેગ ચોરીની તપાસમાં ભાંડો ફૂટ્યોઃ આર્મી મેજરની ઓળખ આપીને 14 હિન્દુ યુવતી સાથે શારીરિક સંબંધ બાંધનારા શેહબાઝની ધરપકડ
દરેક ખાડામાં બેનર લગાવાયા
આ દરેક ખાડામાં સુરત મહા નગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલના બેનર લગાવીને અનોખો વિરોધ કરાઈ રહ્યો છે. જો કે સવાલ એ છે કે, આ ખાડા માટે ફક્ત તેઓ જ જવાબદાર કેમ? આ જ કારણસર એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે, વડોદરામાં પૂરપીડિતોનો રોષ જોઈને ભાજપના નેતાઓ અને કોર્પોરેટરોએ અધિકારીઓના માથે દોષનો ટોપલો ઢોલવાનો કારસો તો નથી કર્યો ને? આ ખાડામાં સૌથી ઉપર લખ્યું છે કે 'આ ખાડાની જવાબદાર હું છું'. ત્યારે સવાલ એ થાય કે વરસાદ બાદ સુરતમાં સર્જાયેલી સ્થિતિ અને ખાડા માટે શું ફક્ત શાલિની અગ્રવાલ જ જવાબદાર છે. શું સ્થાનિક નેતાઓ કે કોર્પોરેટરની કોઈ જવાબદારી જ નથી.
ખાડામાં નેતાઓ કે કોર્પોરેટરોના ફોટા કેમ નહીં?
આ રીતે એક વ્યક્તિને ટારગેટ કરીને વિરોધ કરનાર લોકોને લઈને અનેક સવાલ ઉઠે છે. એક સાથે તમામ ખાડામાં ફક્ત એક જ વ્યકિતના ફોટા કેમ, અલગ-અલગ ખાડામાં અલગ-અલગ સ્થાનિક નેતાઓ કે કોર્પોરેટરોના ફોટા કેમ નહીં?