PSI જે. એમ. પઠાણને પોલીસ અધિકારીઓએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું

સુરેન્દ્રનગરના દસાડા પાસે સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઇ જે.એમ. પઠાણે દારૂ ભરેલી ગાડી રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ટ્રેલર અને પીએસઆઇની ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માત થયો હતો. SMCના PSIને ગઇકાલે સાંજે ટિપ મળતાં તેઓ સરપ્રાઇઝ રેડ કરવા અમદાવાદથી સુરેન્દ્રનગર જવા નીકળ્યા હતા. બૂટલેગરની ક્રેટાનો પીછો કરતા સમયે PSIની ફોર્ચ્યુનરને અકસ્માત નડ્યોને પછી બહાદુર PSIએ વિરમગામની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. દુ:ખની આ ઘડીમાં નિર્લિપ્ત રાયે મૃતક PSIના ઘરે જઇને પરિવારને સાંત્વના પણ પાઠવી હતી. મૃતક PSIને ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યુંય. નમાઝ બાદ ઝનાઝાને કબ્રસ્તાન લઈ જવામાં આવશે. PSIની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ હાજર રહ્યાં છે. અજય ચૌધરી, બડ ગુર્જર અને નિર્લિપ્ત રાયે મૃતકને પુષ્પ અર્પણ કર્યાં. બે પોલીસ કર્મીને ઇજા પહોંચી સુરેન્દ્રનગરના દસાડા તથા કઠાડા ગામ રોડ વચ્ચે મોડીરાત્રે SMCમાં ફરજ બજાવતા પીએસઆઇ જાહીદખાન મુનસફખાન પઠાણ (ઉં.વ.50)ને અકસ્માત થતાં પ્રાથમિક સારવાર માટે વિરમગામ લાવતાં ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા, સાથેના પોલીસ કર્મચારી દિનેશભાઈ રાવત (રહે. અમદાવાદ) અને કૃષ્ણદેવસિંહ જાડેજા (રહે. રાજકોટ)ને પણ ઇજા થઈ છે. એ બાબતે દસાડા પોલીસ સ્ટેશન ખાતે હાલ અકસ્માત જાણવા જોગ દાખલ કરી છે. PSI પઠાણને ટિપ મળી હતી નિર્લિપ્ત રાયે જણાવ્યું કે પઠાણને ટિપ મળી હતી કે રાજસ્થાનથી એક કાર દારૂ સાથે ગુજરાતમાં ઘૂસી છે અને સુરેન્દ્રનગર તરફ એ જઇ રહી છે. બાતમી મળતાં જ તેઓ ફોર્ચ્યુનર કાર અને બીજી એક ટીમને લઇને અમદાવાદથી રવાના થયા હતા. SMC હંમેશાં ખાનગી વાહનનો ઉપયોગ કરે છે અમારા ઓપરેશન ગુપ્ત હોય છે એટલે અમે હંમેશાં ખાનગી વાહનનો ઉપયોગ કરીએ છીએ. પઠાણ પણ ખાનગી ગાડીમાં હતા અને દસાડા પાસે તેઓ ટીમ સાથે બૂટલેગરની કાર પર વોચ રાખી ઊભા હતા. ટીમે પઠાણને બચાવવાનો પ્રયાસ કર્યો રાયે કહ્યું કે અકસ્માત પછી ક્રેટા કાર ઊભી ના રહી અને પઠાણની ટિપ પ્રમાણે ક્રેટા કારમાં કંઈ શંકાસ્પદ હોવું જોઇએ. પઠાણની ટીમે પહેલા પઠાણને બચાવવાનો નિર્ણય લીધો અને એટલે જ તે લોકોએ ક્રેટાની પાછળ જવાને બદલે પઠાણને શક્ય તેટલી વહેલી સારવાર મળે એ માટે પ્રયાસ કર્યો. તેમણે પહેલા દસાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને પછી વિરમગામની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ક્રેટામાં શું હતું? પઠાણને ટિપ મળી હતી કે કારમાં રાજસ્થાનથી દારૂ આવી રહ્યો છે, પણ ક્રેટાને ડિટેઇન કરી શકાઇ નહોતી અને ચાલફ ફરાર થઇ ગયો હતો. એટલે અત્યારે કહેવું મુશ્કેલ છે કે ક્રેટામાં શું હતું. આ માટે જ મીડિયા નોટમાં શંકાસ્પદ કાર લખ્યું છે. ક્રેટા ગાડીનો નંબર