Surendranagar: લારીધારકો 200 અને ફોર્મ આવ્યા 900+ !

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા જાહેર થવાને એક માસ જેટલો સમય થવા આવ્યો છે. ત્યારે શહેરની સુરત ધીમે ધીમે બદલાતી જાય છે. જેમાં શહેરની શીરદર્દ સમાન સમસ્યા રસ્તા પર લારીધારકો અને પાથરણાવાળાના ત્રાસથી શહેરીજનો અને ખાસ કરીને વાહનચાલકોને મુકિત મળી છે.પરંતુ મનપાના અધિકારીઓ માટે હવે તેમનો સમાવેશ શીરદર્દ સમાન બની ગયો છે. મનપા બનતા શહેરના હેન્ડલુમ ચોકથી ટાંકી ચોક, ટાંકી ચોકથી પતરાવાળી ચોક સુધીના રસ્તા પર ઉભા રહેતા લારી ધારકોને હટાવાયા છે. આ બાબતે લારીધારકો અને પાથરણાવાળાઓએ રેલી યોજી કલેકટર કચેરી અને મનપા કચેરીએ રજૂઆત કરી હતી. રજૂઆત બાદ કલેકટર અને મનપાના વહીવટદાર કે.સી.સંપત, કમીશ્નર નવનાથ ગવ્હાણે, નાયબ કમીશ્નર અર્જુનસીંહ ચાવડા સહિતનાઓના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. જેમાં શહેરના લારીધારકોને શહેરના ટાગોર બાગ પાછળ આવેલા રસ્તે ઉભા રહેવા દેવાનું નક્કી કરાયુ છે. આ માટે લારીધારકોએ તા. 27મી જાન્યુઆરી સુધીમાં અરજી કરવાનું મનપા દ્વારા જાહેર કરાતા ચોથા શનિવારે રજાના દિવસે અને રવિવારે પ્રજાસત્તાક પર્વના દિવસે પણ મનપા કચેરીએ લારીધારકોની વહેલી સવારથી લાંબી લાઈનો લાગી હતી. તા. 27મીની સાંજ સુધીમાં અંદાજે 900થી વધુ ફોર્મ ભરાયા હોવાનું જાણવા મળ્યુ છે. મનપા દ્વારા ફોર્મ ભરાયા બાદ તેનો ડ્રો કરવામાં આવશે અને ડ્રોમાં સીલેકટ થયેલાઓને માર્કીંગ કરીને જગ્યા ફાળવવામાં આવશે. આ સ્થળ સીવાય શહેરમાં કયાંય લારીવાળાઓને પાથરણાવાળાઓને ઉભા રહેવા દેવામાં કે બેસવા દેવામાં આવશે નહી તેવી તાકીદ પણ કરાઈ છે. ત્યારે હવે 900થી વધુ ફોર્મ આવતા મનપા દ્વારા તેની સ્ક્રુટીની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ અંગે નાયબ કમીશ્નર અર્જુન ચાવડાએ જણાવ્યુ કે, સ્ક્રુટીની શરૂઆત દરમિયાન અમુક લારીવાળાઓને એકથી વધુ ફોર્મ ભર્યા હોવાનું તથા એક પરિવારમાંથી 2-3 ફોર્મ ભરાયા હોવાનું ધ્યાને આવ્યુ છે. રજૂઆત કરવા ટોળું ચેમ્બરમાં ઘૂસી જતા કમિશનર ખિજાયા મંગળવારે બપોરના સમયે રજૂઆત કરવા મહિલા અને પુરૂષોનું અંદાજે 25 થી વધુ વ્યક્તિઓનું ટોળુ મહાનગરપાલિકાના કમીશ્નર નવનાથ ગવ્હાણેની ચેમ્બરમાં ઘુસી ગયુ હતુ. ત્યારે આ જોઈને કમિશ્નરનો પીત્તો ગયો હતો તેઓએ હાજર પોલીસ કર્મી અને મનપાના કર્મચારીઓને આટલા બધા લોકોને અંદર કેમ આવવા દો છો ? તેમ કહ્યુ હતુ. જયારે રજૂઆતકર્તાઓને પણ વધુમાં વધુ પાંચ વ્યક્તિઓને ચેમ્બરમાં આવવા કહ્યુ હતુ અને રજૂઆત સાંભળતા અડધો કલાક થાય તો પણ હું સાંભળીશ. તેમ પણ જણાવ્યુ હતુ. વઢવાણ ધરમતળાવ બગીચામાં દાજીરાજબાપુની પ્રતિમા મુકાશે SMC કમીશ્નર નવનાથ ગવ્હાણેએ વઢવાણના ઐતિહાસિક હવા મહેલ, ધરમ તળાવનું ઈન્સ્પેકશન કર્યુ હતુ. જેમાં ધરમ તળાવના બગીચામાં જરૂરી સાધનો ચકાસી સુચનો કર્યા હતા. આ ઉપરાંત ધરમ તળાવના બગીચામાં વઢવાણ નામદાર ઠાકોર સાહેબ દાજીરાજબાપુની પ્રતીમા લગાવવાની જાહેરાત પણ કરી હતી. મનપા દ્વારા શહેરમાં સર્વે કરાયો હતો સુરેન્દ્રનગર શહેરના હેન્ડલુમ ચોકથી ટાંકી ચોક, ટાંકી ચોકથી પતરાવાળી ચોક, પતરાવાળી ચોકથી સી. જે. હોસ્પિટલ રોડનો અગાઉ મનપા દ્વારા સર્વે કરાયો હતો. લારીવાળાઓને હટાવાયા પહેલા આ સર્વે થયો હતો. જેમાં શહેરના મુખ્ય રસ્તાઓ પર અંદાજે 200થી વધુ લારી ધારકો છે. આ સર્વેમાં વઢવાણ 80 ફુટ રોડ, જોરાવરનગર-રતનપરનો સમાવેશ કરાયો નથી. અને ટાગોરબાગ પાછળ પણ માત્ર સુરેન્દ્રનગરમાં જ ઉભા રહેતા લોકોને જગ્યા ફાળવવામાં આવશે. જયાં અંદાજે 400 લારીધારકોનો સમાવેશ થઈ શકે તેવો મનપાનો અંદાજ છે. SMCનો સૂચિત લોગો જાહેર કરાયો સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યા બાદ સંયુકત નગરપાલિકાના બોર્ડ ઉતારી મહાનગરપાલિકાના બોર્ડ મારી દેવાયા હતા. ત્યારે હાલ મનપા દ્વારા સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનો સુચીત લોગો જાહેર કરાયો છે. જેમાં યશો ભુષણમ સર્વદા વર્ધમાનમ્ સુત્રને સ્થાન અપાયુ છે. આ ઉપરાંત વઢવાણના ઐતિહાસિક હવામહેલ અને સુરેન્દ્રનગર શહેરની શાન સમા અજરામર ટાવરની પ્રતિકૃતિને લેવાઈ છે. મ્યુનિ. કમીશ્નર નવનાથ ગવ્હાણેએ આગામી પાંચ દિવસમાં આ બાબતે શહેરીજનોને સુચન કરવા પણ અપીલ કરી છે.

