ભાજપનું છેતરપિંડી અભિયાનઃ સભ્યો બનાવવાની હોડમાં પૂર્વ સાંસદે ગરબાના સિક્યોરિટી સ્ટાફને પણ ના છોડ્યો
Image : FacebookBJP Sadasyata Controversy : રાજ્યમાં છેલ્લા એક મહિનાથી ચાલી રહેલા ભાજપ સદસ્યતા અભિયાનને લઈને વિવાદોના કિસ્સાઓ સામે આવ્યાં છે. જેમાં ભાજપના નેતાઓ ગમે તે જગ્યાએ હાજર લોકોને ભાજપના સદસ્ય બનાવી રહ્યા છે, ત્યારે વધુ એક ચોંકાવનારો કિસ્સો વડોદરાથી સામે આવ્યો છે. જેમાં વડોદરાના પૂર્વ સાંસદ રંજનબહેન ભટ્ટે ગરબા ગ્રાઉન્ડના સિક્યુરિટી સ્ટાફને ભાજપના સભ્ય બનાવી દીધા.કેવી રીતે બનાવ્યા સભ્ય?વડોદરાના પૂર્વ સાંસદ રંજનબહેન ભટ્ટ ગઈ કાલે રાત્રે ન્યુ સમા સ્થિત અયપ્પા મેદાન ખાતે આયોજિત ગરબા મહોત્સવમાં ગયા હતા, ત્યાં તેમણે ગરબા ગ્રાઉન્ડના સિક્યુરિટી સ્ટાફને ચિવટ પૂર્વક પાર્ટીના સદસ્ય બનાવી દીધા. જેના ફોટોગ્રાફ ખૂદ રંજનબહેને સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ શેર કર્યા છે. અગાઉ પણ તેમણે નિઝામપુરા સ્થિત બ્યુટી સલૂન સ્ટાફની તમામ મહિલાઓ ભાજપના સદસ્ય બનાવ્યા હતા. આ પણ વાંચો : ગુજરાતભરમાં RTOનું સર્વર ગઈકાલથી ઠપ, હજારો લોકોને ધક્કો પડ્યો, કાલનું પણ નક્કી નહીંઅગાઉ રંજનબહેન ભટ્ટ આ રીતે લોકોને બન્યા હતા સભ્યઆ અગાઉ રંજનબહેન ભટ્ટે ન્યુ સમા રોડ વિસ્તાર સ્થિત બાલ ગોપાલ ગરબા ગ્રાઉન્ડ ખાતે મહિલાઓ અને નાગરિકોને, વલસાડ જિલ્લાના વાપી તાલુકાના છીરી ગામ ખાતે મહિલાઓને, જૂનાગઢ સ્થિત ભવનાથની તળેટી ખાતે સ્વયંભૂ ભવનાથ મહાદેવ મંદિરના પરિસરમાં આવેલા નાગરિકો તેમજ મહિલાઓને, ભાવનગર ખાતે વિશિષ્ટ વ્યક્તિ સંપર્ક ડ્રાઇવ સંદર્ભે વકીલ મહિલાઓને, ભાવનગર પશ્ચિમ વિધાનસભામાં આવેલ હીરા ઉદ્યોગના કારીગરોને ભાજપના સદસ્ય બનાવ્યા હતા.પહેલા રાજકીય પક્ષમાં લોકો સામે ચાલીને જઈને વિચારધારા સાથે જોડાઈને રાજકારણ કરતાં હતા, પરંતુ હવે રાજકારણીઓ માત્ર સંખ્યા બળ વધારવા માટે જ્યાં જાહેર જનતા દેખાય ત્યાં તેમના મોબાઈલ ફોનમાં OTP મંગાવી સદસ્ય બનાવવાની ઘટનાઓ સામે આવી રહી છે. આ પણ વાંચો : મોડી રાત્રે ચાની કીટલી પર બબાલ : અમદાવાદમાં 16 વર્ષના યુવકને સામાન્ય બોલાચાલીમાં છરીના ઘા ઝીંક્યા, CCTV આવ્યા સામેભાજપે(BJP) સોમવારે (2 સપ્ટેમ્બરે) સભ્યપદ ઝુંબેશની શરૂઆત કરી હતી, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનું સભ્યપદ રિન્યૂ કરનારા પ્રથમ વ્યક્તિ હતા. તેવામાં મોદીએ પાર્ટીના સભ્યોને સૂચન કર્યું હતું કે, મહિલાઓ, યુવાનો અને એવા વિસ્તારોમાં જ્યાં પાર્ટી પરંપરાગત રીતે નબળી રહી છે, તેના પાયાને વિસ્તારવા માટે વિશેષ પ્રયાસો કરવા જોઈએ.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Image : Facebook |
BJP Sadasyata Controversy : રાજ્યમાં છેલ્લા એક મહિનાથી ચાલી રહેલા ભાજપ સદસ્યતા અભિયાનને લઈને વિવાદોના કિસ્સાઓ સામે આવ્યાં છે. જેમાં ભાજપના નેતાઓ ગમે તે જગ્યાએ હાજર લોકોને ભાજપના સદસ્ય બનાવી રહ્યા છે, ત્યારે વધુ એક ચોંકાવનારો કિસ્સો વડોદરાથી સામે આવ્યો છે. જેમાં વડોદરાના પૂર્વ સાંસદ રંજનબહેન ભટ્ટે ગરબા ગ્રાઉન્ડના સિક્યુરિટી સ્ટાફને ભાજપના સભ્ય બનાવી દીધા.
