Dahodમાં E-KYC કરાવવા સ્થાનિકો પંચાયત કચેરીની બહાર ટુંટિયુ વાળીને સુઈ ગયા

ગુજરાત સરકાર દ્વારા આધારકાર્ડ,રેશનકાર્ડમા E-KYC અપડેશન કરાવવા આધારકાર્ડ ઓફિસની બહાર મધ્યરાત્રિથી પગરખા, પાણીની બોટલ,ઈંટ,પથ્થર મુકી કડકડતી ઠંડીમા નાના બાળકો સાથે લાઈન લગાવી સ્થાનિકો સુઈ ગયા છે.ગુજરાત સરકાર દ્વારા હાલ રેશનકાર્ડમા KYC અપડેશન કરાવવાની પ્રક્રીયા હાથ ધરવામા આવી રહી છે.ત્યારે KYC અપડેશન પ્રક્રિયામા ગ્રામ્ય વિસ્તાર લોકોને અનેક તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે જેને લઈને સંદેશ ન્યુઝ દ્વારા દાહોદ તાલુકા પંચાયત, મામલતદાર કચેરી,નગરપાલિકા, પોસ્ટ ઓફિસમા વહેલી સવારે 4 વાગ્યે ગ્રાઉન્ડ રિયાલીટી ચેક કરવામા આવ્યું હતુ. ટોકન સિસ્ટમ દાહોદ શહેરમાં તાલુકાપંચાયત,મામલતદાર કચેરી,નગરપાલીકા, પોસ્ટઓફીસ સહીત ચાર જગ્યાએ કામગીરી ચાલી રહી છે જેને લઇ પોતાનો નંબર પહેલા આવે તે માટે મોડી રાતથી લોકો ધાબળા લઈને આવી જાય છે અને અહીં જ રાતવાસો કરી રહ્યા છે. આ લોકો રાત્રે જેટલા વહેલા આવે તેટલા વહેલા લાઈનમાં ઉભા રહ્યાના પ્રતિક રૂપે પથ્થર, પગરખાં ,પાણીની બોટલ ગોઠવી દે છે. તમામ સેન્ટરો ઉપર કેપેસીટી મુજબના ટોકન આપીને કામગીરી કરવામાં આવી રહી છે. ઠંડીએ પકડયું છે જોર દાહોદ નગરમાં ફૂલ ગુલાબી ઠંડીએ જોર પકડેલ છે. તેવામાં વહેલી સવારથી ભૂખ્યા તરસ્યા ગ્રામીણ વિસ્તારોમાંથી પોતાના નાના-નાના બાળકોને લઈને ગ્રામીણ વિસ્તારના લોકો KYC કરાવવા દાહોદમાં આવતા હોય છે. આ સમસ્યા યથાવત છે.છતાંય જવાબદાર તંત્ર કોઈ. કામગીરી કરતું ન હોવાના આક્ષેપો હોવા માંડ્યા. હાલ તો પ્રજા ઈચ્છી રહી છે કે આધાર કાર્ડ માટે ઠંડીમાં અડધી રાત્રે આવતા ગ્રામીણ વિસ્તારના લોકોને પડતી સમસ્યાનું સમાધાન લાવવામાં આવે. તેમજ દાહોદ શહેરમાં બંધ કરાયેલા કેન્દ્રો પુન: શરૂ કરી કેવાયસી ની કામગીરી નિયમિત ચલાવવામાં આવે એવી લોકોની માંગ ઉઠી. બાળકો પણ ઠુંઠવાયા સંદેશ ન્યુઝ દ્વારા વહેલી સવારે 4 કલાકે દાહોદ તાલુકા પંચાયત મા અને 5:10 મીનીટે દાહોદ મામલતદાર કચેરી મા રિયાલીટી ચેક કરાયુ હતુ જેમા લોકો પોતાના નાના બાળકો ને લઈ ને 20 થી 25 કીલોમીટર દુર થી કડકડતી ઠંડીમા આવે છે અને આખી રાત કચેરીઓ આગળ લાઈન લગાવી કચેરી બહાર સુઈ જતા હોય છે ત્યારે આધારકાર્ડ અપડેશન તેમજ KYC ની તમામ પ્રક્રિયા ગ્રામ્ય વિસ્તાર મા કરાવવામા આવે તેવી માંગ ઉઠી હતી.

Dahodમાં E-KYC કરાવવા સ્થાનિકો પંચાયત કચેરીની બહાર ટુંટિયુ વાળીને સુઈ ગયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાત સરકાર દ્વારા આધારકાર્ડ,રેશનકાર્ડમા E-KYC અપડેશન કરાવવા આધારકાર્ડ ઓફિસની બહાર મધ્યરાત્રિથી પગરખા, પાણીની બોટલ,ઈંટ,પથ્થર મુકી કડકડતી ઠંડીમા નાના બાળકો સાથે લાઈન લગાવી સ્થાનિકો સુઈ ગયા છે.ગુજરાત સરકાર દ્વારા હાલ રેશનકાર્ડમા KYC અપડેશન કરાવવાની પ્રક્રીયા હાથ ધરવામા આવી રહી છે.ત્યારે KYC અપડેશન પ્રક્રિયામા ગ્રામ્ય વિસ્તાર લોકોને અનેક તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે જેને લઈને સંદેશ ન્યુઝ દ્વારા દાહોદ તાલુકા પંચાયત, મામલતદાર કચેરી,નગરપાલિકા, પોસ્ટ ઓફિસમા વહેલી સવારે 4 વાગ્યે ગ્રાઉન્ડ રિયાલીટી ચેક કરવામા આવ્યું હતુ.

ટોકન સિસ્ટમ

દાહોદ શહેરમાં તાલુકાપંચાયત,મામલતદાર કચેરી,નગરપાલીકા, પોસ્ટઓફીસ સહીત ચાર જગ્યાએ કામગીરી ચાલી રહી છે જેને લઇ પોતાનો નંબર પહેલા આવે તે માટે મોડી રાતથી લોકો ધાબળા લઈને આવી જાય છે અને અહીં જ રાતવાસો કરી રહ્યા છે. આ લોકો રાત્રે જેટલા વહેલા આવે તેટલા વહેલા લાઈનમાં ઉભા રહ્યાના પ્રતિક રૂપે પથ્થર, પગરખાં ,પાણીની બોટલ ગોઠવી દે છે. તમામ સેન્ટરો ઉપર કેપેસીટી મુજબના ટોકન આપીને કામગીરી કરવામાં આવી રહી છે.


ઠંડીએ પકડયું છે જોર

દાહોદ નગરમાં ફૂલ ગુલાબી ઠંડીએ જોર પકડેલ છે. તેવામાં વહેલી સવારથી ભૂખ્યા તરસ્યા ગ્રામીણ વિસ્તારોમાંથી પોતાના નાના-નાના બાળકોને લઈને ગ્રામીણ વિસ્તારના લોકો KYC કરાવવા દાહોદમાં આવતા હોય છે. આ સમસ્યા યથાવત છે.છતાંય જવાબદાર તંત્ર કોઈ. કામગીરી કરતું ન હોવાના આક્ષેપો હોવા માંડ્યા. હાલ તો પ્રજા ઈચ્છી રહી છે કે આધાર કાર્ડ માટે ઠંડીમાં અડધી રાત્રે આવતા ગ્રામીણ વિસ્તારના લોકોને પડતી સમસ્યાનું સમાધાન લાવવામાં આવે. તેમજ દાહોદ શહેરમાં બંધ કરાયેલા કેન્દ્રો પુન: શરૂ કરી કેવાયસી ની કામગીરી નિયમિત ચલાવવામાં આવે એવી લોકોની માંગ ઉઠી.

બાળકો પણ ઠુંઠવાયા

સંદેશ ન્યુઝ દ્વારા વહેલી સવારે 4 કલાકે દાહોદ તાલુકા પંચાયત મા અને 5:10 મીનીટે દાહોદ મામલતદાર કચેરી મા રિયાલીટી ચેક કરાયુ હતુ જેમા લોકો પોતાના નાના બાળકો ને લઈ ને 20 થી 25 કીલોમીટર દુર થી કડકડતી ઠંડીમા આવે છે અને આખી રાત કચેરીઓ આગળ લાઈન લગાવી કચેરી બહાર સુઈ જતા હોય છે ત્યારે આધારકાર્ડ અપડેશન તેમજ KYC ની તમામ પ્રક્રિયા ગ્રામ્ય વિસ્તાર મા કરાવવામા આવે તેવી માંગ ઉઠી હતી.