ખેલૈયાઓના ખર્ચનું સરવૈયું : નવરાત્રિમાં તમારા ખિસ્સામાંથી કેટલા રૂપિયાનો થાય છે ખર્ચ? જાણો A to Z હિસાબ...
Navratri Expense in Gujarat : આવી નોરતાની રાત... આજથી (3 ઓક્ટોબર 2024) આસો નવરાત્રિની શરૂઆત થઈ ચૂકી છે. ગામડાંઓમાં શેરી અને ચોકમાં જ્યારે શહેરોમાં સોસાયટીઓ અને મોટા ગ્રાઉન્ડમાં કુંવારિકાઓ, યુવતીઓ, મહિલાઓ, યુવકો, પુરૂષો સહિત ખેલૈયાઓ ગરબાની રમઝટ બોલાવશે. જોકે, હવે નવી જનરેશનના કારણે પ્રિ-નવરાત્રિનો પણ ટ્રેન્ડ શરૂ થયો છે. ત્યારે આ 'નવદુર્ગા'ની નવરાત્રિમાં ગરબા આયોજકો અને વેપારીઓ પર 'લક્ષ્મીજી'ની કૃપા વરસશે. જ્યારે પ્રોફેશનલ ખેલૈયાઓના ખિસ્સા ખાલી થશે. ત્યારે પ્રોફેશનલ ખેલૈયાઓના ખિસ્સામાંથી કેટલો થશે ખર્ચ જાણો તમામ હિસાબ...નવરાત્રિમાં કયા કયા શોખ/વસ્તુ માટે કેટલો સરેરાશ ખર્ચ?હાલના સમયમાં નવરાત્રિ માતાજીની આરાધનાની સાથે હવે ગરબાનો ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે. ડ્રેસીસને લઈને તો અગાઉથી જ તૈયારીઓ થતી જ હોય છે. નવ દિવસ સુધી યુવાધન ભાતીગળ પરિધાન ધારણ કરી ગરબા રમે છે. ત્યારે દાંડિયા ક્લાસીસ, બ્યુટી પાર્લર, નવરાત્રિ માર્કેટ, નવરાત્રિ પાસ-ટિકિટ બુકિંગ માટે ખેલૈયાઓની પડાપડી થાય છે. નવરાત્રિમાં હવે નવી જનરેશનના ટિનેજર્સ અને સ્ટુડન્ટ્સના કારણે અલગ ટ્રેન્ડ આવી રહ્યો છે. તેઓ પૈસા ખર્ચીને પ્રિમિયમ અનુભવ કરવા માટે આતુર હોય છે. દરવર્ષે ટ્રેન્ડ બદલાતો રહે છે અને ખર્ચ વધતો રહે છે. આ વર્ષે નવરાત્રિનું માર્કેટ રૂ. 2500 કરોડને પાર પહોંચવાનું છે. તો બીજી તરફ ખેલૈયાઓને નવરાત્રિમાં નવ દિવસ દરમિયાન વિવિધ ચણિયાચોળી, ઘરેણા, મેકઅપ, ખાણી-પીણી, ટ્રાવેલિંગ સહિતનો અંદાજે રૂ. 5 હજારથી રૂ. 20 હજાર સુધીનો સરેરાશ ખર્ચ થતો હોય છે.ચણિયાચોળી પાછળ રૂ. 