ખોટો! ગુજરાત-રાજસ્થાનની બોર્ડરથી દસાડા સુધી ક્રેટા સીસીટીવીમાં કેદ થઈ હશે, પણ દારૂની હેરફેર સમયે બૂટલેગર ગાડીનો સાચો નંબર રાખતા નથી. એટલે આ કારનો નંબર સાચો છે કે ખોટો એ હજુ તપાસનો વિષય છે. લગભગ આવા કેસમાં કારનો નંબર ખોટા જ હોય છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ X પર પોસ્ટ કરી SMC દ્વારા સરપ્રાઇઝ રેડ કરવામાં આવી હતીSMC સ્વતંત્ર રીતે કામ કરે છે, આ વખતે પણ SMCની ટીમે લોકલ પોલીસને જાણ કરી નહોતી અને નાકાબંધીમાં લોકલ પોલીસને સાથે રાખી નહોતી. PSIનો મૃતદેહ અમદાવાદ તેમના નિવાસસ્થાને લવાયો PSI પઠાણના મૃતદેહને ઘરે લાવવામાં આવ્યો છે. પરિવારના સભ્યો અને પોલીસ કર્મચારીઓ તેમના નિવાસસ્થાને પહોંચ્યા છે. તેમના ભાઈ આજે સવારે જ ફરવા માટે ચંદીગઢ પહોંચ્યા હતા. બનાવની જાણ થતાં મૃતકના ભાઈ ચંદીગઢથી પરત આવી રહ્યા છે. ત્યાર બાદ અંતિમક્રિયા કરવામાં આવશે. કેવી રીતે ઘટના બની? દારૂ ભરેલી ક્રેટા કાર પસાર થવાની છે એવી બાતમી મળતાં સ્ટેટ મોનિટરિંગ સેલ ટીમના PSI જે. એમ. પઠાણ ગઈકાલે મોડીરાત્રે 2.30 વાગ્યે દસાડાથી પાટડી રોડ ઉપર કઠાડા ગામ પાસે નાકાબંધી કરીને ઊભા હતા. આ દરમિયાન પાટડી તરફથી ક્રેટા કાર ટ્રેલરની બાજુમાંથી પસાર થતાં તેઓ એનો પીછો કરવા માટે પોતાની ટીમ સાથે ફોર્ચ્યુનર કારમાં નીકળ્યા હતા. આ દરમિયાન ટ્રેલરના પાછળના ભાગે સ્ટેટ મોનિટરિંગ સેલ ટીમની ફોર્ચ્યુનર ગાડી અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. દસાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો ગંભીર ઇજા થતાં પ્રથમ દસાડા પીએસસી સેન્ટર પર, ત્યાર બાદ વિરમગામ સરકારી દવાખાને લાવતાં ત્યાં તેમનું દુઃખદ અવસાન થયું છે, જે અંગે દસાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. PSI અમદાવાદના જુહાપુરામાં રહે છે મૃતક PSI અમદાવાદના જુહાપુરામાં રહેતા હતા. તેમના પરિવારમાં બાળકો અને પત્ની છે, જે તેમની સાથે રહેતાં હતાં. તેમના એક ભાઈ પણ અમદાવાદ પોલીસમાં ફરજ બજાવે છે. સ્ટેટ મોનિટરિંગ સેલમાં ઘણા ગણતરીના અધિકારીઓમાં તેમનું નામ હતું. અમદાવાદ સહિત અલગ અલગ જગ્યાએ દારૂ-જુગારની રેડ કરી હતી. ગુજરાતમાં દારૂની હેરફેર સતત થતી હોવાના આ પુરાવા છે, જેમાં પોલીસકર્મી પોતાના જીવના જોખમે કામગીરી કરે છે ત્યારે બૂટલેગરના લીધે પરિવારનો મોભી ગુમાવવાનો વારો આવ્યો છે. અગાઉ ASI પર દારૂ ભરેલી ગાડી ચડાવી દીધી હતી થોડા સમય અગાઉ અમદાવાદ ગ્રામ્યના કણભા પોલીસ સ્ટેશનમાં ASI બળદેવ નીનામાએ દારૂ ભરેલી ગાડી રોકવા જતા હતા ત્યારે બૂટલેગરે તેમના પર ગાડી ચડાવી દીધી હતી. એમાં ASI બળદેવ નીનામાનું મોત થયું હતું. આ અંગે કણભા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. એ દરમિયાન આરોપી પણ ઝડપાઇ ગયા હતા. આરોપીની તપાસ દરમિયાન કોલ ડિટેઇલમાં બૂટલેગર સાથે કેટલાક પોલીસ કર્મચારીઓ સંપર્કમાં હોવાનું સામે આવ્યું હતું. આ જ રીતે વિરમગામમાં પણ થયેલા આ બનાવમાં બૂટલેગરની તપાસમાં પોલીસ કર્મચારીઓનાં નામ ખૂલે એવી પૂરી શક્યતા છે.

