Ahmedabadમાં આંગણવાડીની મહિલાઓ દ્વારા મિલેટ વાનગી સ્પર્ધા યોજાઈ

અમદાવાદ ખાતે આંગણવાડીની બહેનો દ્વારા પોષણ ઉત્સવ 2025ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પોષણ ઉત્સવ અંતર્ગત ટેક હોમ રાશન અને મિલેટ્સમાંથી આંગણવાડીની બહેનો દ્વારા વિવિધ વાનગીઓ બનાવી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય અતિથિ તરીકે અમરાઈવાડીના ધારાસભ્ય શ્રી હસમુખભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. પોષણ ઉત્સવ -2025 કાર્યક્રમમાં માતા યશોદા એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યા હતા. વાનગી સ્પર્ધાનું આયોજન વાનગી સ્પર્ધામાં 404 આંગણવાડી (પૂર્વ ઝોન) પૈકી સેજા લેવલે ટેક હોમ રાશન (THR) અને મિલેટ્સમાંથી બનેલ કુલ 90 વિજેતા વાનગીઓ વચ્ચે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાંથી ત્રણેય ઘટકના મિલેટ્સની 3-3 અને ટેક હોમ રાશન (THR)ની 3-3 વિજેતા વાનગી જાહેર કરવામાં આવી હતી. આ આંગણવાડીની વાનગી સ્પર્ધામાં જીતેલી 18 વાનગીઓને આગળ જિલ્લા કક્ષાએ સ્પર્ધામાં મોકલવામાં આવશે. આ ઉપરાંત ત્રણેય ઘટકની આંગણવાડીના વર્ષ 2021-22 વર્ષના માતા યશોદા એવોર્ડ અમરાઈવાડીના ધારાસભ્ય ડૉ. હસમુખ પટેલ અને હાઉસિંગ સોસાયટીના ચેરમેન મુકેશ પટેલના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ કુલ 6 બહેનોને એનાયત કરવામાં આવ્યાં હતાં. સાથેજ મહાનુભાવોએ આંગણવાડી બહેનો તથા બાળાઓ દ્વારા રજૂ કરાયેલ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમને નિહાળ્યો હતો. વિસરાતી વાનગીઓને જીવંત રાખવા માટે પોષણ ઉત્સવનું આયોજન અત્રે ઉલ્લખનીય છે કે, બદલાતા સમયની સાથે બદલાતી વાનગીઓ વચ્ચે આંગણવાડીની બહેનો દ્વારા વિસરાતી વાનગીઓને જીવંત રાખવા માટે પોષણ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આંગણવાડીની બહેનો દ્વારા આ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. આ વાનગીઓ ખાસ કરીને આંગણવાડીમાં સરકારશ્રી દ્વારા મળતા બાલશક્તિ, પૂર્ણા શક્તિ અને મિલેટ્સમાંથી તૈયાર કરવામાં આવી હતી. અલગ-અલગ વાનગીઓ બનાઈ જેમાં કોદરીની ખીચડી, મિલેટ્સના પાસ્તા, ફ્રેન્કી, ખાખરા, બાજરીના પિત્ઝા, રાગીના લાડું, બીટના લાડું, થાલી પીઠ, મકાઈના ઢોંસા જેવી વિવિધ 100થી વધુ વાનગીઓ બનાવવામાં આવી હતી. કાર્યક્રમને અંતે મુખ્ય અતિથિઓએ તેમજ અન્ય મહેમાનશ્રીઓએ વાનગીઓનો સ્વાદ માણ્યો હતો. આ કાર્યક્રમમાં ચાઈલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસર શ્રીમતી હિરલબેન શેઠ અને સુશ્રી કોમલ વસાવા, અનેક વોર્ડના મ્યુનિસિપલ કાઉન્સિલર તથા ICDSના બાળ વિકાસ યોજના અધિકારીઓ અને આંગણવાડીની બહેનો, કાર્યકરો, તેડાગર બહેનો તેમજ હેલ્પર બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Ahmedabadમાં આંગણવાડીની મહિલાઓ દ્વારા મિલેટ વાનગી સ્પર્ધા યોજાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ ખાતે આંગણવાડીની બહેનો દ્વારા પોષણ ઉત્સવ 2025ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પોષણ ઉત્સવ અંતર્ગત ટેક હોમ રાશન અને મિલેટ્સમાંથી આંગણવાડીની બહેનો દ્વારા વિવિધ વાનગીઓ બનાવી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય અતિથિ તરીકે અમરાઈવાડીના ધારાસભ્ય શ્રી હસમુખભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. પોષણ ઉત્સવ -2025 કાર્યક્રમમાં માતા યશોદા એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યા હતા.

