Dabhoiમાં ચોરો આવ્યાની અફવાથી લોકો રોડ પર ઊતર્યા

ચોરો આવ્યા હોવાની અફ્વા વચ્ચે ડભોઈ તાલુકાના ગ્રામજનો અને નગરજનોની ઊંઘ હરામ થઈ ચૂકી છે. રાત્રિના સમયે ચોર ચોર, પથ્થરો પડયા, હથિયારધારી ચડ્ડી બનીયનધારીનું ધાડું આવ્યુંની બુમો વચ્ચે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.છેલ્લા પંદર દિવસથી ડભોઇ, બોડેલી, છોટાઉદેપુર રાજ્યધોરી માર્ગ પરના ગામોમાં ચોરો, ધાડપાડુઓ અને ચડ્ડી બનીયનધારીઓ આવ્યાની અફ્વાઓ વચ્ચે ગ્રામ્યજનોની ઊંઘ હરામ થઈ ચૂકી છે. આ અફ્વાનું બજાર છેલ્લા અઠવાડિયાથી ડભોઇ તાલુકા અને નગરમાં પણ પ્રવેશી ચૂકી છે. ડભોઇ પોલીસ મથકના ટેલીફેનની ઘંટડીઓ પણ આ અફવાને લઈને સતત રણકતી જોવા મળી હતી. ડભોઈમાં ગણપતિ વિસર્જન દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ચોર આવ્યાની બૂમો પડી હતી. ગત રાત્રિના પણ નગરના મોટાભાગના વિસ્તારોમાં ચોર ટોળકીના ધાડેધાડા ઉતરી પડયા હોવાની અને કોટ વિસ્તાર બહારની સોસાયટીઓ તેમજ છેવાડાના વિસ્તારોમાં ચોરો અને ચડ્ડી બનીયનધારીઓ ઉતરી પડયા હોવાની બૂમો પડતા જ લોકોના ટોળા દંડા લઈ રોડ પર ઊતરી પડયા હતા. સ્ટેચ્યુ ઓફ્ યુનિટી જવાના રાજ્યોઘોરી માર્ગ પર પણ લોક ટોળા ઉમટી પડતા માહોલ ગરમાઈ ગયેલો જોવા મળ્યો હતો. લોકોને ખોટી અફવા નહીં ફેલાવવા પોલીસ દ્વારા અપીલ કરાઈ જોકે આ અફવા વચ્ચે હજુ સુધી કોઈ સ્થળે ચોરી કે ઘાડની ઘટના સામે આવી નથી. પોલીસ દ્વારા સધન પેટ્રોલિંગ પણ થઈ રહ્યું છે, ત્યારે આવી અફ્વાઓ ફેલાવનાર તત્વો સામે પણ કાર્યવાહી કરવા માગ કરાઈ છે. પોલીસ અને પાલિકા પ્રમુખ દ્વારા ખોટી અફ્વાઓથી દૂર રહેવા માટે અપીલ કરતાં વિડીયો સોશિયલ મીડિયા પર ફરતાં કરાયા છે. ડભોઇ વિભાગના ડીવાયએસપી આકાશ પટેલે અફવા ફેલાવતાં તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચિમકી ઉચ્ચારી છે.

Dabhoiમાં ચોરો આવ્યાની અફવાથી લોકો રોડ પર ઊતર્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ચોરો આવ્યા હોવાની અફ્વા વચ્ચે ડભોઈ તાલુકાના ગ્રામજનો અને નગરજનોની ઊંઘ હરામ થઈ ચૂકી છે. રાત્રિના સમયે ચોર ચોર, પથ્થરો પડયા, હથિયારધારી ચડ્ડી બનીયનધારીનું ધાડું આવ્યુંની બુમો વચ્ચે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

છેલ્લા પંદર દિવસથી ડભોઇ, બોડેલી, છોટાઉદેપુર રાજ્યધોરી માર્ગ પરના ગામોમાં ચોરો, ધાડપાડુઓ અને ચડ્ડી બનીયનધારીઓ આવ્યાની અફ્વાઓ વચ્ચે ગ્રામ્યજનોની ઊંઘ હરામ થઈ ચૂકી છે. આ અફ્વાનું બજાર છેલ્લા અઠવાડિયાથી ડભોઇ તાલુકા અને નગરમાં પણ પ્રવેશી ચૂકી છે. ડભોઇ પોલીસ મથકના ટેલીફેનની ઘંટડીઓ પણ આ અફવાને લઈને સતત રણકતી જોવા મળી હતી.

ડભોઈમાં ગણપતિ વિસર્જન દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ચોર આવ્યાની બૂમો પડી હતી. ગત રાત્રિના પણ નગરના મોટાભાગના વિસ્તારોમાં ચોર ટોળકીના ધાડેધાડા ઉતરી પડયા હોવાની અને કોટ વિસ્તાર બહારની સોસાયટીઓ તેમજ છેવાડાના વિસ્તારોમાં ચોરો અને ચડ્ડી બનીયનધારીઓ ઉતરી પડયા હોવાની બૂમો પડતા જ લોકોના ટોળા દંડા લઈ રોડ પર ઊતરી પડયા હતા. સ્ટેચ્યુ ઓફ્ યુનિટી જવાના રાજ્યોઘોરી માર્ગ પર પણ લોક ટોળા ઉમટી પડતા માહોલ ગરમાઈ ગયેલો જોવા મળ્યો હતો.

લોકોને ખોટી અફવા નહીં ફેલાવવા પોલીસ દ્વારા અપીલ કરાઈ

જોકે આ અફવા વચ્ચે હજુ સુધી કોઈ સ્થળે ચોરી કે ઘાડની ઘટના સામે આવી નથી. પોલીસ દ્વારા સધન પેટ્રોલિંગ પણ થઈ રહ્યું છે, ત્યારે આવી અફ્વાઓ ફેલાવનાર તત્વો સામે પણ કાર્યવાહી કરવા માગ કરાઈ છે. પોલીસ અને પાલિકા પ્રમુખ દ્વારા ખોટી અફ્વાઓથી દૂર રહેવા માટે અપીલ કરતાં વિડીયો સોશિયલ મીડિયા પર ફરતાં કરાયા છે. ડભોઇ વિભાગના ડીવાયએસપી આકાશ પટેલે અફવા ફેલાવતાં તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચિમકી ઉચ્ચારી છે.