Gujaratમાં ઠંડીના ચમકારાની શરૂઆત, સૌથી ઓછુ તાપમાન ગાંધીનગરમાં નોંધાયું

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો રાજયમાં ઠંડીની શરૂઆત થઈ ગઈ છે,વહેલી સવારે તેમજ મોડી રાત્રે શહેરીજનોને ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે,આગામી સાત દિવસ રાજયમાં સૂકું વાતાવરણ રહેશે તો રાજયના 16 જિલ્લાઓમાં તાપમાન 20 ડિગ્રીથી ઓછું નોંધાયું છે,તો આગામી દિવસોમાં ઠંડી હજી વધુ જોર પકડે તેવી શકયતાઓ સેવાઈ રહી છે. જાણો કયાં કેટલું તાપમાન નોંધાયું હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો સૌથી ઓછું તાપમાન ગાંધીનગરમાં 15.8 ડિગ્રી,સૌથી વધુ તાપમાન રાજકોટમાં 35.5 ડિગ્રી,અમદાવાદ 33.8 ડિગ્રી મહત્તમ અને 18.5 લઘુત્તમ તાપમાન,ગાંધીનગરમાં 33.8 ડિગ્રી મહત્તમ અને 15.8 લઘુત્તમ તાપમાન,નલિયામાં 33.4 ડિગ્રી મહત્તમ અને 16.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે,તો અમરેલીમાં 32.8 ડિગ્રી મહત્તમ અને 17.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.સુરતમાં 34.4 ડિગ્રી મહત્તમ અને 23.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.પશ્ચિમી વિક્ષોભ મજબૂત નથી આજે વધુ એક પશ્ચિમી વિક્ષોભ ઉત્તરના પહાડો પર ત્રાટકશે. આ વખતે હજુ સુધી કોઈ મજબૂત પશ્ચિમી વિક્ષોભ આવ્યું નથી. આવી સ્થિતિમાં, તાપમાન તેના સ્તર પર રહે છે, જે ઠંડીના આગમનને અટકાવે છે. અગાઉના વર્ષોમાં 15 નવેમ્બર પહેલા પશ્ચિમી વિક્ષોભ બે-ત્રણ વખત આવતો હતો અને તાપમાનમાં ઘટાડો થતો હતો.બંગાળની ખાડીમાંથી સર્જાયેલા ઓછા દબાણને કારણે આંધ્રપ્રદેશથી તેલંગાણા તરફ ભેજનો પ્રવાહ ચાલુ છે. તેની અસર ઓડિશા અને છત્તીસગઢમાં પણ જોવા મળી શકે છે. અમદાવાદમાં વહેલી સવારે ઠંડીનો ચમકારો રાજ્યમાં ઘટતા તાપમાનની સાથે અમદાવાદ શહેરમાં પણ તાપમાન નીચું જઈ રહ્યું છે. અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જોકે, બપોરના સમયે હજી પણ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. જોકે, એકંદરે તાપમાનમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાંથી નજીવી રાહત મળી છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારે અને મોડી સાંજે ઠંડીનો ચમકારો વર્તાવવા લાગ્યો છે. ઘઉંના પાક માટે તાપમાન હાલ સાનુકૂળ નહીં : અંબાલાલ પટેલ અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે,23 નવેમ્બર બાદ ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષા થશે અને હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીની લહેર આવશે તો માર્ચ સુધી હવામાનમાં પલટા આવ્યા કરશે તો માર્ચ એપ્રિલ સુધી માવઠા આવી શકે તેવી પણ શકયતાઓ દેખાઈ રહી છે.ઘઉંના પાક માટે તાપમાન હાલ સાનુકૂળ નથી તો હાલ વાવણી થાય તો જીરા, દિવેલામાં ગરમીના કારણે ઉત્પાદન ઘટી શકે છે.બંગાળ ઉપસાગરમાં 20 થી 25 નવેમ્બર ડિપ ડિપ્રેશન બનશે અને તેના કારણે ચક્રવાત આવવાની પણ શકયતાઓ દેખાઈ રહી છે.  

