Gandhinagarમાં વેદિકા હેબિટેડ સોસાયટીમાં લિફ્ટ બંધ કરવા મુદ્દે મારામારી

ગાંધીનગરમાં લિફ્ટ બંધ કરવા મુદ્દે મારામારી થઇ છે. જેમાં રાંદેસણની વેદિકા હેબિટેડ સોસાયટીમાં મારામારી થઇ છે. તેમાં ઉશ્કેરાયેલા સોસાયટીના યુવકે મારામારી કરી છે. સોસાયટીના 2 લોકોને માર માર્યાની ફરિયાદ કરવામાં આવી છે. તેમાં ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વેદિકા હેબિટેડ સોસાયટીમાં લિફ્ટ બંધ કરવા મામલે મારામારી ગાંધીનગરના રાંદેસણની વેદિકા હેબિટેડ સોસાયટીમાં લિફ્ટ બંધ કરવા મામલે મારામારીની ઘટના બની હતી. જેમાં લિફ્ટ બંધ કરવાનું કહેતા ઉશ્કેરાયેલ સોસાયટીના યુવકે મારામારી કરી હોવાની ફરિયાદ થઇ છે. તેમાં સોસાયટીમાં જ રહેતા બાલકૃષ્ણ નામના વ્યક્તિ અને તેના પુત્ર સામે મારા મારી કરી હોવાની ફરિયાદ થઇ છે. રાંદેસણની વેદિકા હેવિટેડ સોસાયટીમાં રહેતા હેમાંગ અશોકભાઈ પટેલે પોતાના પર થયેલ મારામારી અંગે ગાંધીનગરના ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જાણો શું છે સમગ્ર ઘટના આ ઘટના અંગે પોલીસ સૂત્રમાંથી મળતી વિગતો પ્રમાણે રાંદેસણમાં આવેલી વેદિકા હેબિટેડ વસાહતમાં રહેતા હેમાંગભાઈ અશોકભાઈ પટેલે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે સાંજના સમયે તે અને તેમના ભાઈ અંકિતભાઈ તેમના ઘરે ત્રીજા માળે જવા માટે લિફ્ટનો ઉપયોગ કરવા જતા હતા તે દરમિયાન ચોથા માળે રહેતા બાલકૃષ્ણ ચોબેના નાનો દીકરો તેના મિત્ર સાથે લિફ્ટમાં ઉપર ગયો હતો અને ચોથા માળે લીફ્ટનો દરવાજો ખુલ્લો રાખ્યો હતો. જેથી તેમણે બૂમ મારીને દરવાજો બંધ કરવા કહ્યું હતું. આ દરમિયાન આ યુવાન તેના મિત્ર સાથે નીચે આવ્યો હતો અને ત્યારબાદ તેમની સાથે જેમ ફાવે તેમ ખરાબ શબ્દો બોલી મારામારી કરવા લાગ્યો હતો અને લીફ્ટ બંધ નહીં થાય તેમ કહ્યું હતું. ત્યારબાદ હેમાંગભાઈએ સિક્યુરિટી જવાનને ચેરમેનને ફોન કરવા કહ્યું હતું. આ દરમિયાન બાલકૃષ્ણ ચોબે અને તેમનો મોટો દીકરો પણ આવી ગયા હતા અને તેમની અને તેમના ભાઈ સાથે તકરાર કરીને મારામારી કરવા લાગ્યા હતા અને ધમકી આપી હતી કે અમને ઓળખો છો તમને ખોટા કેસમાં ફસાવી દઈશું. સોસાયટીમાં પગ મુકશો તો જાનથી મારી નાખીશું ત્યારબાદ તેઓ ઘરે પહોંચ્યા હતા અને શરીરે દુખાવો થતાં સારવાર માટે ગાંધીનગર સિવિલ ગયા હતા. હાલ ઇન્ફોસિટી પોલીસે પિતા અને બે પુત્ર સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