1500 નો સરેરાશ ખર્ચયુવતીઓ નવરાત્રિ માટે અલગ બજેટ રાખતી હોય છે અને રંગબેરંગી ચણિયાચોળી, હેવી દુપટ્ટા, ક્રોપ-ટોપ-લોન્ગ સ્કર્ટ, ઘરેણાની ખરીદી કરતી હોય છે. કેટલીક યુવતીઓ બેથી ત્રણ ચણિયાચોળીને લઈ ડ્રેસનું મિસમેચ કરતી હોય છે. બજારોમાં નવરાત્રિ માટે કોટન, સિલ્ક, શિફોન, સાટીન, બ્રોકેડ જેવા મટિરીયલમાં ચણિયાચોળી મળે છે. જેમાં બાંધણી, અજરખ, ગામઠી ભરતકામ, મોતીકામ, કંજરી વર્ક, એમ્બ્રોઈડરી, આભલા (મિરર) વર્કવાળી ચણિયાચોળી યુવતીમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. ડાર્ક કલર્સની સાથે સાથે પેસ્ટલ શેડ્સની ચણિયાચોળીઓ પણ યુવતીઓની પસંદગી બની રહી છે. હાલમાં સિમ્પલ વર્કવાળી ચણિયાચોળી સાથે અવનવા ઘરેણાં, દુપટ્ટા સાથે અલગ અલગ લુક્સ અપનાવતી હોય છે. યુવતીઓ રૂ. 1500થી 20 હજાર સુધીની ચણિયાચોળી (આખી જોડી) ખરીદતી હોય છે. ઉપરાંત દરરોજ નવી ચણિયાચોળી પહેરવા માટે યુવતીઓ ભાડેથી ચણિયાચોળી લાવતી હોય છે. ચણિયાચોળીનું ભાડું 500થી રૂ.1500 સુધીનું હોય છે.અવનવા ગરબા સ્ટેપ શીખવા માટે રૂ. 3 હજારથી 10 હજાર સુધીનો ખર્ચનવરાત્રિ પહેલા જ દાંડિયા-રાસ-ગરબા કોચિંગ ક્લાસમાં ત્રણ-ચાર મહિના સુધી ખેલૈયાઓ ગરબા અને નવા નવા સ્ટેપ શીખવા માટે જાય છે. યુવક, યુવતીઓ અને બાળકોથી માંડીને મોટી ઉંમરના લોકો પણ દાંડિયા ક્લાસમાં જોડાઈ છે. તો આ ક્લાસમાં ઈનામ/એવોર્ડ પણ આપવામાં આવે છે. ગરબા-સ્ટેપ શીખવા માટે ખેલૈયાઓ રૂ. 3 હજારથી લઈને 10 હજાર સુધીનો સરેરાશ ખર્ચ કરે છે. જેમાં અલગ અલગ પેકેજ હોય છે.હેરસ્ટાઇલ-મેકઅપ પાછળ સરેરાશ 4500 રૂપિયાનો ખર્ચહવેની નવરાત્રિમાં ભાગ્યે જ કોઈ યુવતી-મહિલાઓ મેકઅપ વગર ગરબે ઘૂમવા જતી હોય છે. હેરસ્ટાઈલ અને મેકઅપનો પણ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. તો નવરાત્રિ દરમિયાન બ્યુટી પાર્લરમાં વિવિધ ઓફર આપવામાં આવે છે, જેમાં અવનવા મેકઅપ, હેર સ્ટાઈલ, નેલ આર્ટ, રંગબેરંગી ટેટુ, દાંતનું મેકોવર જેમાં ચમકીલા હીરા મોતી લગાવવાનો ક્રેઝ ખૂબ જ જોવા મળે છે. બ્યુટી પાર્લર મોટાભાગે બુકિંગ હાઉસફુલ થઈ ગયું. રંગબેરંગી ચણિયાચોળી સાથે અવનવા મેકઅપ માટે ખેલૈયાઓ અગાઉથી જ પેકેજ બુક કરાવે છે. હેર એસેસરીઝ અને મેકઅપ માટે યુવતીઓ બ્યુટી પાર્લરમાં રૂ. 