કેવી રીતે બનાવ્યા સભ્ય?
વડોદરાના પૂર્વ સાંસદ રંજનબહેન ભટ્ટ ગઈ કાલે રાત્રે ન્યુ સમા સ્થિત અયપ્પા મેદાન ખાતે આયોજિત ગરબા મહોત્સવમાં ગયા હતા, ત્યાં તેમણે ગરબા ગ્રાઉન્ડના સિક્યુરિટી સ્ટાફને ચિવટ પૂર્વક પાર્ટીના સદસ્ય બનાવી દીધા. જેના ફોટોગ્રાફ ખૂદ રંજનબહેને સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ શેર કર્યા છે. અગાઉ પણ તેમણે નિઝામપુરા સ્થિત બ્યુટી સલૂન સ્ટાફની તમામ મહિલાઓ ભાજપના સદસ્ય બનાવ્યા હતા.
આ પણ વાંચો : ગુજરાતભરમાં RTOનું સર્વર ગઈકાલથી ઠપ, હજારો લોકોને ધક્કો પડ્યો, કાલનું પણ નક્કી નહીં
અગાઉ રંજનબહેન ભટ્ટ આ રીતે લોકોને બન્યા હતા સભ્ય
આ અગાઉ રંજનબહેન ભટ્ટે ન્યુ સમા રોડ વિસ્તાર સ્થિત બાલ ગોપાલ ગરબા ગ્રાઉન્ડ ખાતે મહિલાઓ અને નાગરિકોને, વલસાડ જિલ્લાના વાપી તાલુકાના છીરી ગામ ખાતે મહિલાઓને, જૂનાગઢ સ્થિત ભવનાથની તળેટી ખાતે સ્વયંભૂ ભવનાથ મહાદેવ મંદિરના પરિસરમાં આવેલા નાગરિકો તેમજ મહિલાઓને, ભાવનગર ખાતે વિશિષ્ટ વ્યક્તિ સંપર્ક ડ્રાઇવ સંદર્ભે વકીલ મહિલાઓને, ભાવનગર પશ્ચિમ વિધાનસભામાં આવેલ હીરા ઉદ્યોગના કારીગરોને ભાજપના સદસ્ય બનાવ્યા હતા.
પહેલા રાજકીય પક્ષમાં લોકો સામે ચાલીને જઈને વિચારધારા સાથે જોડાઈને રાજકારણ કરતાં હતા, પરંતુ હવે રાજકારણીઓ માત્ર સંખ્યા બળ વધારવા માટે જ્યાં જાહેર જનતા દેખાય ત્યાં તેમના મોબાઈલ ફોનમાં OTP મંગાવી સદસ્ય બનાવવાની ઘટનાઓ સામે આવી રહી છે.
ભાજપે(BJP) સોમવારે (2 સપ્ટેમ્બરે) સભ્યપદ ઝુંબેશની શરૂઆત કરી હતી, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનું સભ્યપદ રિન્યૂ કરનારા પ્રથમ વ્યક્તિ હતા. તેવામાં મોદીએ પાર્ટીના સભ્યોને સૂચન કર્યું હતું કે, મહિલાઓ, યુવાનો અને એવા વિસ્તારોમાં જ્યાં પાર્ટી પરંપરાગત રીતે નબળી રહી છે, તેના પાયાને વિસ્તારવા માટે વિશેષ પ્રયાસો કરવા જોઈએ.