Mahisagar: સંતરામપુરમાં ભાદરવા સુદ પાંચમથી ઐતિહાસિક રવાડીનો મેળો યોજાયો

મહીસાગર જિલ્લાની આગવી ઓળખ એટલે સંતરામપુરનો ઐતિહાસિક રવાડીનો મેળો છે. આ મેળો સંસ્કૃતિ અને ધર્મનો સમન્વય છે. આ વર્ષે પણ આ મેળાનું આયોજન કરી કેબિનેટ કક્ષાના આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી ડો.કુબેરભાઈ ડિંડોરના હસ્તે મેળો ખુલ્લો મુકાયો હતો. જૈન સમાજ દર વર્ષે ભાદરવા સુદ પાંચમથી ચૌદશ સુધી મહા પર્યુષણ પર્વ ઉજવણી કરે છે. ત્યારબાદ પૂનમે નાની રવાડી તથા એકમ અને બીજ રવાડી(લાકડાનો અને ચાંદીનો રથ) આદિનાથ તીર્થકરની સોના-ચાંદીની પ્રતિમાને રથમાં બેસાડીને તેમની શોભાયાત્રા કાઢવામાં આવે છે. જૈન સમાજના લોકો દાંડીયારાસની રમઝટ બોલાવે છે અને દિવસ રાત આ રથયાત્રા ફરે છે. બીજા દિવસે આદિનાથ તીર્થંકરની સોના-ચાંદીની પ્રતિમાને મંદિરમાં બિરાજમાન કરવામાં આવે છે.

Mahisagar: સંતરામપુરમાં ભાદરવા સુદ પાંચમથી ઐતિહાસિક રવાડીનો મેળો યોજાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મહીસાગર જિલ્લાની આગવી ઓળખ એટલે સંતરામપુરનો ઐતિહાસિક રવાડીનો મેળો છે. આ મેળો સંસ્કૃતિ અને ધર્મનો સમન્વય છે. આ વર્ષે પણ આ મેળાનું આયોજન કરી કેબિનેટ કક્ષાના આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી ડો.કુબેરભાઈ ડિંડોરના હસ્તે મેળો ખુલ્લો મુકાયો હતો.


 જૈન સમાજ દર વર્ષે ભાદરવા સુદ પાંચમથી ચૌદશ સુધી મહા પર્યુષણ પર્વ ઉજવણી કરે છે. ત્યારબાદ પૂનમે નાની રવાડી તથા એકમ અને બીજ રવાડી(લાકડાનો અને ચાંદીનો રથ) આદિનાથ તીર્થકરની સોના-ચાંદીની પ્રતિમાને રથમાં બેસાડીને તેમની શોભાયાત્રા કાઢવામાં આવે છે. જૈન સમાજના લોકો દાંડીયારાસની રમઝટ બોલાવે છે અને દિવસ રાત આ રથયાત્રા ફરે છે. બીજા દિવસે આદિનાથ તીર્થંકરની સોના-ચાંદીની પ્રતિમાને મંદિરમાં બિરાજમાન કરવામાં આવે છે.