800થી 4500 સુધીનો સરેરાશ ખર્ચ કરતી હોય છે.નવરાત્રિની જ્વેલરી માટે રૂ.500થી 15 હજાર સુધીનો ખર્ચઉપરાંત ઓક્સોડાઈઝના લાંબા ઈયરરિંગ્સ, નથણી, હાથ-પગના કડા, કમરબંધ, બાજૂબંધ, પાયલ સહિતની માગ હોય છે. કોલેજીયન યુવતીઓમાં બીડ્સની જ્વેલરી, ઘુઘરીઓના ઝુમખાથી બનેલી જ્વેલરીની માગ વધુ હોય છે. સાથે સાથે વિવિધ રંગની મોજડીઓથી શણગાર પૂરો કરવામાં આવે છે. જેમાં ઓક્સોડાઈઝની જ્વેલરી માટે રૂ.50 થી લઈને 2 હજાર સુધીનો ખર્ચ કરવામાં આવે છે. જ્યારે જર્મન સિલ્વર માટે રૂ. 500થી 15 હજાર સુધીનો ખર્ચ કરવામાં આવે છે.ખેલૈયાઓને ટેટુ બનાવવાનો સરેરાશ રૂ. 1 હજારથી વધુનો ખર્ચટેટુ આર્ટિસ્ટના જણાવ્યા અનુસાર, નવરાત્રિને હવે થોડા દિવસમાં સમય બાકી છે ત્યારે ખેલૈયાઓમાં વસ્ત્રોની સાથે ટેટુ બનાવવાનો ક્રેઝ પણ ચાલી રહ્યો છે ત્યારે ખેલૈયાઓ બોડી પર અલગ અલગ ડિઝાઇનના ટેટુઓ કરાવે છે, પરંતુ આ વર્ષે પ્રાચીન સંસ્કૃતિને જીવંત રાખવા પુન: તે તરફ વળ્યા છે ત્યારે આ વખતે છૂંદા, સાથીયા ,લાડવા સહિતના ચિત્રો ચિત્રાવાનો ક્રેઝ જોવા મળ્યો છે ખેલૈયાઓને પ્રાચીન સંસ્કૃતિના ટેટુઓ બનાવવાનું ઘેલું લાગ્યું છે. ખેલૈયાઓ અવનવા ટેટુઓ ટેમ્પરરી તેમજ પર્મનેન્ટ કરાવી શકે છે, આ ઉપરાંત ટેટુઓ બનાવવા માટે પ્રોફેશનલ ટેટુ આર્ટિસ્ટ પાસે જ કરાવવા જોઈએ જેથી શરીરને કોઈ નુકસાન ન પહોંચે. ત્યારે આ ટેટુ બનાવવા પાછળ રૂ. 1 હજારથી લઈને 10 હજાર સુધીનો સરેરાશ ખર્ચ કરવામાં આવે છે.ગરબા પાસ/ટિકિટ માટે દૈનિક રૂ. 100થી 4500 સુધીનો ખર્ચઅમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ સહિત રાજ્યભરમાં ગરબા ઈવેન્ટ યોજવામાં આવે છે. જેમાં ગુજરાતી અને હિન્દી કલાકારો જોવા મળે છે. ફેમસ સિંગરોના ગરબાની રમઝટ માટે લોકો ઓનલાઈન/ઓફલાઈન હજારો રૂપિયાના પાસ/ટિકિટ ખરીદતા હોય છે. મોટા મોટા ઈવેન્ટમાં ગરબા રમવા જવા માટે એવરેજ ગરબા પાસની શરૂઆતની કિંમતો રૂ.99થી 499 હોય છે. જ્યારે કેટલીક ઈવેન્ટમાં ટિકિટની કિંમત રૂ.499થી 4500 રૂપિયા જેટલી હોય છે. જેમાં સિંગલ એન્ટ્રી, કપલ એન્ટ્રી, ફેમિલિ એન્ટ્રી ટિકિટ પણ હોય છે. જો VIP ટિકિટ ખરીદવી હોય તો તેની કિંમત વધુમાં વધુ 18 હજારને પાર પહોંચી જાય છે. મંડળી ગરબા માટે સિઝન પાસમાં 10 દિવસ એડઓન કરાયા છે, જેની કિંમત 9 હજાર રૂપિયા સુધીની છે. આમ, જો સામાન્ય ગરબા પાસ 9 દિવસ ખરીદવામાં
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Navratri Expense in Gujarat : આવી નોરતાની રાત... આજથી (3 ઓક્ટોબર 2024) આસો નવરાત્રિની શરૂઆત થઈ ચૂકી છે. ગામડાંઓમાં શેરી અને ચોકમાં જ્યારે શહેરોમાં સોસાયટીઓ અને મોટા ગ્રાઉન્ડમાં કુંવારિકાઓ, યુવતીઓ, મહિલાઓ, યુવકો, પુરૂષો સહિત ખેલૈયાઓ ગરબાની રમઝટ બોલાવશે. જોકે, હવે નવી જનરેશનના કારણે પ્રિ-નવરાત્રિનો પણ ટ્રેન્ડ શરૂ થયો છે. ત્યારે આ 'નવદુર્ગા'ની નવરાત્રિમાં ગરબા આયોજકો અને વેપારીઓ પર 'લક્ષ્મીજી'ની કૃપા વરસશે. જ્યારે પ્રોફેશનલ ખેલૈયાઓના ખિસ્સા ખાલી થશે. ત્યારે પ્રોફેશનલ ખેલૈયાઓના ખિસ્સામાંથી કેટલો થશે ખર્ચ જાણો તમામ હિસાબ...
નવરાત્રિમાં કયા કયા શોખ/વસ્તુ માટે કેટલો સરેરાશ ખર્ચ?
હાલના સમયમાં નવરાત્રિ માતાજીની આરાધનાની સાથે હવે ગરબાનો ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે. ડ્રેસીસને લઈને તો અગાઉથી જ તૈયારીઓ થતી જ હોય છે. નવ દિવસ સુધી યુવાધન ભાતીગળ પરિધાન ધારણ કરી ગરબા રમે છે. ત્યારે દાંડિયા ક્લાસીસ, બ્યુટી પાર્લર, નવરાત્રિ માર્કેટ, નવરાત્રિ પાસ-ટિકિટ બુકિંગ માટે ખેલૈયાઓની પડાપડી થાય છે. નવરાત્રિમાં હવે નવી જનરેશનના ટિનેજર્સ અને સ્ટુડન્ટ્સના કારણે અલગ ટ્રેન્ડ આવી રહ્યો છે. તેઓ પૈસા ખર્ચીને પ્રિમિયમ અનુભવ કરવા માટે આતુર હોય છે. દરવર્ષે ટ્રેન્ડ બદલાતો રહે છે અને ખર્ચ વધતો રહે છે. આ વર્ષે નવરાત્રિનું માર્કેટ રૂ. 2500 કરોડને પાર પહોંચવાનું છે. તો બીજી તરફ ખેલૈયાઓને નવરાત્રિમાં નવ દિવસ દરમિયાન વિવિધ ચણિયાચોળી, ઘરેણા, મેકઅપ, ખાણી-પીણી, ટ્રાવેલિંગ સહિતનો અંદાજે રૂ. 5 હજારથી રૂ. 20 હજાર સુધીનો સરેરાશ ખર્ચ થતો હોય છે.
ચણિયાચોળી પાછળ રૂ. 1500 નો સરેરાશ ખર્ચ
યુવતીઓ નવરાત્રિ માટે અલગ બજેટ રાખતી હોય છે અને રંગબેરંગી ચણિયાચોળી, હેવી દુપટ્ટા, ક્રોપ-ટોપ-લોન્ગ સ્કર્ટ, ઘરેણાની ખરીદી કરતી હોય છે. કેટલીક યુવતીઓ બેથી ત્રણ ચણિયાચોળીને લઈ ડ્રેસનું મિસમેચ કરતી હોય છે. બજારોમાં નવરાત્રિ માટે કોટન, સિલ્ક, શિફોન, સાટીન, બ્રોકેડ જેવા મટિરીયલમાં ચણિયાચોળી મળે છે. જેમાં બાંધણી, અજરખ, ગામઠી ભરતકામ, મોતીકામ, કંજરી વર્ક, એમ્બ્રોઈડરી, આભલા (મિરર) વર્કવાળી ચણિયાચોળી યુવતીમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. ડાર્ક કલર્સની સાથે સાથે પેસ્ટલ શેડ્સની ચણિયાચોળીઓ પણ યુવતીઓની પસંદગી બની રહી છે. હાલમાં સિમ્પલ વર્કવાળી ચણિયાચોળી સાથે અવનવા ઘરેણાં, દુપટ્ટા સાથે અલગ અલગ લુક્સ અપનાવતી હોય છે. યુવતીઓ રૂ. 1500થી 20 હજાર સુધીની ચણિયાચોળી (આખી જોડી) ખરીદતી હોય છે. ઉપરાંત દરરોજ નવી ચણિયાચોળી પહેરવા માટે યુવતીઓ ભાડેથી ચણિયાચોળી લાવતી હોય છે. ચણિયાચોળીનું ભાડું 500થી રૂ.1500 સુધીનું હોય છે.
અવનવા ગરબા સ્ટેપ શીખવા માટે રૂ. 3 હજારથી 10 હજાર સુધીનો ખર્ચ
નવરાત્રિ પહેલા જ દાંડિયા-રાસ-ગરબા કોચિંગ ક્લાસમાં ત્રણ-ચાર મહિના સુધી ખેલૈયાઓ ગરબા અને નવા નવા સ્ટેપ શીખવા માટે જાય છે. યુવક, યુવતીઓ અને બાળકોથી માંડીને મોટી ઉંમરના લોકો પણ દાંડિયા ક્લાસમાં જોડાઈ છે. તો આ ક્લાસમાં ઈનામ/એવોર્ડ પણ આપવામાં આવે છે. ગરબા-સ્ટેપ શીખવા માટે ખેલૈયાઓ રૂ. 3 હજારથી લઈને 10 હજાર સુધીનો સરેરાશ ખર્ચ કરે છે. જેમાં અલગ અલગ પેકેજ હોય છે.
હેરસ્ટાઇલ-મેકઅપ પાછળ સરેરાશ 4500 રૂપિયાનો ખર્ચ
હવેની નવરાત્રિમાં ભાગ્યે જ કોઈ યુવતી-મહિલાઓ મેકઅપ વગર ગરબે ઘૂમવા જતી હોય છે. હેરસ્ટાઈલ અને મેકઅપનો પણ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. તો નવરાત્રિ દરમિયાન બ્યુટી પાર્લરમાં વિવિધ ઓફર આપવામાં આવે છે, જેમાં અવનવા મેકઅપ, હેર સ્ટાઈલ, નેલ આર્ટ, રંગબેરંગી ટેટુ, દાંતનું મેકોવર જેમાં ચમકીલા હીરા મોતી લગાવવાનો ક્રેઝ ખૂબ જ જોવા મળે છે. બ્યુટી પાર્લર મોટાભાગે બુકિંગ હાઉસફુલ થઈ ગયું. રંગબેરંગી ચણિયાચોળી સાથે અવનવા મેકઅપ માટે ખેલૈયાઓ અગાઉથી જ પેકેજ બુક કરાવે છે. હેર એસેસરીઝ અને મેકઅપ માટે યુવતીઓ બ્યુટી પાર્લરમાં રૂ. 800થી 4500 સુધીનો સરેરાશ ખર્ચ કરતી હોય છે.
નવરાત્રિની જ્વેલરી માટે રૂ.500થી 15 હજાર સુધીનો ખર્ચ
ઉપરાંત ઓક્સોડાઈઝના લાંબા ઈયરરિંગ્સ, નથણી, હાથ-પગના કડા, કમરબંધ, બાજૂબંધ, પાયલ સહિતની માગ હોય છે. કોલેજીયન યુવતીઓમાં બીડ્સની જ્વેલરી, ઘુઘરીઓના ઝુમખાથી બનેલી જ્વેલરીની માગ વધુ હોય છે. સાથે સાથે વિવિધ રંગની મોજડીઓથી શણગાર પૂરો કરવામાં આવે છે. જેમાં ઓક્સોડાઈઝની જ્વેલરી માટે રૂ.50 થી લઈને 2 હજાર સુધીનો ખર્ચ કરવામાં આવે છે. જ્યારે જર્મન સિલ્વર માટે રૂ. 500થી 15 હજાર સુધીનો ખર્ચ કરવામાં આવે છે.
ખેલૈયાઓને ટેટુ બનાવવાનો સરેરાશ રૂ. 1 હજારથી વધુનો ખર્ચ
ટેટુ આર્ટિસ્ટના જણાવ્યા અનુસાર, નવરાત્રિને હવે થોડા દિવસમાં સમય બાકી છે ત્યારે ખેલૈયાઓમાં વસ્ત્રોની સાથે ટેટુ બનાવવાનો ક્રેઝ પણ ચાલી રહ્યો છે ત્યારે ખેલૈયાઓ બોડી પર અલગ અલગ ડિઝાઇનના ટેટુઓ કરાવે છે, પરંતુ આ વર્ષે પ્રાચીન સંસ્કૃતિને જીવંત રાખવા પુન: તે તરફ વળ્યા છે ત્યારે આ વખતે છૂંદા, સાથીયા ,લાડવા સહિતના ચિત્રો ચિત્રાવાનો ક્રેઝ જોવા મળ્યો છે ખેલૈયાઓને પ્રાચીન સંસ્કૃતિના ટેટુઓ બનાવવાનું ઘેલું લાગ્યું છે. ખેલૈયાઓ અવનવા ટેટુઓ ટેમ્પરરી તેમજ પર્મનેન્ટ કરાવી શકે છે, આ ઉપરાંત ટેટુઓ બનાવવા માટે પ્રોફેશનલ ટેટુ આર્ટિસ્ટ પાસે જ કરાવવા જોઈએ જેથી શરીરને કોઈ નુકસાન ન પહોંચે. ત્યારે આ ટેટુ બનાવવા પાછળ રૂ. 1 હજારથી લઈને 10 હજાર સુધીનો સરેરાશ ખર્ચ કરવામાં આવે છે.
ગરબા પાસ/ટિકિટ માટે દૈનિક રૂ. 100થી 4500 સુધીનો ખર્ચ
અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ સહિત રાજ્યભરમાં ગરબા ઈવેન્ટ યોજવામાં આવે છે. જેમાં ગુજરાતી અને હિન્દી કલાકારો જોવા મળે છે. ફેમસ સિંગરોના ગરબાની રમઝટ માટે લોકો ઓનલાઈન/ઓફલાઈન હજારો રૂપિયાના પાસ/ટિકિટ ખરીદતા હોય છે. મોટા મોટા ઈવેન્ટમાં ગરબા રમવા જવા માટે એવરેજ ગરબા પાસની શરૂઆતની કિંમતો રૂ.99થી 499 હોય છે. જ્યારે કેટલીક ઈવેન્ટમાં ટિકિટની કિંમત રૂ.499થી 4500 રૂપિયા જેટલી હોય છે. જેમાં સિંગલ એન્ટ્રી, કપલ એન્ટ્રી, ફેમિલિ એન્ટ્રી ટિકિટ પણ હોય છે. જો VIP ટિકિટ ખરીદવી હોય તો તેની કિંમત વધુમાં વધુ 18 હજારને પાર પહોંચી જાય છે. મંડળી ગરબા માટે સિઝન પાસમાં 10 દિવસ એડઓન કરાયા છે, જેની કિંમત 9 હજાર રૂપિયા સુધીની છે. આમ, જો સામાન્ય ગરબા પાસ 9 દિવસ ખરીદવામાં આવે તો 1000 રૂપિયા સુધીનો ખર્ચ થાય છે.