Surendranagar: લારીધારકો 200 અને ફોર્મ આવ્યા 900+ !

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા જાહેર થવાને એક માસ જેટલો સમય થવા આવ્યો છે. ત્યારે શહેરની સુરત ધીમે ધીમે બદલાતી જાય છે. જેમાં શહેરની શીરદર્દ સમાન સમસ્યા રસ્તા પર લારીધારકો અને પાથરણાવાળાના ત્રાસથી શહેરીજનો અને ખાસ કરીને વાહનચાલકોને મુકિત મળી છે.

પરંતુ મનપાના અધિકારીઓ માટે હવે તેમનો સમાવેશ શીરદર્દ સમાન બની ગયો છે. મનપા બનતા શહેરના હેન્ડલુમ ચોકથી ટાંકી ચોક, ટાંકી ચોકથી પતરાવાળી ચોક સુધીના રસ્તા પર ઉભા રહેતા લારી ધારકોને હટાવાયા છે. આ બાબતે લારીધારકો અને પાથરણાવાળાઓએ રેલી યોજી કલેકટર કચેરી અને મનપા કચેરીએ રજૂઆત કરી હતી. રજૂઆત બાદ કલેકટર અને મનપાના વહીવટદાર કે.સી.સંપત, કમીશ્નર નવનાથ ગવ્હાણે, નાયબ કમીશ્નર અર્જુનસીંહ ચાવડા સહિતનાઓના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. જેમાં શહેરના લારીધારકોને શહેરના ટાગોર બાગ પાછળ આવેલા રસ્તે ઉભા રહેવા દેવાનું નક્કી કરાયુ છે. આ માટે લારીધારકોએ તા. 27મી જાન્યુઆરી સુધીમાં અરજી કરવાનું મનપા દ્વારા જાહેર કરાતા ચોથા શનિવારે રજાના દિવસે અને રવિવારે પ્રજાસત્તાક પર્વના દિવસે પણ મનપા કચેરીએ લારીધારકોની વહેલી સવારથી લાંબી લાઈનો લાગી હતી. તા. 27મીની સાંજ સુધીમાં અંદાજે 900થી વધુ ફોર્મ ભરાયા હોવાનું જાણવા મળ્યુ છે. મનપા દ્વારા ફોર્મ ભરાયા બાદ તેનો ડ્રો કરવામાં આવશે અને ડ્રોમાં સીલેકટ થયેલાઓને માર્કીંગ કરીને જગ્યા ફાળવવામાં આવશે. આ સ્થળ સીવાય શહેરમાં કયાંય લારીવાળાઓને પાથરણાવાળાઓને ઉભા રહેવા દેવામાં કે બેસવા દેવામાં આવશે નહી તેવી તાકીદ પણ કરાઈ છે. ત્યારે હવે 900થી વધુ ફોર્મ આવતા મનપા દ્વારા તેની સ્ક્રુટીની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ અંગે નાયબ કમીશ્નર અર્જુન ચાવડાએ જણાવ્યુ કે, સ્ક્રુટીની શરૂઆત દરમિયાન અમુક લારીવાળાઓને એકથી વધુ ફોર્મ ભર્યા હોવાનું તથા એક પરિવારમાંથી 2-3 ફોર્મ ભરાયા હોવાનું ધ્યાને આવ્યુ છે.

