Ahmedabad શહેર ભાજપમાં 8 વોર્ડના પ્રમુખની નિમણુંકને લઈને ભડકો

અમદાવાદ શહેર ભાજપમાં વોર્ડ પ્રમુખની નિમણુંકને લઈ મોટો ભડકો થયો છે. શહેરમાં 8 વોર્ડના પ્રમુખની નિમણુંકને લઈને સંગઠન અને ધારાસભ્યો આમને સામને આવ્યા છે. સાબરમતી, વેજલપુર, દરિયાપુર, સરખેજ સહિતના વોર્ડમાં પ્રમુખની નિમણુંકને લઈને આંતરિક ખટરાગ જોવા મળી રહ્યો છે. ત્યારે કુબેરનગરમાં વોર્ડ પ્રમુખની નિમણુંક બાદ ડોક્યુમેન્ટને લઈને વિવાદ થયો છે. જમાલપુર વોર્ડમાં પણ પ્રમુખ બદલવા માટે રજૂઆત કરવામાં આવી છે.સરકારનો દાવો સુશાસનનો પણ ભાજપ પક્ષમાં સુરસુરીયું ઉલ્લેખનીય છે કે સુરતમાં પણ ભાજપ વોર્ડ પ્રમુખની નિમણૂંકને લઈ વિવાદ થયો છે. કોળી સમાજને પ્રતિનિધિત્વ ન મળતા આંતરિક રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ઉત્તર ભારતીયોની પણ વોર્ડ પ્રમુખમાંથી બાદબાકી કરવામાં આવી છે અને સૌથી વધુ 12 સૌરાષ્ટ્રવાસીને પ્રમુખ પદ મળ્યું છે, ત્યારે 8 સુરતીઓ, 6 મહારાષ્ટ્રીયનને પ્રમુખ બનાવાયા છે. આ સાથે જ રાજકોટ શહેર ભાજપના વોર્ડ પ્રમુખોની જાહેરાત થોડા દિવસ પહેલા કરવામાં આવી હતી અને પ્રમુખના નામની જાહેરાત બાદ કહી ખુશી, કહી ગમનો માહોલ સર્જાયો છે. પ્રમુખ પદ ન મળતા કેટલાક સમાજોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. લોહાણ - વણિક, સતવારા સમાજમાં અસંતોષ જોવા મળ્યો છે અને 80 ટકા પ્રમુખ પાટીદાર અને OBC સમાજમાંથી બનાવવામાં આવ્યા છે.ભાજપ જિલ્લા પ્રમુખ દાવેદારો માટે મોટા સમાચાર બીજી તરફ ભાજપ જિલ્લા પ્રમુખ દાવેદારો માટે મોટા સમાચાર પણ સામે આવ્યા છે. જે મુજબ 60 વર્ષથી વધુ ઉંમરવાળા વ્યક્તિ જિલ્લા પ્રમુખ નહીં બની શકે. જિલ્લા પ્રમુખોની ચૂંટણી પ્રકિયા ટૂંક સમયમાં શરુ થશે. આવતીકાલની દિલ્હી બેઠક બાદ ધારા ધોરણો નક્કી થશે, પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની અધ્યક્ષતામાં માર્ગદર્શન અપાયું છે. જણાવી દઈએ કે ભાજપના 512 મંડળમાં ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. ગાંધીનગર કમલમ ખાતે મહત્વની બેઠક મળી છે. જેમાં મંડળ પ્રમુખની વય મર્યાદાને લઈને રત્નાકરે સૂચના આપી છે. 45 વર્ષની ઉંમર પ્રાથમિક બાબત, સેન્ટ્રીક મુદ્દો ન બનાવો, સક્રિય સભ્ય બાબતે પણ વ્યવહારુ રહેવા સૂચના અપાઈ છે.

Ahmedabad શહેર ભાજપમાં 8 વોર્ડના પ્રમુખની નિમણુંકને લઈને ભડકો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ શહેર ભાજપમાં વોર્ડ પ્રમુખની નિમણુંકને લઈ મોટો ભડકો થયો છે. શહેરમાં 8 વોર્ડના પ્રમુખની નિમણુંકને લઈને સંગઠન અને ધારાસભ્યો આમને સામને આવ્યા છે. સાબરમતી, વેજલપુર, દરિયાપુર, સરખેજ સહિતના વોર્ડમાં પ્રમુખની નિમણુંકને લઈને આંતરિક ખટરાગ જોવા મળી રહ્યો છે. ત્યારે કુબેરનગરમાં વોર્ડ પ્રમુખની નિમણુંક બાદ ડોક્યુમેન્ટને લઈને વિવાદ થયો છે. જમાલપુર વોર્ડમાં પણ પ્રમુખ બદલવા માટે રજૂઆત કરવામાં આવી છે.

સરકારનો દાવો સુશાસનનો પણ ભાજપ પક્ષમાં સુરસુરીયું

ઉલ્લેખનીય છે કે સુરતમાં પણ ભાજપ વોર્ડ પ્રમુખની નિમણૂંકને લઈ વિવાદ થયો છે. કોળી સમાજને પ્રતિનિધિત્વ ન મળતા આંતરિક રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ઉત્તર ભારતીયોની પણ વોર્ડ પ્રમુખમાંથી બાદબાકી કરવામાં આવી છે અને સૌથી વધુ 12 સૌરાષ્ટ્રવાસીને પ્રમુખ પદ મળ્યું છે, ત્યારે 8 સુરતીઓ, 6 મહારાષ્ટ્રીયનને પ્રમુખ બનાવાયા છે. આ સાથે જ રાજકોટ શહેર ભાજપના વોર્ડ પ્રમુખોની જાહેરાત થોડા દિવસ પહેલા કરવામાં આવી હતી અને પ્રમુખના નામની જાહેરાત બાદ કહી ખુશી, કહી ગમનો માહોલ સર્જાયો છે. પ્રમુખ પદ ન મળતા કેટલાક સમાજોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. લોહાણ - વણિક, સતવારા સમાજમાં અસંતોષ જોવા મળ્યો છે અને 80 ટકા પ્રમુખ પાટીદાર અને OBC સમાજમાંથી બનાવવામાં આવ્યા છે.

ભાજપ જિલ્લા પ્રમુખ દાવેદારો માટે મોટા સમાચાર

બીજી તરફ ભાજપ જિલ્લા પ્રમુખ દાવેદારો માટે મોટા સમાચાર પણ સામે આવ્યા છે. જે મુજબ 60 વર્ષથી વધુ ઉંમરવાળા વ્યક્તિ જિલ્લા પ્રમુખ નહીં બની શકે. જિલ્લા પ્રમુખોની ચૂંટણી પ્રકિયા ટૂંક સમયમાં શરુ થશે. આવતીકાલની દિલ્હી બેઠક બાદ ધારા ધોરણો નક્કી થશે, પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની અધ્યક્ષતામાં માર્ગદર્શન અપાયું છે. જણાવી દઈએ કે ભાજપના 512 મંડળમાં ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. ગાંધીનગર કમલમ ખાતે મહત્વની બેઠક મળી છે. જેમાં મંડળ પ્રમુખની વય મર્યાદાને લઈને રત્નાકરે સૂચના આપી છે. 45 વર્ષની ઉંમર પ્રાથમિક બાબત, સેન્ટ્રીક મુદ્દો ન બનાવો, સક્રિય સભ્ય બાબતે પણ વ્યવહારુ રહેવા સૂચના અપાઈ છે.