Kheda: નડીયાદમાં 24 કલાકમાં 18 ઈંચ વરસાદ, 50થી વધુ પરિવારોનું સ્થળાંતર
નવા ગાજીપુર વાળા વિસ્તારના લોકોનું વરિયાળી માર્કેટમાં સ્થળાંતર કરાવવામાં આવ્યુંભારે વરસાદને કારણે હજુ પણ નીચાણવાળા વિસ્તારોમાં લોકોનું સ્થળાંતર થવાની શક્યતા જિલ્લા વહીવટી તંત્રની સૂચના મુજબ તંત્રને એલર્ટ કરવામાં આવ્યું નડિયાદમાં ભારે વરસાદને કારણે લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. શહેરના નવા ગાજીપુર વાળા વિસ્તારના લોકોનું વરિયાળી માર્કેટમાં સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. 50થી વધુ પરિવારોએ સ્થળાંતરની શરૂઆત કરી છે. નડિયાદમાં 24 કલાકમાં 18 ઈંચ વરસાદ ત્યારે અવિરત વરસાદને પગલે મુલેશ્વર તળાવ ઓવરફ્લો થતાં લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે. તમને જણાવી દઈએ કે ગઈકાલે રાતના 12 વાગ્યા બાદથી શરુ થયેલા વરસાદને કારણે નડિયાદમાં 18 ઈંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને કારણે હજુ પણ નીચાણવાળા વિસ્તારોમાં લોકોનું સ્થળાંતર થવાની શક્યતા છે. જિલ્લા વહીવટી તંત્રની સૂચના મુજબ તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે. આણંદના બોરસદમાં 10 ઈંચ જેટલો વરસાદ ખાબકતા 150 જેટલી દુકાનોમાં પાણી ઘુસ્યા આણંદના બોરસદમા સતત ધોધમાર વરસાદને પગલે શહેરની 150 જેટલી દુકાનોમાં વરસાદી પાણી ઘુસી ગયા છે અને સાથે જ બસ સ્ટેન્ડ પાસેના સિલ્વર પોઈન્ટ સહિત સીટી પોઈન્ટમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. ત્યારે ભોંયરાવાળી દુકાનોમાં પાણી ઘુસી જતા દુકાનદારોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કારણ કે આજે શહેરમાં 10 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. ખંભાતમાં 120 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું આણંદના ખંભાતના ઉંદેલના સોનારિયા વિસ્તારમાંથી 120 જેટલા લોકોનું સ્થળાંતર કરાયુ અને 60થી વધુ પશુઓને પણ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. ઈન્ચાર્જ પ્રાંત અધિકારી મનીષભાઈ અને ઉંદેલના સરપંચ નવીનસિંહ સોલંકી દ્વારા લોકોને જહાંગીરપૂર પ્રાથમિક શાળા તેમજ અન્ય સલામત સ્થળોએ નાગરિકોને મોકલવામાં આવ્યા છે. રાજ્યમાં ભારે વરસાદને લઈ CM ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને કરી આ અપીલ રાજ્યમાં અતિભારે વરસાદની સ્થિતિ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને ખાસ અપીલ કરી અને કહ્યું કે કોઈ નાગરિક નદી-નાળા કે રસ્તાઓ પર જ્યાં વરસાદી પાણી વધારે પ્રમાણમાં હોય અને ભયજનક રીતે વહી રહ્યું હોય તે જગ્યાઓ પર ન જવા માટે કહ્યું છે. સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી ચેતવણી અને સૂચનાઓનું કડક રીતે પાલન કરવા માટે નાગરિકોને અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- નવા ગાજીપુર વાળા વિસ્તારના લોકોનું વરિયાળી માર્કેટમાં સ્થળાંતર કરાવવામાં આવ્યું
- ભારે વરસાદને કારણે હજુ પણ નીચાણવાળા વિસ્તારોમાં લોકોનું સ્થળાંતર થવાની શક્યતા
- જિલ્લા વહીવટી તંત્રની સૂચના મુજબ તંત્રને એલર્ટ કરવામાં આવ્યું
નડિયાદમાં ભારે વરસાદને કારણે લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. શહેરના નવા ગાજીપુર વાળા વિસ્તારના લોકોનું વરિયાળી માર્કેટમાં સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. 50થી વધુ પરિવારોએ સ્થળાંતરની શરૂઆત કરી છે.
નડિયાદમાં 24 કલાકમાં 18 ઈંચ વરસાદ
ત્યારે અવિરત વરસાદને પગલે મુલેશ્વર તળાવ ઓવરફ્લો થતાં લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે. તમને જણાવી દઈએ કે ગઈકાલે રાતના 12 વાગ્યા બાદથી શરુ થયેલા વરસાદને કારણે નડિયાદમાં 18 ઈંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને કારણે હજુ પણ નીચાણવાળા વિસ્તારોમાં લોકોનું સ્થળાંતર થવાની શક્યતા છે. જિલ્લા વહીવટી તંત્રની સૂચના મુજબ તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે.
આણંદના બોરસદમાં 10 ઈંચ જેટલો વરસાદ ખાબકતા 150 જેટલી દુકાનોમાં પાણી ઘુસ્યા
આણંદના બોરસદમા સતત ધોધમાર વરસાદને પગલે શહેરની 150 જેટલી દુકાનોમાં વરસાદી પાણી ઘુસી ગયા છે અને સાથે જ બસ સ્ટેન્ડ પાસેના સિલ્વર પોઈન્ટ સહિત સીટી પોઈન્ટમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. ત્યારે ભોંયરાવાળી દુકાનોમાં પાણી ઘુસી જતા દુકાનદારોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કારણ કે આજે શહેરમાં 10 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.
ખંભાતમાં 120 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું
આણંદના ખંભાતના ઉંદેલના સોનારિયા વિસ્તારમાંથી 120 જેટલા લોકોનું સ્થળાંતર કરાયુ અને 60થી વધુ પશુઓને પણ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. ઈન્ચાર્જ પ્રાંત અધિકારી મનીષભાઈ અને ઉંદેલના સરપંચ નવીનસિંહ સોલંકી દ્વારા લોકોને જહાંગીરપૂર પ્રાથમિક શાળા તેમજ અન્ય સલામત સ્થળોએ નાગરિકોને મોકલવામાં આવ્યા છે.
રાજ્યમાં ભારે વરસાદને લઈ CM ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને કરી આ અપીલ
રાજ્યમાં અતિભારે વરસાદની સ્થિતિ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને ખાસ અપીલ કરી અને કહ્યું કે કોઈ નાગરિક નદી-નાળા કે રસ્તાઓ પર જ્યાં વરસાદી પાણી વધારે પ્રમાણમાં હોય અને ભયજનક રીતે વહી રહ્યું હોય તે જગ્યાઓ પર ન જવા માટે કહ્યું છે. સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી ચેતવણી અને સૂચનાઓનું કડક રીતે પાલન કરવા માટે નાગરિકોને અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે.