મારૂ દવાખાનું સીલ કેમ કરાવ્યું છે? તેમ કહીને સ્થાનિક વ્યક્તિને માર માર્યો

અમદાવાદ,શનિવારશહેરમા ધી કાંટા દિલ્હી ચકલા પાસે આવેલું ભાડભુંજા દવાખાનું સીલ થવાના મામલે શુક્રવારે કેટલાંક મિડીયા કર્મી રિપોર્ટ કરવા ગયા ત્યારે તે દવાખાનાના સંચાલકોએ સામે આવેલા એક દવાખાનાના તબીબને ધમકી આપીને તે જ અમારૂ દવાખાનું સીલ કરાવીને મિડીયા બોલાવી છે. તેમ કહીને મારામારી કર્યા બાદ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ શાહપુર પોલીસ મથકે નોંધવામાં આવી છે. આ બનાવની વિગતો એવી છે કે ધી કાંટા  દિલ્હી ચકલા પર આવેલા ભાડભુંજા દવાખાનું ઇકબાલ સૈયદ ,સુફિયાન સૈયદ સહિતના લોકો ચલાવે છે. થોડા મહિના પહેલા એક મહિલાના હાથમાં સારવારના અનુભવ વિના જ પ્લાસ્ટર લગાવ્યા હતા. જેથી તેનો હાથ કાંડાથી વળી ગયો હતો. આ અંગે આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરવામાં આવતા દવાખાનું સીલ કરવામાં આવ્યું હતું. આ અંગે શુક્રવારે કેટલાંક મિડીયા કર્મી રિપોર્ટ કરવા માટે ગયા હતા. જેના કારણે દવાખાનાના સંચાલકોએ હોબાળો કર્યો હતો. ત્યારબાદ તેમના દવાખાનાની સામે દવાખાનું ધરાવતા ડૉ.મોહમદ આલીમ સૈયદ (રહે.નારણભુવન, દિલ્હી ચકલા)ને  ઇકબાલે ધમકી આપી હતી કે તે અમારા દવાખાનાને સીલ કરાવીને  મિડીયાને જાણ કરી છે. ત્યારબાદ માર માર્યો હતો. આ સમયે તેમનો  દીકરો સુફિયાન, ઝહાન અને સેઝાન આવી ગયા હતા અને તેમણે મોહમદ આલીમ સૈયદને માર મારવાનુ શરૂ કરી દીધું હતું. જો કે સ્થાનિક લોકો આવી જતા તેમણે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે શાહપુર પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે.

મારૂ દવાખાનું સીલ કેમ કરાવ્યું છે? તેમ કહીને સ્થાનિક વ્યક્તિને માર માર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,શનિવાર

શહેરમા ધી કાંટા દિલ્હી ચકલા પાસે આવેલું ભાડભુંજા દવાખાનું સીલ થવાના મામલે શુક્રવારે કેટલાંક મિડીયા કર્મી રિપોર્ટ કરવા ગયા ત્યારે તે દવાખાનાના સંચાલકોએ સામે આવેલા એક દવાખાનાના તબીબને ધમકી આપીને તે જ અમારૂ દવાખાનું સીલ કરાવીને મિડીયા બોલાવી છે. તેમ કહીને મારામારી કર્યા બાદ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ શાહપુર પોલીસ મથકે નોંધવામાં આવી છે. 


આ બનાવની વિગતો એવી છે કે ધી કાંટા  દિલ્હી ચકલા પર આવેલા ભાડભુંજા દવાખાનું ઇકબાલ સૈયદ ,સુફિયાન સૈયદ સહિતના લોકો ચલાવે છે. થોડા મહિના પહેલા એક મહિલાના હાથમાં સારવારના અનુભવ વિના જ પ્લાસ્ટર લગાવ્યા હતા. જેથી તેનો હાથ કાંડાથી વળી ગયો હતો. આ અંગે આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરવામાં આવતા દવાખાનું સીલ કરવામાં આવ્યું હતું.

આ અંગે શુક્રવારે કેટલાંક મિડીયા કર્મી રિપોર્ટ કરવા માટે ગયા હતા. જેના કારણે દવાખાનાના સંચાલકોએ હોબાળો કર્યો હતો. ત્યારબાદ તેમના દવાખાનાની સામે દવાખાનું ધરાવતા ડૉ.મોહમદ આલીમ સૈયદ (રહે.નારણભુવન, દિલ્હી ચકલા)ને  ઇકબાલે ધમકી આપી હતી કે તે અમારા દવાખાનાને સીલ કરાવીને  મિડીયાને જાણ કરી છે. ત્યારબાદ માર માર્યો હતો. આ સમયે તેમનો  દીકરો સુફિયાન, ઝહાન અને સેઝાન આવી ગયા હતા અને તેમણે મોહમદ આલીમ સૈયદને માર મારવાનુ શરૂ કરી દીધું હતું. જો કે સ્થાનિક લોકો આવી જતા તેમણે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે શાહપુર પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે.