આગામી 2 દિવસ હાડ થીજવતી ઠંડી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ
રાજ્યમાં આગામી 2 દિવસ કાતિલ ઠંડીમાં વધારો થશે. તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો ઘટાડો થશે. તાપમાન ઘટવાની શક્યતાથી ઠંડીમાં વધારો થશે. અમદાવાદમાં 15થી 16 ડીગ્રી લઘુતમ તાપમાનની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.આગામી 2 દિવસ ઠંડીમાં વધારો થશેહવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી 2 દિવસ ઠંડીમાં વધારો થશે. 2 દિવસ તાપમાન 2થી 4 ડિગ્રી ઘટવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વાર વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદમાં લઘુતમ તાપમાન 15 ડિગ્રી રહી શકે જ્યારે ગાંધીનગરમાં લઘુતમ તાપમાન 15 ડિગ્રી રહી શકે છે. તો બીજી તરફનલિયામાં લઘુતમ તાપમાન 13.4 ડિગ્રી નોંધાયું છે. ગુજરાતમાં ડીસેમ્બરમાં કોલ્ડવેવની શક્યતા ઓછી છે. આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. તાપમાનમાં 2થી 4 ડિગ્રી ઘટાડો થશે.22 ડિસેમ્બરથી હાડ થીજવતી ઠંડી પડવાની શક્યતા ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય રહ્યા છે. લઘુતમ અને મહત્તમ તાપમાન સામાન્ય કરતા ઊંચું રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 20 અને મહત્તમ તાપમાન 30 ડિગ્રી રહે તેવી સંભાવના છે. ગુજરાતના ભાગોમાં ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડા પવનો ફૂંકાશે. જેના કારણે 22 ડિસેમ્બરથી હાડ થીજવતી ઠંડી પડવાની શક્યતા છે. કચ્છના ભાગોમાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી ઉપર અને મહત્તમ તાપમાન 31 ડિગ્રી રહેવાની સંભાવના છે. ઉત્તર ગુજરાતમાં પણ 15 ડિગ્રી જેટલું તાપમાન રહેતા ઠંડીના ચમકારાનો અનુભવ થશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -