Ahmedabad: શહેરને આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવાના માસ્ટરપ્લાન માટે 12 કરોડ ફી ચૂકવાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
AMC દ્વારા અમદાવાદમાં ઓલિમ્પિક રમતોત્સવ માટે યજમાન બનવાની નેમ સાથે VISION AHMEDABAD 2036 & VIKSIT AHMEDABAD 2047 સિટી માસ્ટર પ્લાન તૈયાર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. ઓલિમ્પિક રમતોત્સવ સંબંધિત આંતરરાષ્ટ્રીય સ્તરના ડેવલપમેન્ટ સંબંધિત માપદંડોને ધ્યાનમાં લઈને સર્વે કરવા, ડેવલપમેન્ટ સ્ટ્રેટેજી અપનાવવા અને સર્વે આધારિત કોમ્પ્રિહેન્સિવ રિપોર્ટ બનાવવાના કામ માટે ક્વોલિટી એન્ડ કોસ્ટ બેઝ સિલેક્શન (OCBS) મુજબ કન્સલ્ટનટની નિમણૂક કરવાનો સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય લેવામાં આવ્યો છે.
AMC દ્વારા સિટી માસ્ટર પ્લાન બનાવવા માટે એક્સપ્રેશન ઓફ્ ઇન્ટરેસ્ટ (EOI) બહાર પાડવામાં આવ્યો હતો. જેમાં ચાર જેટલા બિડર્સ આવ્યા હતા. ટેકનિકલ અને ફઇનાન્સ તમામ પ્રકારના ઈવોલ્યુશન બાદ વૈશ્વિક સ્તરે અને ભારતમાં આ પ્રકારની કામગીરીનો બહોળો અનુભવ અને સ્કિલ ધરાવતા કોલાઝ ડિઝાઈન પ્રા.લી કંપનીને રૂ. 12.56 કરોડની ફી ચૂકવી માસ્ટર પ્લાન બનાવવા માટે કન્સલ્ટન્ટ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. શહેરને વિશ્વસ્તરીય માળખાગત સુવિધાઓ માટે તેમજ શહેરનાં આર્થિક વિકાસ માટે મુખ્ય પાસાઓ જેવા કે ઉધોગ, બાંધકામ, શિક્ષણ, હેલ્થ, ઈન્ફ્રાસ્ટ્રકચર વગેરે ક્ષેત્રોની શહેરીની વિગત મેળવી તેમાં જરૂરી ફેરફર તેમજ સૂચનો મેળવવામાં આવશે.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને એન્જિનિયરિંગ વિભાગના વડા હરપાલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, ભવિષ્યમાં શહેરના વિકાસ અને વસ્તીને ધ્યાનમાં લઈને શહેરના પ્રશ્નો, સમસ્યાઓ તેનાં સોલ્યુશન સાથેનો અમદાવાદ શહેરનો સીટીમાસ્ટરપ્લાનઅમદાવાદમાં 2036માં ઓલિમ્પિક રમતોત્સવનું આયોજન કરવામાં આવનાર છે અને 2047ના વર્ષમાં શહેરની વસ્તી અને વિસ્તારને ધ્યાનમાં લઈને વિકસિત અમદાવાદને ધ્યાનમાં રાખીને શહેરમાં વૈશ્વિક સ્તરની માળાખાકીય સુવિધાઓ વિકસાવવા માટે શહેરના સર્વગ્રાહી વિકાસ અને હેતુ પૂર્ણ કરવા તરફ્ આયોજન કરવામાં આવશે.
ત્રણ તબક્કામાં માસ્ટર પ્લાનિંગ
* પ્રથમ સ્ટેજમાં શહેરની જુદા જુદા ક્ષેત્રોમાં વર્તમાન પરસ્થિતિ, આગામી આવનાર પ્રોજેકટ તેમજ માંગ તથા પુરવઠા વગેરેનો તફાવત સહિતનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવામાં આવનાર છે.