PSI જે. એમ. પઠાણને પોલીસ અધિકારીઓએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગરના દસાડા પાસે સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઇ જે.એમ. પઠાણે દારૂ ભરેલી ગાડી રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ટ્રેલર અને પીએસઆઇની ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માત થયો હતો. SMCના PSIને ગઇકાલે સાંજે ટિપ મળતાં તેઓ સરપ્રાઇઝ રેડ કરવા અમદાવાદથી સુરેન્દ્રનગર જવા નીકળ્યા હતા. બૂટલેગરની ક્રેટાનો પીછો કરતા સમયે PSIની ફોર્ચ્યુનરને અકસ્માત નડ્યોને પછી બહાદુર PSIએ વિરમગામની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

દુ:ખની આ ઘડીમાં નિર્લિપ્ત રાયે મૃતક PSIના ઘરે જઇને પરિવારને સાંત્વના પણ પાઠવી હતી. મૃતક PSIને ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યુંય. નમાઝ બાદ ઝનાઝાને કબ્રસ્તાન લઈ જવામાં આવશે. PSIની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ હાજર રહ્યાં છે. અજય ચૌધરી, બડ ગુર્જર અને નિર્લિપ્ત રાયે મૃતકને પુષ્પ અર્પણ કર્યાં.

બે પોલીસ કર્મીને ઇજા પહોંચી

સુરેન્દ્રનગરના દસાડા તથા કઠાડા ગામ રોડ વચ્ચે મોડીરાત્રે SMCમાં ફરજ બજાવતા પીએસઆઇ જાહીદખાન મુનસફખાન પઠાણ (ઉં.વ.50)ને અકસ્માત થતાં પ્રાથમિક સારવાર માટે વિરમગામ લાવતાં ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા, સાથેના પોલીસ કર્મચારી દિનેશભાઈ રાવત (રહે. અમદાવાદ) અને કૃષ્ણદેવસિંહ જાડેજા (રહે. રાજકોટ)ને પણ ઇજા થઈ છે. એ બાબતે દસાડા પોલીસ સ્ટેશન ખાતે હાલ અકસ્માત જાણવા જોગ દાખલ કરી છે.

PSI પઠાણને ટિપ મળી હતી

નિર્લિપ્ત રાયે જણાવ્યું કે પઠાણને ટિપ મળી હતી કે રાજસ્થાનથી એક કાર દારૂ સાથે ગુજરાતમાં ઘૂસી છે અને સુરેન્દ્રનગર તરફ એ જઇ રહી છે. બાતમી મળતાં જ તેઓ ફોર્ચ્યુનર કાર અને બીજી એક ટીમને લઇને અમદાવાદથી રવાના થયા હતા.

SMC હંમેશાં ખાનગી વાહનનો ઉપયોગ કરે છે

અમારા ઓપરેશન ગુપ્ત હોય છે એટલે અમે હંમેશાં ખાનગી વાહનનો ઉપયોગ કરીએ છીએ. પઠાણ પણ ખાનગી ગાડીમાં હતા અને દસાડા પાસે તેઓ ટીમ સાથે બૂટલેગરની કાર પર વોચ રાખી ઊભા હતા.

ટીમે પઠાણને બચાવવાનો પ્રયાસ કર્યો

રાયે કહ્યું કે અકસ્માત પછી ક્રેટા કાર ઊભી ના રહી અને પઠાણની ટિપ પ્રમાણે ક્રેટા કારમાં કંઈ શંકાસ્પદ હોવું જોઇએ. પઠાણની ટીમે પહેલા પઠાણને બચાવવાનો નિર્ણય લીધો અને એટલે જ તે લોકોએ ક્રેટાની પાછળ જવાને બદલે પઠાણને શક્ય તેટલી વહેલી સારવાર મળે એ માટે પ્રયાસ કર્યો. તેમણે પહેલા દસાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને પછી વિરમગામની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

ક્રેટામાં શું હતું?

પઠાણને ટિપ મળી હતી કે કારમાં રાજસ્થાનથી દારૂ આવી રહ્યો છે, પણ ક્રેટાને ડિટેઇન કરી શકાઇ નહોતી અને ચાલફ ફરાર થઇ ગયો હતો. એટલે અત્યારે કહેવું મુશ્કેલ છે કે ક્રેટામાં શું હતું. આ માટે જ મીડિયા નોટમાં શંકાસ્પદ કાર લખ્યું છે.

ક્રેટા ગાડીનો નંબર ખોટો!