વાનગી સ્પર્ધાનું આયોજન

વાનગી સ્પર્ધામાં 404 આંગણવાડી (પૂર્વ ઝોન) પૈકી સેજા લેવલે ટેક હોમ રાશન (THR) અને મિલેટ્સમાંથી બનેલ કુલ 90 વિજેતા વાનગીઓ વચ્ચે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાંથી ત્રણેય ઘટકના મિલેટ્સની 3-3 અને ટેક હોમ રાશન (THR)ની 3-3 વિજેતા વાનગી જાહેર કરવામાં આવી હતી. આ આંગણવાડીની વાનગી સ્પર્ધામાં જીતેલી 18 વાનગીઓને આગળ જિલ્લા કક્ષાએ સ્પર્ધામાં મોકલવામાં આવશે. આ ઉપરાંત ત્રણેય ઘટકની આંગણવાડીના વર્ષ 2021-22 વર્ષના માતા યશોદા એવોર્ડ અમરાઈવાડીના ધારાસભ્ય ડૉ. હસમુખ પટેલ અને હાઉસિંગ સોસાયટીના ચેરમેન મુકેશ પટેલના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ કુલ 6 બહેનોને એનાયત કરવામાં આવ્યાં હતાં. સાથેજ મહાનુભાવોએ આંગણવાડી બહેનો તથા બાળાઓ દ્વારા રજૂ કરાયેલ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમને નિહાળ્યો હતો.

વિસરાતી વાનગીઓને જીવંત રાખવા માટે પોષણ ઉત્સવનું આયોજન

અત્રે ઉલ્લખનીય છે કે, બદલાતા સમયની સાથે બદલાતી વાનગીઓ વચ્ચે આંગણવાડીની બહેનો દ્વારા વિસરાતી વાનગીઓને જીવંત રાખવા માટે પોષણ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આંગણવાડીની બહેનો દ્વારા આ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. આ વાનગીઓ ખાસ કરીને આંગણવાડીમાં સરકારશ્રી દ્વારા મળતા બાલશક્તિ, પૂર્ણા શક્તિ અને મિલેટ્સમાંથી તૈયાર કરવામાં આવી હતી.

અલગ-અલગ વાનગીઓ બનાઈ

જેમાં કોદરીની ખીચડી, મિલેટ્સના પાસ્તા, ફ્રેન્કી, ખાખરા, બાજરીના પિત્ઝા, રાગીના લાડું, બીટના લાડું, થાલી પીઠ, મકાઈના ઢોંસા જેવી વિવિધ 100થી વધુ વાનગીઓ બનાવવામાં આવી હતી. કાર્યક્રમને અંતે મુખ્ય અતિથિઓએ તેમજ અન્ય મહેમાનશ્રીઓએ વાનગીઓનો સ્વાદ માણ્યો હતો. આ કાર્યક્રમમાં ચાઈલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસર શ્રીમતી હિરલબેન શેઠ અને સુશ્રી કોમલ વસાવા, અનેક વોર્ડના મ્યુનિસિપલ કાઉન્સિલર તથા ICDSના બાળ વિકાસ યોજના અધિકારીઓ અને આંગણવાડીની બહેનો, કાર્યકરો, તેડાગર બહેનો તેમજ હેલ્પર બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.