વડોદરાની ભારત મોટર ટ્રેનિંગ સ્કૂલના ધર્મેન્દ્ર શાહને એક વર્ષ જેલની સજા

વડોદરા : કારેલીબાગ વિસ્તારમાં આવેલી મોટર ડ્રાઇવિંગ સ્કૂલમાં કાર ડ્રાઇવિંગ શીખવા જતી યુવતીની છેડતી કરનાર આધેડવયના કાર ડ્રાઇવિંગ ટ્રેનરને વડોદરા કોર્ટે એક વર્ષ જેલની સજા અને રૃ.૩૦ હજારનો દંડ ફટકાર્યો છે.કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં યુવતીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર 'યુવતી અમીતનગર સર્કલ પાસે, અમીતનગર સોસાયટીમાં આવેલી 'ભારત મોટર ટ્રેનિંગ સ્કૂલ'માં કાર ડ્રાઇવિંગ શીખવા માટે જતી હતી. કુલ ૨૦ દિવસની ટ્રેનિંગમાં ૧૭ દિવસની ટ્રેનિંગ પુરી થઇ ગઇ હતી છેલ્લા ૩ દિવસ બાકી હતા ત્યારે ૩૦ નવેમ્બર ૨૦૨૨ના દિવસે ટ્રેનિંગ પુરી કરીને પરત આવ્યા ત્યારે કારમાંથી ઉતરતી વખતે ટ્રેનર ધર્મેન્દ્ર હર્ષદભાઇ શાહ (ઉ.૫૩, રહે. અમીતનગર સોસાયટી)એ યુવતીના ગાલ ઉપર હાથ અડાડીને કીસ કરી હતી. યુવતી ગભરાઇ ગઇ હતી અને ઘરે જતી રહી હતી. આ ઘટનાના ૩ દિવસ બાદ ૩ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ ટ્રેનિંગ વખતે ફરીથી ધર્મેન્દ્રએ યુવતીની છેડતી કરી હતી અને પોતાના ગાલ ઉપર કિસ કરવા આગ્રહ કરીને શારીરિક અડપલા કર્યા હતા. ગભરાયેલી યુવતીએ ઘરે જઇને માતાને વાત કરી હતી જે બાદ આ મામલે કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઇ હતી. કોર્ટે આરોપી ધર્મેન્દ્ર શાહને એક વર્ષની કેદની સજા ફટકારી છે અને આરોપી દંડની રૃ.૩૦ હજાર રકમ જમા કરાવે તેમાંથી રૃ.૨૫ હજાર ફરિયાદી યુવતીને આપવા પણ આદેશ કર્યો છે.

વડોદરાની ભારત મોટર ટ્રેનિંગ સ્કૂલના ધર્મેન્દ્ર શાહને એક વર્ષ જેલની સજા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


વડોદરા : કારેલીબાગ વિસ્તારમાં આવેલી મોટર ડ્રાઇવિંગ સ્કૂલમાં કાર ડ્રાઇવિંગ શીખવા જતી યુવતીની છેડતી કરનાર આધેડવયના કાર ડ્રાઇવિંગ ટ્રેનરને વડોદરા કોર્ટે એક વર્ષ જેલની સજા અને રૃ.૩૦ હજારનો દંડ ફટકાર્યો છે.

કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં યુવતીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર 'યુવતી અમીતનગર સર્કલ પાસે, અમીતનગર સોસાયટીમાં આવેલી 'ભારત મોટર ટ્રેનિંગ સ્કૂલ'માં કાર ડ્રાઇવિંગ શીખવા માટે જતી હતી. કુલ ૨૦ દિવસની ટ્રેનિંગમાં ૧૭ દિવસની ટ્રેનિંગ પુરી થઇ ગઇ હતી છેલ્લા ૩ દિવસ બાકી હતા ત્યારે ૩૦ નવેમ્બર ૨૦૨૨ના દિવસે ટ્રેનિંગ પુરી કરીને પરત આવ્યા ત્યારે કારમાંથી ઉતરતી વખતે ટ્રેનર ધર્મેન્દ્ર હર્ષદભાઇ શાહ (ઉ.૫૩, રહે. અમીતનગર સોસાયટી)એ યુવતીના ગાલ ઉપર હાથ અડાડીને કીસ કરી હતી. યુવતી ગભરાઇ ગઇ હતી અને ઘરે જતી રહી હતી. આ ઘટનાના ૩ દિવસ બાદ ૩ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ ટ્રેનિંગ વખતે ફરીથી ધર્મેન્દ્રએ યુવતીની છેડતી કરી હતી અને પોતાના ગાલ ઉપર કિસ કરવા આગ્રહ કરીને શારીરિક અડપલા કર્યા હતા. ગભરાયેલી યુવતીએ ઘરે જઇને માતાને વાત કરી હતી જે બાદ આ મામલે કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઇ હતી. કોર્ટે આરોપી ધર્મેન્દ્ર શાહને એક વર્ષની કેદની સજા ફટકારી છે અને આરોપી દંડની રૃ.૩૦ હજાર રકમ જમા કરાવે તેમાંથી રૃ.૨૫ હજાર ફરિયાદી યુવતીને આપવા પણ આદેશ કર્યો છે.