રજૂઆત કરવા ટોળું ચેમ્બરમાં ઘૂસી જતા કમિશનર ખિજાયા

મંગળવારે બપોરના સમયે રજૂઆત કરવા મહિલા અને પુરૂષોનું અંદાજે 25 થી વધુ વ્યક્તિઓનું ટોળુ મહાનગરપાલિકાના કમીશ્નર નવનાથ ગવ્હાણેની ચેમ્બરમાં ઘુસી ગયુ હતુ. ત્યારે આ જોઈને કમિશ્નરનો પીત્તો ગયો હતો તેઓએ હાજર પોલીસ કર્મી અને મનપાના કર્મચારીઓને આટલા બધા લોકોને અંદર કેમ આવવા દો છો ? તેમ કહ્યુ હતુ. જયારે રજૂઆતકર્તાઓને પણ વધુમાં વધુ પાંચ વ્યક્તિઓને ચેમ્બરમાં આવવા કહ્યુ હતુ અને રજૂઆત સાંભળતા અડધો કલાક થાય તો પણ હું સાંભળીશ. તેમ પણ જણાવ્યુ હતુ.

વઢવાણ ધરમતળાવ બગીચામાં દાજીરાજબાપુની પ્રતિમા મુકાશે

SMC કમીશ્નર નવનાથ ગવ્હાણેએ વઢવાણના ઐતિહાસિક હવા મહેલ, ધરમ તળાવનું ઈન્સ્પેકશન કર્યુ હતુ. જેમાં ધરમ તળાવના બગીચામાં જરૂરી સાધનો ચકાસી સુચનો કર્યા હતા. આ ઉપરાંત ધરમ તળાવના બગીચામાં વઢવાણ નામદાર ઠાકોર સાહેબ દાજીરાજબાપુની પ્રતીમા લગાવવાની જાહેરાત પણ કરી હતી.

મનપા દ્વારા શહેરમાં સર્વે કરાયો હતો

સુરેન્દ્રનગર શહેરના હેન્ડલુમ ચોકથી ટાંકી ચોક, ટાંકી ચોકથી પતરાવાળી ચોક, પતરાવાળી ચોકથી સી. જે. હોસ્પિટલ રોડનો અગાઉ મનપા દ્વારા સર્વે કરાયો હતો. લારીવાળાઓને હટાવાયા પહેલા આ સર્વે થયો હતો. જેમાં શહેરના મુખ્ય રસ્તાઓ પર અંદાજે 200થી વધુ લારી ધારકો છે. આ સર્વેમાં વઢવાણ 80 ફુટ રોડ, જોરાવરનગર-રતનપરનો સમાવેશ કરાયો નથી. અને ટાગોરબાગ પાછળ પણ માત્ર સુરેન્દ્રનગરમાં જ ઉભા રહેતા લોકોને જગ્યા ફાળવવામાં આવશે. જયાં અંદાજે 400 લારીધારકોનો સમાવેશ થઈ શકે તેવો મનપાનો અંદાજ છે.

SMCનો સૂચિત લોગો જાહેર કરાયો

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યા બાદ સંયુકત નગરપાલિકાના બોર્ડ ઉતારી મહાનગરપાલિકાના બોર્ડ મારી દેવાયા હતા. ત્યારે હાલ મનપા દ્વારા સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનો સુચીત લોગો જાહેર કરાયો છે. જેમાં યશો ભુષણમ સર્વદા વર્ધમાનમ્ સુત્રને સ્થાન અપાયુ છે. આ ઉપરાંત વઢવાણના ઐતિહાસિક હવામહેલ અને સુરેન્દ્રનગર શહેરની શાન સમા અજરામર ટાવરની પ્રતિકૃતિને લેવાઈ છે. મ્યુનિ. કમીશ્નર નવનાથ ગવ્હાણેએ આગામી પાંચ દિવસમાં આ બાબતે શહેરીજનોને સુચન કરવા પણ અપીલ કરી છે.