Surat પાલિકાએ 24 કલાકમાં 212 મિલકતોને કરી સીલ, વેરો ભરવાનો હતો બાકી

સુરતમાં વેરા વસૂલવા પાલિકાએ કડક કાર્યવાહી કરી હોવાની વાત સામે આવી છે,જેમાં સુરતના કનકપુર ઝોનમાં 212 મિલકતોને સીલ મારવામાં આવી છે તેમજ પાણી અને ડ્રેનેજના જોડાણ પણ કાપી નાખ્યા છે,ત્યારે જે મિલકતોને સીલ મારવામા આવી છે તેવી મિલકતોને અગાઉ નોટિસ આપી હતી તેમ છત્તા વેરો ભર્યો ના હોવાથી પાલિકાએ સીલ મારી દીધું છે. વારંવાર વેરા ભરવાની નોટિસની કરતા અવગણના વેરો ભરવો એ આપણો હક છે અને તે ભરવો જ જોઈએ પણ ઘણા મહાનુભાવ સ્થાનિકો વેરો નહી ભરીને પોતાને હોશિયાર માનતા હોય છે એવા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે,જેમાં પાલિકાએ અગાઉ 212 મિલકતોના માલિકોને નોટિસ મોકલી હતી અને સમયમર્યાદામાં વેરો ભરવા માટે તાકીદ પણ કરી હતી પરંતુ સમય પ્રમાણે વેરો ના ભરાતા પાલિકાએ એક સાથે મિલકતોને સીલ કરી દીધી હોવાની વાત સામે આવી છે,ત્યારે આગામી સમયમાં પણ અન્ય લોકોની મિલકત સીલ થઈ શકે છે. હજી પણ મિલકત સીલ કરવામા આવશે પાલિકાના સૂત્રો તરફથી વાત કરવામાં આવે તો આગામી સમયમાં પણ હજી અન્ય મિલકતો સીલ કરવામાં આવી શકે છે,ઘણા વિસ્તારોમાં વેરો વસૂલવાનો બાકી છે અને નોટિસ પણ મોકલવામાં આવી છે તે લોકો નોટિસનો જવાબ પણ આપતા નથી અને વેરો પણ ભરતા નથી જેના કારણે હવે ટૂંક સમયમાં અન્ય લોકોની મિલકતોને પણ સીલ મારવામાં આવી શકે છે,માટે જે લોકોને પાલિકાનો વેરો ભરવાનો બાકી છે તે લોકો જલદીથી વેરો ભરી લો નહીતર તમારી મિલકત પણ સીલ થઈ શકે છે. વરાછા એ-ઝોન સૌથી આગળ મનપાના 10 ઝોનમાં મિલકત વેરા વસૂલાતની કામગીરીમાં વરાછા એ-ઝોન 58.32 ટકા સાથે અગ્રેસર રહ્યો છે, જ્યારે સેન્ટ્રલ ઝોન 39.36 ટકા સાથે તળીયે છે. ઓકટ્રોય નાબૂદી બાદ, મિલકત વેરો સુરત મનપાની આવકનો મુખ્ય સ્ત્રોત બની ગયો છે, જેથી રિવાઈઝ આકારણી જેવી વિવિધ કામગીરીથી આવક વધારવામાં આવી રહી છે.

Surat પાલિકાએ 24 કલાકમાં 212 મિલકતોને કરી સીલ, વેરો ભરવાનો હતો બાકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતમાં વેરા વસૂલવા પાલિકાએ કડક કાર્યવાહી કરી હોવાની વાત સામે આવી છે,જેમાં સુરતના કનકપુર ઝોનમાં 212 મિલકતોને સીલ મારવામાં આવી છે તેમજ પાણી અને ડ્રેનેજના જોડાણ પણ કાપી નાખ્યા છે,ત્યારે જે મિલકતોને સીલ મારવામા આવી છે તેવી મિલકતોને અગાઉ નોટિસ આપી હતી તેમ છત્તા વેરો ભર્યો ના હોવાથી પાલિકાએ સીલ મારી દીધું છે.

વારંવાર વેરા ભરવાની નોટિસની કરતા અવગણના

વેરો ભરવો એ આપણો હક છે અને તે ભરવો જ જોઈએ પણ ઘણા મહાનુભાવ સ્થાનિકો વેરો નહી ભરીને પોતાને હોશિયાર માનતા હોય છે એવા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે,જેમાં પાલિકાએ અગાઉ 212 મિલકતોના માલિકોને નોટિસ મોકલી હતી અને સમયમર્યાદામાં વેરો ભરવા માટે તાકીદ પણ કરી હતી પરંતુ સમય પ્રમાણે વેરો ના ભરાતા પાલિકાએ એક સાથે મિલકતોને સીલ કરી દીધી હોવાની વાત સામે આવી છે,ત્યારે આગામી સમયમાં પણ અન્ય લોકોની મિલકત સીલ થઈ શકે છે.

હજી પણ મિલકત સીલ કરવામા આવશે

પાલિકાના સૂત્રો તરફથી વાત કરવામાં આવે તો આગામી સમયમાં પણ હજી અન્ય મિલકતો સીલ કરવામાં આવી શકે છે,ઘણા વિસ્તારોમાં વેરો વસૂલવાનો બાકી છે અને નોટિસ પણ મોકલવામાં આવી છે તે લોકો નોટિસનો જવાબ પણ આપતા નથી અને વેરો પણ ભરતા નથી જેના કારણે હવે ટૂંક સમયમાં અન્ય લોકોની મિલકતોને પણ સીલ મારવામાં આવી શકે છે,માટે જે લોકોને પાલિકાનો વેરો ભરવાનો બાકી છે તે લોકો જલદીથી વેરો ભરી લો નહીતર તમારી મિલકત પણ સીલ થઈ શકે છે.

વરાછા એ-ઝોન સૌથી આગળ

મનપાના 10 ઝોનમાં મિલકત વેરા વસૂલાતની કામગીરીમાં વરાછા એ-ઝોન 58.32 ટકા સાથે અગ્રેસર રહ્યો છે, જ્યારે સેન્ટ્રલ ઝોન 39.36 ટકા સાથે તળીયે છે. ઓકટ્રોય નાબૂદી બાદ, મિલકત વેરો સુરત મનપાની આવકનો મુખ્ય સ્ત્રોત બની ગયો છે, જેથી રિવાઈઝ આકારણી જેવી વિવિધ કામગીરીથી આવક વધારવામાં આવી રહી છે.