Gandhinagarમાં વેદિકા હેબિટેડ સોસાયટીમાં લિફ્ટ બંધ કરવા મુદ્દે મારામારી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગાંધીનગરમાં લિફ્ટ બંધ કરવા મુદ્દે મારામારી થઇ છે. જેમાં રાંદેસણની વેદિકા હેબિટેડ સોસાયટીમાં મારામારી થઇ છે. તેમાં ઉશ્કેરાયેલા સોસાયટીના યુવકે મારામારી કરી છે. સોસાયટીના 2 લોકોને માર માર્યાની ફરિયાદ કરવામાં આવી છે. તેમાં ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

વેદિકા હેબિટેડ સોસાયટીમાં લિફ્ટ બંધ કરવા મામલે મારામારી

ગાંધીનગરના રાંદેસણની વેદિકા હેબિટેડ સોસાયટીમાં લિફ્ટ બંધ કરવા મામલે મારામારીની ઘટના બની હતી. જેમાં લિફ્ટ બંધ કરવાનું કહેતા ઉશ્કેરાયેલ સોસાયટીના યુવકે મારામારી કરી હોવાની ફરિયાદ થઇ છે. તેમાં સોસાયટીમાં જ રહેતા બાલકૃષ્ણ નામના વ્યક્તિ અને તેના પુત્ર સામે મારા મારી કરી હોવાની ફરિયાદ થઇ છે. રાંદેસણની વેદિકા હેવિટેડ સોસાયટીમાં રહેતા હેમાંગ અશોકભાઈ પટેલે પોતાના પર થયેલ મારામારી અંગે ગાંધીનગરના ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જાણો શું છે સમગ્ર ઘટના

આ ઘટના અંગે પોલીસ સૂત્રમાંથી મળતી વિગતો પ્રમાણે રાંદેસણમાં આવેલી વેદિકા હેબિટેડ વસાહતમાં રહેતા હેમાંગભાઈ અશોકભાઈ પટેલે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે સાંજના સમયે તે અને તેમના ભાઈ અંકિતભાઈ તેમના ઘરે ત્રીજા માળે જવા માટે લિફ્ટનો ઉપયોગ કરવા જતા હતા તે દરમિયાન ચોથા માળે રહેતા બાલકૃષ્ણ ચોબેના નાનો દીકરો તેના મિત્ર સાથે લિફ્ટમાં ઉપર ગયો હતો અને ચોથા માળે લીફ્ટનો દરવાજો ખુલ્લો રાખ્યો હતો. જેથી તેમણે બૂમ મારીને દરવાજો બંધ કરવા કહ્યું હતું. આ દરમિયાન આ યુવાન તેના મિત્ર સાથે નીચે આવ્યો હતો અને ત્યારબાદ તેમની સાથે જેમ ફાવે તેમ ખરાબ શબ્દો બોલી મારામારી કરવા લાગ્યો હતો અને લીફ્ટ બંધ નહીં થાય તેમ કહ્યું હતું. ત્યારબાદ હેમાંગભાઈએ સિક્યુરિટી જવાનને ચેરમેનને ફોન કરવા કહ્યું હતું. આ દરમિયાન બાલકૃષ્ણ ચોબે અને તેમનો મોટો દીકરો પણ આવી ગયા હતા અને તેમની અને તેમના ભાઈ સાથે તકરાર કરીને મારામારી કરવા લાગ્યા હતા અને ધમકી આપી હતી કે અમને ઓળખો છો તમને ખોટા કેસમાં ફસાવી દઈશું. સોસાયટીમાં પગ મુકશો તો જાનથી મારી નાખીશું ત્યારબાદ તેઓ ઘરે પહોંચ્યા હતા અને શરીરે દુખાવો થતાં સારવાર માટે ગાંધીનગર સિવિલ ગયા હતા. હાલ ઇન્ફોસિટી પોલીસે પિતા અને બે પુત્ર સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.