* બીજા સ્ટેજમાં અમદાવાદ 2036 અને વીકસીત 2047ના માપદંડો નક્કી કરી જુદા જુદા ક્ષેત્રમાં સંકળાયેલ સ્ટેક હોલ્ડર તેમજ શહેરની સમજનાં આધારે તબક્કાવાર સલાહ તેમજ માર્ગદર્શન સાથેની વિગતો પૂરી પાડવામાં આવશે.
* ત્રીજા સ્ટેજમાં શહેરની પ્રાયોરિટી તેમજ નાણાંકીય ભંડોળનાં આધારે અ.મ્યુ.કો.ની જરૂરીયાત મુજબ અમલકરવા માટેનું વિઝન ડોક્યુમેન્ટ આપવામાં આવશે. નવા ઈન્ફ્રાસ્ટ્રકચરથી માંડીને વિકાસ માટે પ્લાન તૈયાર કરાશે
ઈન્ફ્રાસ્ટ્રકચર, પ્લેસ મેકિંગ, બ્રિજ અંડર સ્પેસ, પાર્કિંગ, રોડ નેટવર્ક પ્લાનિંગ, કીડ્સ પ્લે એરિયા, ફ્ન પાર્ક ગેમ ઝોન, તળાવો આઇકોનિક રોડ વગેરેને પણ ધ્યાનમાં લેવામાં આવશે. ત્રીજા તબક્કામાં 2036 અંતર્ગત જે વિઝન તૈયાર કરવામાં આવ્યું છે તેમાં જે પ્રોજેક્ટ પોલિસી વગેરેમાં ગેપ રહેલો છે તેને કેવી રીતે દૂર કરી શકાય તે અંગે પ્લાન તૈયાર કરવાનો રહેશે. શહેરના ડિઝાઇનનું પ્લાનિંગ, શહેરમાં ટ્રાફ્કિની સમસ્યા અને ટ્રાન્સપોર્ટેશનના ડિઝાઇનના અમલીકરણ માટે પણ ડિઝાઇન નક્કી થશે. અલગ અલગ પ્રકારનો ડેટા તૈયાર કરવામાં આવશે અને શહેરના નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર થી લઈને વિકાસ માટે પ્લાન તૈયાર થશે.
વિશ્વ સ્તરીય માળખાકીય સુવિધા વિકસાવવાના પેરામીટર/સ્ટેક હોલ્ડર પર કામગીરી કરાશે
* અર્બન પ્લાનીંગ, ટ્રાન્સપોટેશન/ ટ્રાફ્કિ/રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એકોમોડેશન અને હાઉસીંગ, મેન્યુફેકચરીંગ, રીયલ એસ્ટેટ- કન્સ્ટ્રકશન, લોજીસ્ટીક એફેડેબલ એન્ડ કલીન એનર્જી, ક્લાયમેટ ચેન્જ, બ્યુટીફેકેશન, ટેલિકોમ્યુનિકેશન, ઉર્જા, પાણી, ગટર, શિક્ષણ, રમતગમતની સુવિધાઓ, શહેરનાં ભૌગોલિક પ્રશ્નો તેમજ તેનું સોલ્યુશન, રેલ્વે ઓવરબ્રીજ અન્ડર પેસ ડેવલપમેન્ટ, પ્લેસમેકિંગ, ગેધરિંગ પ્લેસમેકીંગ, ગેધરીંગ પ્લેસ તથા ટ્રાફી મેનેજમેન્ટ, જંકશન ઈમ્પ્રુવમેન્ટ તેમજ અર્બન ડીઝાઈન અને પ્લાનીંગ સાથેનુ સ્ટ્રેટેજીક ફેરકાસ્ટ મુજબ પાણી, ગટર, રોડ, બિલ્ડીંગની જરૂરીયાત પ્રમાણે કોમ્પ્રિહેન્સિવ પ્લાનિંગનો સમાવેશ કરાશે.
What's Your Reaction?