ખાણી-પીણી પાછળ સામાન્ય રૂ. 500થી 1000નો ખર્ચ
ગરબા ઈવેન્ટ્સમાં જનારા ખેલૈયાઓ ખાણી-પીણી માટે રૂ. 500થી 1000 સુધીનો સામાન્ય ખર્ચ કરતા હોય છે. જો ફેમિલિ કે ગૃપ હોય તો ખર્ચ વધુ થતો હોય છે. બીજી તરફ ઈવેન્ટ્સમાં ખાણી-પીણીનો સામાન ઘણો મોંઘો પણ હોય છે. આમ, ગરબા રમવા જતા સમયે, વચ્ચે બ્રેક સમયે અને ગરબા પૂર્ણ થતા સમયે ખેલૈયાઓ નાસ્તા-પાણીની મોજ માણતા હોય છે.
આવવા-જવા માટેનો રૂ. 200 થી 1000નો સરેરાશ ખર્ચ
ગરબા ઈવેન્ટ્સ મોટા મોટા ગ્રાઉન્ડમાં યોજાતી હોય છે. જે શહેરની બહાર અથવા દૂર હોય છે. જ્યાં જવા માટે 5 કિલોમીટરથી 15 કિલોમીટર સુધી જવું પડતું હોય છે. ત્યારે જો કપલ કાર પર જાય છે તો આવવા જવાનો પેટ્રોલનો ખર્ચ 200 રૂપિયાથી વધુનો આવે છે. આમ, 9 દિવસનો ખર્ચ 1800 રૂપિયા જેટલો થાય છે. તો કોઈ ગરબાના શોખીનો અન્ય રાજ્યોમાંથી પણ ગુજરાત આવતા હોય છે. તેઓ બસ, ટ્રેન, ફ્લાઇટ મારફતે આવે છે તો તેને 1000 રૂપિયાથી લઈને 10 હજાર રૂપિયા સુધીનો ખર્ચ થતો હોય છે.
ઉપવાસ રાખનારાઓને રૂ.200નો સામાન્ય ખર્ચ
નવરાત્રિમાં ભક્તો નવ દિવસ સુધી ઉપવાસ રાખતા હોય છે. તેથી તેમને ઉપવાસમાં ખવાતી વસ્તુઓ જ ખાવી પડે છે. જેની કિંમતોમાં 15 થી 20 ટકાનો ઉછાળો આવ્યો છે. ઉપવાસ માટે સૌથી વધુ ઉપયોગમાં લેવાતી વસ્તુ દૂધ છે અને તે પણ મોંઘું થયું છે. તેની કિંમત હાલમાં 58.59 રૂપિયા પ્રતિ લિટર છે. મખાનાના ભાવમાં દોઢ ગણો વધારો થયો છે. વિવિધ પ્રકારની મીઠાઈઓ, ખોયા વગેરે માટે વધુ ખર્ચ કરવો પડશે. ડ્રાયફ્રૂટ્સ અને ફળોના ભાવમાં જોરદાર વધારો થયો છે. અખરોટ, અંજીર, બદામ અને કાજુના ભાવમાં જોરદાર વધારો થયો છે અને તેના ભાવમાં અગાઉની સરખામણીમાં 150-200 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. સફરજન, દ્રાક્ષ, નાસપતી, જામફળ જેવા ફળોના ભાવ પણ ખૂબ જ આસમાને પહોંચી ગયા છે. આમ, પ્રત્યેક વ્યક્તિ દીઠ દૈનિક રૂ. 200નો સામાન્ય ખર્ચનો અંદાજ છે.