Gujaratમાં ઠંડીના ચમકારાની શરૂઆત, સૌથી ઓછુ તાપમાન ગાંધીનગરમાં નોંધાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો રાજયમાં ઠંડીની શરૂઆત થઈ ગઈ છે,વહેલી સવારે તેમજ મોડી રાત્રે શહેરીજનોને ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે,આગામી સાત દિવસ રાજયમાં સૂકું વાતાવરણ રહેશે તો રાજયના 16 જિલ્લાઓમાં તાપમાન 20 ડિગ્રીથી ઓછું નોંધાયું છે,તો આગામી દિવસોમાં ઠંડી હજી વધુ જોર પકડે તેવી શકયતાઓ સેવાઈ રહી છે.

જાણો કયાં કેટલું તાપમાન નોંધાયું

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો સૌથી ઓછું તાપમાન ગાંધીનગરમાં 15.8 ડિગ્રી,સૌથી વધુ તાપમાન રાજકોટમાં 35.5 ડિગ્રી,અમદાવાદ 33.8 ડિગ્રી મહત્તમ અને 18.5 લઘુત્તમ તાપમાન,ગાંધીનગરમાં 33.8 ડિગ્રી મહત્તમ અને 15.8 લઘુત્તમ તાપમાન,નલિયામાં 33.4 ડિગ્રી મહત્તમ અને 16.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે,તો અમરેલીમાં 32.8 ડિગ્રી મહત્તમ અને 17.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.સુરતમાં 34.4 ડિગ્રી મહત્તમ અને 23.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.

પશ્ચિમી વિક્ષોભ મજબૂત નથી

આજે વધુ એક પશ્ચિમી વિક્ષોભ ઉત્તરના પહાડો પર ત્રાટકશે. આ વખતે હજુ સુધી કોઈ મજબૂત પશ્ચિમી વિક્ષોભ આવ્યું નથી. આવી સ્થિતિમાં, તાપમાન તેના સ્તર પર રહે છે, જે ઠંડીના આગમનને અટકાવે છે. અગાઉના વર્ષોમાં 15 નવેમ્બર પહેલા પશ્ચિમી વિક્ષોભ બે-ત્રણ વખત આવતો હતો અને તાપમાનમાં ઘટાડો થતો હતો.બંગાળની ખાડીમાંથી સર્જાયેલા ઓછા દબાણને કારણે આંધ્રપ્રદેશથી તેલંગાણા તરફ ભેજનો પ્રવાહ ચાલુ છે. તેની અસર ઓડિશા અને છત્તીસગઢમાં પણ જોવા મળી શકે છે.

અમદાવાદમાં વહેલી સવારે ઠંડીનો ચમકારો

રાજ્યમાં ઘટતા તાપમાનની સાથે અમદાવાદ શહેરમાં પણ તાપમાન નીચું જઈ રહ્યું છે. અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જોકે, બપોરના સમયે હજી પણ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. જોકે, એકંદરે તાપમાનમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાંથી નજીવી રાહત મળી છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારે અને મોડી સાંજે ઠંડીનો ચમકારો વર્તાવવા લાગ્યો છે.

ઘઉંના પાક માટે તાપમાન હાલ સાનુકૂળ નહીં : અંબાલાલ પટેલ

અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે,23 નવેમ્બર બાદ ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષા થશે અને હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીની લહેર આવશે તો માર્ચ સુધી હવામાનમાં પલટા આવ્યા કરશે તો માર્ચ એપ્રિલ સુધી માવઠા આવી શકે તેવી પણ શકયતાઓ દેખાઈ રહી છે.ઘઉંના પાક માટે તાપમાન હાલ સાનુકૂળ નથી તો હાલ વાવણી થાય તો જીરા, દિવેલામાં ગરમીના કારણે ઉત્પાદન ઘટી શકે છે.બંગાળ ઉપસાગરમાં 20 થી 25 નવેમ્બર ડિપ ડિપ્રેશન બનશે અને તેના કારણે ચક્રવાત આવવાની પણ શકયતાઓ દેખાઈ રહી છે.