ગુજરાત-રાજસ્થાનની બોર્ડરથી દસાડા સુધી ક્રેટા સીસીટીવીમાં કેદ થઈ હશે, પણ દારૂની હેરફેર સમયે બૂટલેગર ગાડીનો સાચો નંબર રાખતા નથી. એટલે આ કારનો નંબર સાચો છે કે ખોટો એ હજુ તપાસનો વિષય છે. લગભગ આવા કેસમાં કારનો નંબર ખોટા જ હોય છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ X પર પોસ્ટ કરી

SMC દ્વારા સરપ્રાઇઝ રેડ કરવામાં આવી હતી

SMC સ્વતંત્ર રીતે કામ કરે છે, આ વખતે પણ SMCની ટીમે લોકલ પોલીસને જાણ કરી નહોતી અને નાકાબંધીમાં લોકલ પોલીસને સાથે રાખી નહોતી.

PSIનો મૃતદેહ અમદાવાદ તેમના નિવાસસ્થાને લવાયો

PSI પઠાણના મૃતદેહને ઘરે લાવવામાં આવ્યો છે. પરિવારના સભ્યો અને પોલીસ કર્મચારીઓ તેમના નિવાસસ્થાને પહોંચ્યા છે. તેમના ભાઈ આજે સવારે જ ફરવા માટે ચંદીગઢ પહોંચ્યા હતા. બનાવની જાણ થતાં મૃતકના ભાઈ ચંદીગઢથી પરત આવી રહ્યા છે. ત્યાર બાદ અંતિમક્રિયા કરવામાં આવશે.

કેવી રીતે ઘટના બની?

દારૂ ભરેલી ક્રેટા કાર પસાર થવાની છે એવી બાતમી મળતાં સ્ટેટ મોનિટરિંગ સેલ ટીમના PSI જે. એમ. પઠાણ ગઈકાલે મોડીરાત્રે 2.30 વાગ્યે દસાડાથી પાટડી રોડ ઉપર કઠાડા ગામ પાસે નાકાબંધી કરીને ઊભા હતા. આ દરમિયાન પાટડી તરફથી ક્રેટા કાર ટ્રેલરની બાજુમાંથી પસાર થતાં તેઓ એનો પીછો કરવા માટે પોતાની ટીમ સાથે ફોર્ચ્યુનર કારમાં નીકળ્યા હતા. આ દરમિયાન ટ્રેલરના પાછળના ભાગે સ્ટેટ મોનિટરિંગ સેલ ટીમની ફોર્ચ્યુનર ગાડી અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.

દસાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો

ગંભીર ઇજા થતાં પ્રથમ દસાડા પીએસસી સેન્ટર પર, ત્યાર બાદ વિરમગામ સરકારી દવાખાને લાવતાં ત્યાં તેમનું દુઃખદ અવસાન થયું છે, જે અંગે દસાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

PSI અમદાવાદના જુહાપુરામાં રહે છે

મૃતક PSI અમદાવાદના જુહાપુરામાં રહેતા હતા. તેમના પરિવારમાં બાળકો અને પત્ની છે, જે તેમની સાથે રહેતાં હતાં. તેમના એક ભાઈ પણ અમદાવાદ પોલીસમાં ફરજ બજાવે છે. સ્ટેટ મોનિટરિંગ સેલમાં ઘણા ગણતરીના અધિકારીઓમાં તેમનું નામ હતું. અમદાવાદ સહિત અલગ અલગ જગ્યાએ દારૂ-જુગારની રેડ કરી હતી. ગુજરાતમાં દારૂની હેરફેર સતત થતી હોવાના આ પુરાવા છે, જેમાં પોલીસકર્મી પોતાના જીવના જોખમે કામગીરી કરે છે ત્યારે બૂટલેગરના લીધે પરિવારનો મોભી ગુમાવવાનો વારો આવ્યો છે.

અગાઉ ASI પર દારૂ ભરેલી ગાડી ચડાવી દીધી હતી

થોડા સમય અગાઉ અમદાવાદ ગ્રામ્યના કણભા પોલીસ સ્ટેશનમાં ASI બળદેવ નીનામાએ દારૂ ભરેલી ગાડી રોકવા જતા હતા ત્યારે બૂટલેગરે તેમના પર ગાડી ચડાવી દીધી હતી. એમાં ASI બળદેવ નીનામાનું મોત થયું હતું. આ અંગે કણભા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. એ દરમિયાન આરોપી પણ ઝડપાઇ ગયા હતા. આરોપીની તપાસ દરમિયાન કોલ ડિટેઇલમાં બૂટલેગર સાથે કેટલાક પોલીસ કર્મચારીઓ સંપર્કમાં હોવાનું સામે આવ્યું હતું. આ જ રીતે વિરમગામમાં પણ થયેલા આ બનાવમાં બૂટલેગરની તપાસમાં પોલીસ કર્મચારીઓનાં નામ ખૂલે એવી પૂરી શક્યતા છે.