જાણીતા ગાયનેક સર્જન ડૉ. મુકેશ બાવિશી મેડિકલ ઈવેન્ટ્સમાં 50મી વખત Master of Ceremony બન્યા

Master of Ceremony in Medical Events : જાણીતા ગાયનેક સર્જન ડૉ. મુકેશ બાવિશી ગત રવિવાર તા. 29 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ મેડિકલ એસોશિએશનની ઇવેન્ટને જીવંત અને યાદગાર બનાવી Master of Ceremony બન્યા. ઇવેન્ટ વિવેકપૂર્ણ હોય છતાં તેને રસપ્રદ બનાવવા માટે ડૉ. મુકેશ બાવિશી જાણીતા છે. છેલ્લા 35થી વધુ વર્ષોથી તેઓ પોતાની આગવી શૈલીમાં આ કાર્યભાર સંભાળતા આવ્યા છે.1977માં ડૉ. મુકેશ બાવિશી પ્રથમ વખત 'માસ્ટર ઓફ સેરેમની' બી.જે મેડિકલ કોલેજમાં બન્યા હતાં. અત્યાર સુધીમાં અનેક નેશનલ-ઈન્ટરનેશનલ કોન્ફરન્સીસ તેમણે કન્ડક્ટ કરી છે. મુકેશ બાવિશી ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાઓ પર પ્રભુત્વ અને કવિતાઓ-રમુજી ટુચકાઓ દ્વારા કાર્યક્રમને હળવો બનાવી લોકોનું મન જીતી લે છે. એક સફળ ડોક્ટર હોવા ઉપરાંત તેઓ સાહિત્યિક અને અન્ય પ્રવૃત્તિઓમાં પણ સમય ફાળવે છે.આવી ઈવેન્ટ્સનું આયોજન મારા માટે પેશન રહ્યું છે : મુકેશ બાવિશીઆ અંગે ડૉ. મુકેશ બાવિશીએ જણાવ્યું હતું કે, અમદાવાદ મેડિકલ એસોસિએશનના નવા પ્રમુખ ડૉ. ધીરેન મહેતા અને તેમની ટીમની સ્થાપના વિધિ ખૂબ જ ધામધૂમથી અને ઉજવણી સાથે પૂર્ણ થઈ હતી. આ 50મી વખત બન્યું છે, જ્યારે મને મેડિકલ ઈવેન્ટ/કોન્ફરન્સ માટે સમારોહનું આયોજન કરવાનો વિશેષાધિકાર મળ્યો હતો. મને વિશ્વ પરિષદો અને રાષ્ટ્રીય પરિષદોનું આયોજન કરવાનું સૌભાગ્ય મળ્યું છે. મેં 1977-78માં MOC તરીકે બીજે મેડિકલ કૉલેજમાં મારી શરૂઆત કરી અને પછી 1979માં બીજે મેડિકલ કૉલેજની શતાબ્દી ઉજવણી. પછી પાછું વળીને જોયું નથી. આવી ઈવેન્ટ્સનું આયોજન મારા માટે પેશન રહ્યું છે. ભગવાન દયાળુ અને આયોજકો ઉદાર છે.જણાવી દઈએ કે, તેઓ છેલ્લા 36 વર્ષથી ગાયનેક સર્જન અને ગાયનેક કેન્સર સર્જન તરીકે અમદાવાદમાં પ્રેક્ટિસ કરી રહ્યાં છે.  તેઓ એક શોધક, વિશ્વ-વિક્રમ ધારક અને આંતરરાષ્ટ્રીય વક્તા છે જેમને ગુજરાતી વિશ્વકોશમાં સ્ત્રી-કેન્સર વિષે લેખ લખવા આમંત્રણ મળ્યું હતું. એક પરગજુ ડોક્ટર તરીકેની નામના તેઓએ સાર્થક કરી છે.

જાણીતા ગાયનેક સર્જન ડૉ. મુકેશ બાવિશી મેડિકલ ઈવેન્ટ્સમાં 50મી વખત Master of Ceremony બન્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Master of Ceremony in Medical Events : જાણીતા ગાયનેક સર્જન ડૉ. મુકેશ બાવિશી ગત રવિવાર તા. 29 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ મેડિકલ એસોશિએશનની ઇવેન્ટને જીવંત અને યાદગાર બનાવી Master of Ceremony બન્યા. ઇવેન્ટ વિવેકપૂર્ણ હોય છતાં તેને રસપ્રદ બનાવવા માટે ડૉ. મુકેશ બાવિશી જાણીતા છે. છેલ્લા 35થી વધુ વર્ષોથી તેઓ પોતાની આગવી શૈલીમાં આ કાર્યભાર સંભાળતા આવ્યા છે.

1977માં ડૉ. મુકેશ બાવિશી પ્રથમ વખત 'માસ્ટર ઓફ સેરેમની' બી.જે મેડિકલ કોલેજમાં બન્યા હતાં. અત્યાર સુધીમાં અનેક નેશનલ-ઈન્ટરનેશનલ કોન્ફરન્સીસ તેમણે કન્ડક્ટ કરી છે. મુકેશ બાવિશી ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાઓ પર પ્રભુત્વ અને કવિતાઓ-રમુજી ટુચકાઓ દ્વારા કાર્યક્રમને હળવો બનાવી લોકોનું મન જીતી લે છે. એક સફળ ડોક્ટર હોવા ઉપરાંત તેઓ સાહિત્યિક અને અન્ય પ્રવૃત્તિઓમાં પણ સમય ફાળવે છે.


આવી ઈવેન્ટ્સનું આયોજન મારા માટે પેશન રહ્યું છે : મુકેશ બાવિશી

આ અંગે ડૉ. મુકેશ બાવિશીએ જણાવ્યું હતું કે, અમદાવાદ મેડિકલ એસોસિએશનના નવા પ્રમુખ ડૉ. ધીરેન મહેતા અને તેમની ટીમની સ્થાપના વિધિ ખૂબ જ ધામધૂમથી અને ઉજવણી સાથે પૂર્ણ થઈ હતી. આ 50મી વખત બન્યું છે, જ્યારે મને મેડિકલ ઈવેન્ટ/કોન્ફરન્સ માટે સમારોહનું આયોજન કરવાનો વિશેષાધિકાર મળ્યો હતો. મને વિશ્વ પરિષદો અને રાષ્ટ્રીય પરિષદોનું આયોજન કરવાનું સૌભાગ્ય મળ્યું છે. મેં 1977-78માં MOC તરીકે બીજે મેડિકલ કૉલેજમાં મારી શરૂઆત કરી અને પછી 1979માં બીજે મેડિકલ કૉલેજની શતાબ્દી ઉજવણી. પછી પાછું વળીને જોયું નથી. આવી ઈવેન્ટ્સનું આયોજન મારા માટે પેશન રહ્યું છે. ભગવાન દયાળુ અને આયોજકો ઉદાર છે.

જણાવી દઈએ કે, તેઓ છેલ્લા 36 વર્ષથી ગાયનેક સર્જન અને ગાયનેક કેન્સર સર્જન તરીકે અમદાવાદમાં પ્રેક્ટિસ કરી રહ્યાં છે.  તેઓ એક શોધક, વિશ્વ-વિક્રમ ધારક અને આંતરરાષ્ટ્રીય વક્તા છે જેમને ગુજરાતી વિશ્વકોશમાં સ્ત્રી-કેન્સર વિષે લેખ લખવા આમંત્રણ મળ્યું હતું. એક પરગજુ ડોક્ટર તરીકેની નામના તેઓએ સાર્થક કરી છે.